OnePlus Nord CE 6 અને CE 6 Lite ટૂંક સમયમાં લોન્ચ થશે , AI ફીચર્સ અને શક્તિશાળી પરફોર્મન્સ સાથે

OnePlus Nord CE 6 , Android 16 ના OxygenOS 16 પર ચાલશે

OnePlus Nord CE 6  અને CE 6 Lite ટૂંક સમયમાં લોન્ચ થશે , AI ફીચર્સ અને શક્તિશાળી પરફોર્મન્સ સાથે

Photo Credit: OnePlus

Nord CE 6 ભારતમાં OnePlus Nord CE 6 Lite ની સાથે લોન્ચ કરવામાં આવશે .

હાઇલાઇટ્સ
  • આ સ્માર્ટફોન 7 મેના રોજ લોન્ચ થશે
  • જેમાં 144Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે , શક્તિશાળી Snapdragon ચિપસેટ અને 50MP
  • સ્મૂથ સ્ક્રોલિંગ , ગેમિંગ અને વિડીયો કન્સમ્પશન માટે વધુ શાર્પ
જાહેરાત

OnePlus ભારતમાં તેના મિડ રેન્જ સ્માર્ટફોન પોર્ટફોલિયોને વધારવા જઈ રહ્યો છે . કંપની ટૂંક સમયમાં OnePlus Nord CE 6  અને OnePlus Nord CE 6  Lite  લોન્ચ કરશે . લોન્ચ પહેલા Nord CE 6 ના મુખ્ય ફીચર્સ સામે આવ્યા છે , જેમાં 144Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે , શક્તિશાળી Snapdragon ચિપસેટ અને 50MP  કેમેરાનો સમાવેશ થાય છે . આ સિવાય , તેમાં મોટી 8,000mAh બેટરી , AI આધારિત ફીચર્સ અને મજબૂત બિલ્ડ ક્વોલિટી પણ મળશે , જે યુઝર્સને  વધુ પ્રીમિયમ  અનુભવ આપશે .

ડિસ્પ્લે અને કેમેરા ફીચર્સ :

OnePlus Nord CE 6 માં 1.5K રિઝોલ્યુશન સાથે 144Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે આપવામાં આવશે , જે સ્મૂથ સ્ક્રોલિંગ , ગેમિંગ અને વિડીયો કન્સમ્પશન માટે વધુ  શાર્પ અને ફ્લુઈડ અનુભવ આપે છે . ખાસ કરીને  ગેમર્સ માટે આ ડિસ્પ્લે 144fps સુધીના ગેમિંગને સપોર્ટ કરે છે , જેથી લેગ ફ્રી પરફોર્મન્સ મળે છે . 

કેમેરા સેગ્મેન્ટની વાત કરીએ તો આ ફોનમાં 50MP નો પ્રાઈમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે , જે ડયુઅલ એક્સિસ OIS સપોર્ટ સાથે આવે છે , જેથી ફોટોગ્રાફી  અને વિડીયોગ્રાફીમાં વધુ સ્ટેબિલિટી મળે છે . સેલ્ફી માટે 32MPનો ઓટોફોક્સ ફ્રન્ટ કેમેરા મળશે , જે ક્લિયર ફોટોઝ માટે મદદરૂપ થશે .    આ ઉપરાંત  બંને કેમેરા 4K વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે જે , કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે .


 

પરફોર્મન્સ અને સોફ્ટવેર 

પરફોર્મન્સ માટે , આ સ્માર્ટફોન  Snapdragon 7s Gen 4  ચિપસેટથી ચાલે છે , જે સ્મૂથ મલ્ટીટાસ્કિંગ  અને હાઈ પરફોર્મન્સ ગેમિંગ માટે ડિઝાઈન કરવામાં  આવ્યો છે . સાથે જ તેમાં 3200Hz ટચ સેમ્પલિંગ રેટ સપોર્ટ કરતો ડેડિકેટેડ ટચ રિફ્લેક્સ ચિપ મળશે , જે ગેમિંગ દરમિયાન ફાસ્ટ અને રિપોન્સિવ ટચ અનુભવ આપે છે  .

