8000mAh બેટરીથી લઈને 144Hz ડિસ્પ્લે સુધી , Realme P4R 5G, OnePlus Nord CE6 Lite અને Poco M8 5Gની સરખામણી

Realme એ તાજેતરમાં નવો Realme P4R 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે , જે OnePlus Nord CE6 Lite અને Poco M8 5G સાથે સ્પર્ધા કરશે

8000mAh બેટરીથી લઈને 144Hz ડિસ્પ્લે સુધી ,  Realme P4R 5G, OnePlus Nord CE6 Lite અને  Poco M8 5Gની સરખામણી

Photo Credit: Realme/OnePlus/Poco

Realme P4R 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G

હાઇલાઇટ્સ
  • Realme P4R 5G માં 8000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે
  • Poco M8 5Gમાં Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર સાથે આવે છે
  • OnePlus Nord CE6 Lite માં 6.72 ઇંચની Full HD +LCD ડિસ્પ્લે
જાહેરાત

તાજેતરમાં Realme એ ભારતીય બજારમાં પોતાનો નવો   Realme P4R 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે . આ ફોન  OnePlus Nord CE6 Lite અને  Poco M8 5G જેવા લોકપ્રિય સ્માર્ટફોનને સીધી ટક્કર આપે છે . આ ત્રણેય સ્માર્ટફોન અલગ - અલગ પ્રોસેસર , ડિસ્પ્લે અને બેટરી ક્ષમતાઓ સાથે આવે છે . જો તમે નવો 5G સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ સરખામણી તમારા માટે ઉપયોગી બની શકે છે .

Realme P4R 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G કિંમત અને સ્ટોરેજ :

Realme P4R 5G ના 4GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 18,999 છે , જયારે  6GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 20,999 અને 6GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 22,999 રાખવામાં આવી છે .

OnePlus Nord CE6 Lite નો 6GB + 128GB વેરિઅન્ટ રૂપિયા 22,999માં અને 8GB +128GB વેરિઅન્ટ 25,999 રૂપિયામાં ,મળે છે .

Poco M8 5G નો 6GB + 128GB વેરિઅન્ટ રૂપિયા 19,999 માં અને 8GB + 128GB વેરિઅન્ટ રૂપિયા 21,999માં ઉપલબ્ધ છે .


Realme P4R 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G ડિસ્પ્લે :

Realme P4R 5G  માં 6.8 ઇંચની HD + ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 144Hz રિફ્રેશ રેટ અને 1200 nits સુધીની બ્રાઇટનેસ સપોર્ટ કરે છે .

OnePlus Nord CE6 Lite માં 6.72 ઇંચની Full HD +LCD ડિસ્પ્લે છે . તેમાં 144Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે .

Poco M8 5G માં 6.77 ઇંચની 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 3200 nits સુધીની પીક બ્રાઇટનેસ સાથે આવે છે .

Realme P4R 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G પ્રોસેસર :

Realme P4R 5G Media Tek Dimensity  6300 પ્રોસેસર દ્રારા સંચાલિત છે અને Android 16 આધારિત Realme UI 7.0 પર ચાલે છે .

OnePlus Nord CE6 Lite માં વધુ શક્તિશાળી Media Tek Dimensity 7400 Apex ચિપસેટ આપવામાં આવ્યો છે અને આ Android 16 આધારિત OxygenOS 16 સાથે આવે છે .

Poco M8 5Gમાં Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર સાથે આવે છે અને તે Android 15 આધારિત HyperOS 2 પર કાર્ય કરે છે .

Realme P4R 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G કેમેરા :

Realme P4R 5Gમાં 50MP નો મુખ્ય કેમેરા ઉપરાંત 2MP નો મોનોક્રોમ સેન્સર પણ આપવામાં આવ્યું છે જયારે ફ્રન્ટ કેમેરા 8MP નો છે .

OnePlus Nord CE6 Lite માં 50MP મુખ્ય કેમેરા ઉપરાંત 2MP મોનોક્રોમ સેન્સર પણ આપવામાં આવ્યું છે જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યું છે .

Poco M8 5G માં 50MP મુખ્ય કેમેરા સાથે 2MP નો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે , જયારે આ ફોનમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 20MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે .

Realme P4R 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G બેટરી :

Realme P4R 5G માં 8000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે .

OnePlus Nord CE6 Lite માં 7,000mAh બેટરી અને 45W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે .

Poco M8 5G માં 5,520mAh બેટરી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy A36 5G સસ્તો થયો , બેંક ઓફર અને એક્સચેન્જથી થશે વધુ બચત
  2. 7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ , OnePlus ફોન પર બેંક ઓફર્સ સાથે મોટી બચત
  3. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  4. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  5. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  6. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  7. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  8. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  9. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  10. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »