OnePlus Nord CE 6 સિરીઝ : 144Hz ડિસ્પ્લે અને 8000mAh બેટરી સાથે

Nord CE 6 અને Nord CE 6 Lite વેચાણ માટે એમેઝોન પર ઉપલબ્ધ રહેશે

OnePlus Nord CE 6 સિરીઝ : 144Hz ડિસ્પ્લે અને 8000mAh બેટરી સાથે

Photo Credit: Amazon/ OnePlus

OnePlus એ Nord CE 6 ને ત્રણ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે .

હાઇલાઇટ્સ
  • ભારતમાં 7 મેના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે
  • Snapdragon 7s Gen 4 ચિપસેટ આપવામાં આવશે
  • એક ચાર્જ પર આ ફોન 2.5 દિવસથી વધુ ચાલે
જાહેરાત

OnePlus એ સોમવારે તેના નવા આવનારા સ્માર્ટફોન OnePlus Nord CE 6  અને Nord CE 6 Lite ની ભારત માટેની લોન્ચ તારીખ સત્તાવાર રીતે જાહેર કરી છે . કંપનીના નવા મિડ - રેન્જ પોર્ટફોલિયોમાં આ બંને હેન્ડસેટને એડ કરવામાં આવ્યો છે , જેમાં પહેલેથી જ રજૂ થયેલ OnePlus Nord 6 સામેલ છે . લોન્ચ પહેલા જ OnePlus દ્રારા Nord CE 6 ના કેટલાક મુખ્ય ફીચર્સનો ખુલાસો કરવામાં આવ્યો છે , જેના કારણે યુઝર્સમાં ઉત્સુકતા વધી છે . કિંમત , ઉપલબ્ધતા અને  લોન્ચ   ઓફર્સ  અંગેની સંપૂર્ણ માહિતી 7 મેના રોજ લોન્ચ ઇવેન્ટમાં જાહેર થશે .

OnePlus Nord CE 6  અને  Nord CE 6 Lite ભારતમાં લોન્ચ તારીખ 

કંપની અનુસાર  OnePlus Nord CE 6  અને  Nord CE 6 Lite ભારતમાં 7 મેના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે .  Nord CE 6 ત્રણ નવા કલર વિકલ્પો  ફ્રેશ બ્લુ , લુનર પર્લ અને પીચ બ્લેકમાં ઉપલબ્ધ રહેશે . બીજી તરફ  Nord CE 6 Lite વિવિડ મિન્ટ અને હાઇપર બ્લેક કલર ઓપ્શનમાં આવશે . આની ખાસ વાત એ છે કે  લાઈટ વેરિઅન્ટ લગભગ બે વર્ષ બાદ ફરી રજૂ થઈ રહ્યો છે અને તે જૂન 2024માં લોન્ચ થયેલ  Nord CE 4 Lite નો અપગ્રેડ ગણાય છે .

OnePlus Nord CE 6  અને  Nord CE 6 Lite સ્પેસિફિકેશન્સ 

ફીચર્સની વાત કરીએ તો ,  OnePlus Nord CE 6  માં Snapdragon 7s Gen 4 ચિપસેટ આપવામાં આવશે , જે સ્મૂથ અને ઝડપી પરફોર્મન્સ માટે સારો છે . સાથે જ તેમાં એક ટચ રિફ્લેક્સ ચિપ પણ મળશે , જે ડયુઅલ ચિપ આર્કિટેક્ચર દ્રારા રિસ્પોન્સ ટાઈમ અને યુઝર અનુભવને વધુ સુધારે છે . ગેમિંગ માટે , આ સ્માર્ટફોન 3200Hz ટચ સેમ્પલિંગ રેટ અને 144fps સુધી સપોર્ટ આપે છે , જે હાઈ એન્ડ ગેમિંગ માટે મદદરૂપ છે . તેમાં 6 એક્સિસ ગાયરોસ્કોપ અને મોટી વેપર  ચેમ્બર કુલિંગ સિસ્ટમ પણ છે , જે લાંબા સમય સુધી ગેમિંગ દરમિયાન ડિવાઈસને ઠંડુ રાખે છે . 

ડિસ્પ્લેની વાત કરીએ તો Nord CE 6 6.78 ઇંચની 1.5K રિઝોલ્યુશન સાથેની સ્ક્રીન અને 144Hz રિફ્રેશ રેટ સાથે આવશે , જે સ્મૂથ સ્ક્રોલિંગ અને વિઝ્યુઅલ અનુભવ આપે છે . આ ફોનમાં બેટરી પણ મોટી આપવામાં આવે છે . આ ફોનમાં 8,000mAhની બેટરી મળશે , જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને  સપોર્ટ કરે છે  . કંપની દાવો કરે છે કે એક ચાર્જ પર આ ફોન 2.5 દિવસથી વધુ ચાલે છે અને તેમાં બાયપાસ ચાર્જિંગ અને 27W રિવર્સ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે  .

OnePlus Nord CE 6  ને MIL - STD -810H સર્ટિફિકેશન અને IP66 , IP68 , IP69 તથા IP69K જેવી મજબૂત રેટિંગ પણ આપવામાં આવી છે . જે તેને પાણી અને ધૂળ સામે વધુ સુરક્ષિત બનાવે છે . આ ફોન માટેની બાકીની માહિતી જેમ કે કિંમત , ઉપલબ્ધતા અને  લોન્ચ ઓફર્સ  અંગેની સંપૂર્ણ માહિતી 7 મેના રોજ લોન્ચ ઇવેન્ટમાં જાહેર થશે ,

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એક જ રિચાર્જમાં આખું વર્ષ ! Jio ના રૂપિયા 3,599 અને રૂપિયા 3,999 પ્લાનમાં મળે છે અનેક લાભો
  2. iPhone 17 Pro ખરીદવાની મોટી તક ! Flipkart સેલમાં મળી રહ્યો છે ભારે ડિસ્કાઉન્ટ
  3. 8000mAh બેટરીથી લઈને 144Hz ડિસ્પ્લે સુધી , Realme P4R 5G, OnePlus Nord CE6 Lite અને Poco M8 5Gની સરખામણી
  4. 200MP કેમેરા અને 7050mAh બેટરીવાળો Oppo Find X9 Ultra હવે ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  5. તત્કાલ ટિકિટ બુકિંગ થશે વધુ સરળ ? રેલવે મંત્રીએ નવી IRCTC વેબસાઈટ લોન્ચની કરી જાહેરાત
  6. હવે AI એજન્ટ કરશે ખરીદી અને પેમેન્ટ ! Pine Labsનું નવું P3P પ્રોટોકોલ લોન્ચ
  7. 27 જૂનનો મોટો ધમાકો : Tata Sierra EV એન્ટ્રી માટે તૈયાર , Creta Electricને આપશે કડક ટક્કર
  8. Samsung Galaxy S25 Edge અડધી કિંમતે ઉપલબ્ધ , ફ્લિપકાર્ટ સેલમાં મળી રહી છે મોટી ડીલ
  9. AI Soccer Mode સાથે Samsung Big TV લોન્ચ ઓફર , મફત ટીવી અને સાઉન્ડબાર જીતવાની તક
  10. Avatar AIનું નવું મોડેલ Varya ભારતીય સંદર્ભને વધુ સારી રીતે સમજી શકશે .
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »