OnePlus  Nord CE 6 Lite ભારતમાં લોન્ચ  :  સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ જાહેર 

OnePlus  Nord CE 6 Lite ભારતમાં આવતા મહિને OnePlus  Nord CE 6મોડેલ સાથે લોન્ચ કરવામાં આવશે .

OnePlus  Nord CE 6 Lite ભારતમાં લોન્ચ   :  સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ જાહેર 

Photo Credit: OnePlus

OnePlus  Nord CE 6 Lite બે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે .

હાઇલાઇટ્સ
  • OnePlus Nord CE 6 Lite Media Tek Dimensity 7000 સિરીઝ ચિપસેટ
  • ફોનમાં Android 16 આધારિત OxygenOS 16
  • સ્માર્ટફોનમાં 7,000mAh મોટી બેટરી
જાહેરાત

OnePlus Nord CE 6 સિરીઝ ભારતમાં લોન્ચ થયો છે . આ લાઇનઅપમાં બે મોડેલ શામેલ  છે , જેમાં આ OnePlus Nord CE 6  Lite નો સમાવેશ થાય છે , જ્યાં કંપની આ સ્ટાન્ડર્ડ મોડેલ વિશે ધીમે ધીમે માહિતી જાહેર કરી રહી છે ત્યાં Lite વેરિઅન્ટ વિશે અત્યાર સુધી ડિઝાઈન સિવાય કોઈ પણ માહિતી બહાર પાડવામાં આવી નથી . હવે લોન્ચ પહેલા , બ્રાન્ડે તેની માઈક્રોસાઈટ અપડેટ કરીને કિંમત , સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે મહત્વની માહિતી જાહેર કરી છે . OnePlus Nord CE 6 Lite Media Tek Dimensity 7000 સિરીઝ ચિપસેટ સાથે આવશે , જયારે સ્ટાન્ડર્ડ મોડેલ Snapdragon 7s Gen 4 SoCથી સંચાલિત હશે .

OnePlus Nord CE 6  Lite સ્પેસિફિકેશન , ફીચર્સ 

નવી મળેલ માહિતી મુજબ , OnePlus Nord CE 6 Liteએ   Media Tek Dimensity 7400 એપેક્સ ચિપસેટ સાથે આવશે . કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન  રૂપિયા 20,000 થી રૂપિયા 25,000 ની કિંમત વચ્ચેનો " સૌથી ઝડપી ફોન " બની શકે છે . AnTuTu બેન્ચમાર્ક પર તેને 10,30,000થી વધુ સ્કોર મળ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે  .

ફોનમાં Android 16 આધારિત OxygenOS 16 મળશે . કંપની અનુસાર , આંતરિક ટેસ્ટિંગ મુજબ આ ડિવાઈસ પાંચ વર્ષ સુધી સ્મૂથ પરફોર્મન્સ આપશે . તેમાં  ફ્લેટ ડિસ્પ્લે સાથે 144Hz રિફ્રેશ રેટ મળશે અને સેલ્ફી કેમેરા માટે હોલ પંચ ડિઝાઈન આપવામાં આવશે .

હવે વાત કરીએ ગેમિંગની તો , OnePlus Nord CE 6 Lite Subway Surfers માં 144fps સુધી સપોર્ટ કરશે . જયારે BGMI અને Call of Duty Mobile જેવી ગેમ્સમાં 90fps સુધી મર્યાદિત રહેશે .

બેટરીની વાત કરીએ તો , આ સ્માર્ટફોનમાં 7,000mAh મોટી બેટરી આપવામાં આવશે , જે બે દિવસ સુધીનો બેકઅપ આપી શકે છે . કંપનીનો દાવો છે કે 1,200 ચાર્જ સાયકલ બાદ પણ બેટરી સારી ક્ષમતા જાળવી રાખશે .

કેમેરા સેટઅપમાં ડયુઅલ રિયર કેમેરા મળશે , જેમાં 50MP પ્રાઈમરી સેન્સર રહેશે . ફોન 4K વિડીયો રેકોર્ડિંગ અને 4K મોશન ફોટો સપોર્ટ પણ આપશે . OnePlus Nord CE 6 Lite ભારતમાં 7 મેના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થવાનું છે અને આવનારા દિવસોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે .


 


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »