Redmi Turbo 5 માં મળશે Dimensity 8500 Ultra અને 120Hz AMOLED ડિસ્પ્લે

Redmi Turbo 5 ભારતમાં Amazon અને Xiaomi ઓનલાઈન સ્ટોર્સ દ્રારા ખરીદી માટે ઉપલબ્ધ રહેશે

Redmi Turbo 5 માં મળશે  Dimensity 8500 Ultra અને 120Hz AMOLED ડિસ્પ્લે

Photo Credit: Amazon/ Redmi

ચીનમાં Redmi Turbo 5 માં 7,560mAh બેટરી છે

હાઇલાઇટ્સ
  • Redmi Turbo 5 અને Redmi 17 5G ભારતમાં 18 જૂને લોન્ચ થઈ શકે
  • ફોનમાં 6.59 ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું
  • Amazon અને Xiaomi India વેબસાઈટ પર ફોન માટે અલગ માઈક્રોસાઈટ પણ લાઈવ
જાહેરાત

Xiaomiની સબ-બ્રાન્ડ Redmi ટૂંક સમયમાં ભારતમાં તેની નવી Turbo સિરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે . કંપનીએ પહેલીથી જ આ વાતની પુષ્ટિ કરી છે કે   Redmi Turbo 5 ભારતીય બજારમાં રજૂ થશે અને તે દેશમાં આવતો પહેલો Redmi Turbo સિરીઝ સ્માર્ટફોન બનશે . ફોન ડયુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવશે અને ઓછામાં ઓછા બ્લેક કલર વિકલ્પમાં ઉપલબ્ધ રહેશે . હવે એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે Redmi Turbo 5  આવતા મહિને ભારતમાં લોન્ચ થઈ શકે છે . તેની સાથે Redmi 17 5G પણ રજૂ થવાની શક્યતા છે .

Redmi Turbo 5  અને Redmi 17 5G ભારતમાં લોન્ચ :

એક અહેવાલ મુજબ , Redmi Turbo 5  અને Redmi 17 5G ભારતમાં 18 જૂને લોન્ચ થઈ શકે છે . Smartprix એ ટિપસ્ટર યોગેશ બ્રારના સહયોગથી આ માહિતી  શેર કરી છે . કહેવાય છે કે ભારતીય વર્ઝનમાં પણ Redmi Turbo 5  ચાઈનીઝ મોડલ જેવી જ સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ ઓફર કરશે .

Redmi Turbo 5 આ વર્ષે જાન્યુઆરીમાં ચીનમાં લોન્ચ થયો હતો . તેની શરૂઆતની કિંમત CNY 2,299 ( લગભગ રૂપિયા 30,000 ) રાખવામાં આવી હતી . ફોનમાં  6.59 ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 120Hz રિફ્રેશ રેટ , 480Hz ટચ સેમ્પલિંગ રેટ અને 3,500 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . સાથે Dolby Vision  અને HDR10+ જેવી સુવિધાઓ પણ મળે છે .

ચાઈનીઝ વેરિઅન્ટમાં Media Tek Dimensity 8500 Ultra પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે 16GB સુધી LPDDRx RAM અને 512GB સુધી UFS 4.1 સ્ટોરેજ  સાથે આવે છે . આ ફોન IP66, IP 68, IP69 અને IP69K રેટિંગ સાથે ધૂળ અને પાણીથી સુરક્ષિત રાખે છે . ફોટોગ્રાફી માટે તેમાં 50 - મેગાપિક્સલ Sony  IMX882 મુખ્ય કેમેરા અને 8 - મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ લેન્સ આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે આ ફોનમાં 20 - મેગાપિક્સલ  ફ્રન્ટ કેમેરા છે .

બીજી તરફ ,  Redmi 17 5G  છે જેમાં હાઈ રિફ્રેશ રેટ LCD ડિસ્પ્લે મળશે . આ ફોન Snapdragon 4 સિરીઝ ચિપસેટ સાથે આવી શકે છે તેમાં 7000mAh થી મોટી બેટરી આપવામાં આવી શકે છે . કેમેરા વિભાગમાં 50 - મેગાપિક્સલનો મુખ્ય રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે . ફોન Android  16 આધારિત HyperOS 3 પર કામ કરશે તેવી પણ ચર્ચા છે .

કંપનીએ હાલમાં  Redmi Turbo 5 માટે ભારતમાં ટીઝર અભિયાન શરૂ કર્યું છે . Amazon અને Xiaomi India વેબસાઈટ પર ફોન માટે અલગ માઈક્રોસાઈટ  પણ લાઈવ થઈ ચુકી છે , જેનાથી તેની ઓનલાઈન ઉપલબ્ધતા પણ નક્કી થઈ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. YouTube પર Adsથી મળશે રાહત , DuckDuckGo એ લોન્ચ કર્યું બિલ્ટ - ઈન Ad Blocker
  2. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  3. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  4. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  5. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  6. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  7. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  8. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  9. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  10. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »