ભારતમાં Redmi Note 15 5G રૂપિયા 22,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો .
Photo Credit: Gadgets 360
Redmi 15 5G ભારતમાં ઓગસ્ટ 2025માં લોન્ચ કરવામાં આવ્યો .
Xiaomi એ ભારતમાં તેના બે લોકપ્રિય Redmi સ્માર્ટફોનની કિંમતોમાં વધાર્યો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે . બજારમાં વધતા ખર્ચને ધ્યાનમાં લઈને છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક બ્રાન્ડ્સે સ્માર્ટફોનના ભાવમાં વધાર્યું કર્યો છે . હવે એક ટિપસ્ટરના જણાવ્યા અનુસાર , Redmi Note 15 5G અને Redmi 15 5G પણ ભાવવધારો કરનાર મોડેલ બની ગયા છે . એવું કહેવાય છે કે નવી કિંમતો પહેલેથી જ અમલમાં આવી ગઈ છે , જેના કારણે બંને ફોનના જુદા જુદા વેરિઅન્ટસ તેમની લોન્ચ કિંમત કરતા વધુ મોંઘા બન્યા છે .
ટિપસ્ટર સંજુ ચૌધરીએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે Xiaomi એ Redmi Note 15 5G અને Redmi 15 5Gની કિંમતોમાં રૂપિયા 2000નો વધારો કર્યો છે . તેમના જણાવ્યા મુજબ , Redmi Note 15 5Gનું 8GB + 128GB વેરિઅન્ટ હવે 26,999 રૂપિયામાં ઉપલબ્ધ છે , જયારે 8GB + 256GB મોડેલની કિંમત વધીને રૂપિયા 29,999 થઈ છે .
Price hike alert 🚨
— Sanju Choudhary (@saaaanjjjuuu) May 25, 2026
REDMI has increased the prices of its smartphone models by up to ₹2K:
Redmi Note 15:
8/128GB: ₹24,999 → ₹26,999
8/256GB: ₹27,999 → ₹29,999
Redmi 15:
6/128GB: ₹18,499 → ₹20,499
8/128GB: ₹20,499 → ₹22,499
8/256GB: ₹22,499 → ₹24,499
The… pic.twitter.com/SufrfVCFLm
Redmi Note 15 5G ભારતમાં લોન્ચ સમયે 8GB + 128GB મોડેલ માટે 22,999 રૂપિયામાં ઉપલબ્ધ હતો , જયારે 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા હતી .
બીજી તરફ , Redmi 15 5G ની કિંમતોમાં પણ વધાર્યો નોંધાયો હોવાનું કહેવાય છે . ફોનમાં 6GB + 128GB વેરિઅન્ટની નવી કિંમત 20,499 રૂપિયા હોવાનું જણાવાયું છે . જયારે 8GB + 128GB મોડેલ હવે 22,499 રૂપિયામાં અને ટોપ - એન્ડ 8GB + 256GB વેરિઅન્ટ 24,499 રૂપિયામાં ઉપલબ્ધ છે .
આ ફોન લોન્ચ સમયે ઘણી ઓછી કિંમતે રજૂ થયા હતા . Redmi 15 5G નું 6GB + 128GB વેરિઅન્ટ 14,999 રૂપિયામાં , 8GB + 128GB મોડેલ 15,999 રૂપિયામાં અને 8GB + 256GB વેરિઅન્ટ 16,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા હતા .
નવા અહેવાલો મુજબ , સુધારેલી કિંમતો હવે Redmi India ની સત્તાવાર વેબસાઈટ પર પણ લાઈવ થઈ ગઈ છે . જોકે , કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે ભાવવધારાની જાહેરાત કરી નથી . ગેજેટ્સ 360 દ્રારા પણ આ મામલે Redmi નો સંપર્ક કરવામાં આવ્યો છે અને કંપનીનો અભિપ્રાય મળ્યા બાદ વધુ માહિતી અપડેટ કરવામાં આવશે .
નોંધ લેવાવાળી વાત એ છે કે આ પહેલી વાર નથી જયારે Redmi Note 15 5G અને Redmi 15 5G ના ભાવમાં વધારો થયો હોય . એપ્રિલ મહિનામાં પણ બંને સ્માર્ટફોનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો .
જાહેરાત
જાહેરાત
Oppo Find X10 Tipped to Feature 165Hz Refresh Rate Display, 8,000mAh Battery