સોફ્ટવેરની વાત કરીએ તો આ ફોન Android 16 આધારિત OxygenOS 16 પર ચાલશે . તેમાં AI આધારિત ફીચર્સ જેવી કે AI Eraser , AI Unblur , AI Reflection Eraser , AI Detail Boost, AI Perfect Shot અને AI Reframe  આપવામાં આવશે . સાથે જ  4K Motion Photos , Circle to Search અને Gemini Live જેવા અદ્યતન ટુલ્સનો પણ સમાવેશ થાય છે , જે યુઝર એક્સપિરીયન્સને વધુ સ્માર્ટ બનાવે છે .

બેટરી 

હવે વાત કરીએ બેટરીની તો આ OnePlus Nord CE 6 માં 8,000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે , જે લાંબા સમય સુધી ઉપયોગ માટે યોગ્ય છે . આ સાથે વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે , જેથી અન્ય ડિવાઈસને પણ ચાર્જ કરી શકાય .  આ ફોન IP66,  IP68, IP69 અને  IP69K રેટિંગ્સ સાથે આવે છે .


 

ભારતમાં લોન્ચ 

 OnePlus Nord CE 6  નો ભારતમાં લોન્ચ 7 મેના રોજ બપોરે 12 વાગ્યે યોજાશે , જેમાં તેની કિંમત અને ઉપલબ્ધતા જાહેર કરવામાં આવશે . આ સ્માર્ટફોન ફ્રેશ બ્લૂ , લુનાર પર્લ અને પિચ બ્લેક કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ રહેશે . કંપનીએ સંકેતો આપ્યા છે કે  OnePlus Nord CE 6  Lite બે વર્ષના અંતર બાદ  ફરીથી  માર્કેટમાં એન્ટ્રી કરશે , જે મિડ - રેન્જ સેગમેન્ટમાં વધુ વિકલ્પો ઉમેરાશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એક જ રિચાર્જમાં આખું વર્ષ ! Jio ના રૂપિયા 3,599 અને રૂપિયા 3,999 પ્લાનમાં મળે છે અનેક લાભો
  2. iPhone 17 Pro ખરીદવાની મોટી તક ! Flipkart સેલમાં મળી રહ્યો છે ભારે ડિસ્કાઉન્ટ
  3. 8000mAh બેટરીથી લઈને 144Hz ડિસ્પ્લે સુધી , Realme P4R 5G, OnePlus Nord CE6 Lite અને Poco M8 5Gની સરખામણી
  4. 200MP કેમેરા અને 7050mAh બેટરીવાળો Oppo Find X9 Ultra હવે ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  5. તત્કાલ ટિકિટ બુકિંગ થશે વધુ સરળ ? રેલવે મંત્રીએ નવી IRCTC વેબસાઈટ લોન્ચની કરી જાહેરાત
  6. હવે AI એજન્ટ કરશે ખરીદી અને પેમેન્ટ ! Pine Labsનું નવું P3P પ્રોટોકોલ લોન્ચ
  7. 27 જૂનનો મોટો ધમાકો : Tata Sierra EV એન્ટ્રી માટે તૈયાર , Creta Electricને આપશે કડક ટક્કર
  8. Samsung Galaxy S25 Edge અડધી કિંમતે ઉપલબ્ધ , ફ્લિપકાર્ટ સેલમાં મળી રહી છે મોટી ડીલ
  9. AI Soccer Mode સાથે Samsung Big TV લોન્ચ ઓફર , મફત ટીવી અને સાઉન્ડબાર જીતવાની તક
  10. Avatar AIનું નવું મોડેલ Varya ભારતીય સંદર્ભને વધુ સારી રીતે સમજી શકશે .
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »