Realme 16T 5G, Realme P4R 5Gટૂંક સમયમાં ભારતમાં આવી શકે: કલર અને સ્ટોરેજની વિગતો સામે આવી

Realme P4 Lite ફોન કંપનીનો P શ્રેણીમાં ડેબ્યૂ થનાર છેલ્લો મોડેલ હતો

Realme 16T 5G, Realme P4R 5Gટૂંક સમયમાં ભારતમાં આવી શકે: કલર અને સ્ટોરેજની વિગતો સામે આવી

Photo Credit: Gadget 360

Realme 16 Pro + 5G માં ચોરસ આકારનું રિયર કેમેરા મોડયુલ છે .

હાઇલાઇટ્સ
  • Realme 16 અને P4 લાઇનઅપ હેઠળ બે નવા ફોન લોન્ચ
  • Realme 16T 5G ઓરોરા ગ્રીન , સ્ટારલાઈટ બ્લેક અને સ્ટારલાઈટ રેડ કલરમાં
  • Realme P4R 5G લવંડર ગ્લેર , સિલ્વર ગ્લેર અને ટાઇટેનિયમ ગ્લેર કલર
જાહેરાત

એક ટીપસ્ટરના જણાવ્યા અનુસાર Realme ભારતમાં તેની Realme 16 અને P4 લાઇનઅપ હેઠળ બે નવા ફોન લોન્ચ કરવા જઈ રહી છે . આ ફોનને Realme 16T 5G અને Realme P4R 5G નામે બહાર પડાશે . જોકે કંપનીએ તેની સત્તાવાર લોન્ચ તારીખ હજુ સુધી જાહેર કરી નથી  પરંતુ લીક્સ દર્શાવે છે કે  આ બંને મોડેલ ટૂંક જ સમયમાં બજારમાં આવશે . અભિષેક યાદવ જેને X પરની પોસ્ટમાં દાવો કર્યો છે કે કંપની ભારતમાં નવા હેન્ડસેટ લોન્ચ કરવાની તૈયારીમાં છે . લીક અનુસાર Realme 16T 5Gને  RMX5268 મોડેલ નંબર સાથે અને Realme P4R 5Gને RMX5266 મોડેલ નંબર સાથે જોવા મળશે .

સ્ટોરેજ:

આ ફોનમાં સ્ટોરેજની વાત કરીએ તો Realme 16T 5G દેશમાં 6GB +128GB , 8GB +128GB અને 8GB+256GB RAM સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે  . જયારે વાત કરીએ Realme P4R 5Gની તો આ ફોનમાં 4GB +128GB , 6GB +128GB અને 6GB+256GB RAM વેચાણ માટે ઉપલબ્ધ રહેશે .

કલર:

કલર વિકલ્પોની વાત કરીએ તો લીક મુજબ Realme 16T  5G  ઓરોરા ગ્રીન , સ્ટારલાઈટ બ્લેક અને સ્ટારલાઈટ રેડ કલરમાં રજૂ થઇ શકે છે . જયારે Realme P4R 5G તમને લવંડર  ગ્લેર , સિલ્વર ગ્લેર અને ટાઇટેનિયમ ગ્લેર કલર વિકલ્પોમાં મળી રહેશે તેવી શક્યતા છે .

કંપનીએ અગાઉ ભારતમાં Realme 16 Pro + 5G અને Realme 16 Pro  5G ને 6 જાન્યુઆરીએ લોન્ચ કાર્ય હતા . આ બંને સ્માર્ટફોન 8GB +128GB સ્ટોરેજ  વેરિઅન્ટ માટેની કિંમત રૂપિયા 31,999 ની પ્રારંભિક કિંમતે રજૂ થયા . Pro + મોડેલ જે માસ્ટર ગોલ્ડ , માસ્ટર ગ્રે અને ઇન્ડિયા એક્સક્લુઝિવ કેમેલીયા પિંક  કલરમાં ઉપલબ્ધ છે  , જયારે Pro  વેરિઅન્ટ માસ્ટર ગોલ્ડ , પેબલ ગ્રે અને ઇન્ડિયા એક્સક્લુઝિવ ઓર્કિડ પર્પલ કલરમાં આવશે .

કંપનીએ તાજેતરમાં તેની P4 શ્રેણીમાં Realme P4 Lite સ્માર્ટફોન 20 ફેબ્રુઆરીએ રૂપિયા 9,999ની કિંમતે ભારતમાં લોન્ચ કર્યો હતો . આ મોડેલમાં 4GB  RAM  અને 64GB સ્ટોરેજ આવે છે . નવા અહેવાલો મુજબ Realme P4 Lite 5G   પણ આ લાઇનઅપમાં જોડાઈ શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy A36 5G સસ્તો થયો , બેંક ઓફર અને એક્સચેન્જથી થશે વધુ બચત
  2. 7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ , OnePlus ફોન પર બેંક ઓફર્સ સાથે મોટી બચત
  3. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  4. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  5. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  6. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  7. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  8. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  9. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  10. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »