Realme P3 Ultra 5G પર બેંક અને એક્સચેન્જ ઓફરની ધમાકેદાર તક , જાણો નવી કિંમત

Flipkart GOAT સેલમાં Realme P3 Ultra 5G પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે

Realme P3 Ultra 5G પર બેંક અને એક્સચેન્જ ઓફરની ધમાકેદાર તક , જાણો નવી કિંમત

Photo Credit: Realme

Realme P3 Ultra 5G માં 6.83 ઇંચની કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • Realme P3 Ultra 5G માર્ચ 2025માં રૂપિયા 26,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થય
  • Realme P3 Ultra 5Gમાં 6.83 ઇંચની કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે
  • ફોટોગ્રાફી માટે ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો
જાહેરાત

જો તમે Flipkart GOAT સેલ દરમિયાન શક્તિશાળી પરફોર્મન્સ ધરાવતો નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Realme P3 Ultra 5G તમારા માટે સારો વિકલ્પ બની શકે છે . સેલ દરમિયાન આ ફોન પર સીધી કિંમતમાં ઘટાડા ઉપરાંત બેંક ઓફર અને એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળી રહ્યો છે , જેના કારણે ગ્રાહકો વધુ બચત કરી શકે છે .

કિંમત :
ફ્લિપકાર્ટ પર Realme P3 Ultra 5Gના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત હાલમાં રૂપિયા 26,499 રાખવામાં આવી છે . ફ્લિપકાર્ટ Axis Bank કાર્ડ દ્રારા પેમેન્ટ કરવાથી ગ્રાહકોને રૂપિયા 1,800 સુધીનો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . ત્યારબાદ ફોનની અસરકારક કિંમત માત્ર રૂપિયા 24,699 રહે છે .

આ ઉપરાંત , જૂનો સ્માર્ટફોન એક્સચેન્જમાં આપવાથી રૂપિયા 19,600 સુધીની વધારાની બચત પણ મળી શકે છે . જોકે , એક્સચેન્જ ઓફરનો અંતિમ લાભ તમારા જૂના ફોનની સ્થિતિ અને મોડલ પર આધારિત રહેશે . નોંધનીય છે કે Realme P3 Ultra 5G માર્ચ 2025માં રૂપિયા 26,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . હાલની ઓફર મુજબ તે કુલ મળીને લગભગ રૂપિયા 2,300 સુધી સસ્તો મળી રહ્યો છે .

ડિસ્પ્લે અને પ્રોસેસર :
Realme P3 Ultra 5Gમાં 6.83 ઇંચની કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 2800x 1272 પિક્સલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે . સ્માર્ટફોનમાં MediaTek Dimensity 8350 Ultra ઓક્ટા - કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે સ્મૂથ ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગનો અનુભવ આપે છે .

બેટરી અને અન્ય ફીચર્સ :
ફોનમાં 6,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . આ સ્માર્ટફોન Android 15 આધારિત realme UI 6.0 પર કામ કરે છે . સુરક્ષા માટે તેમાં ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે . સાથે જ ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP66, IP68 અને IP69 રેટિંગ પણ આપવામાં આવી છે .

કેમેરા સેટઅપ :
ફોટોગ્રાફી માટે ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે , જેમાં OIS સપોર્ટ સાથેનો 50MP પ્રાઈમરી કેમેરા અને 8MP અલ્ટ્રા - વાઈડ કેમેરા સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 16MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

ડિઝાઈન અને કનેક્ટિવિટી :
Realme P3 Ultra 5Gની જાડાઈ માત્ર 7.38mm છે અને તેનું વજન 183 ગ્રામ છે , જેના કારણે તે પાતળી અને હલકી ડિઝાઈન ધરાવે છે . શક્તિશાળી પ્રોસેસર , મોટી બેટરી , પ્રીમિયમ ડિસ્પ્લે અને સેલ દરમિયાન મળતી આકર્ષક ઓફર્સને ધ્યાનમાં રાખીએ તો Realme P3 Ultra 5G આ કિંમતમાં એક મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »