જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Apple iPhone 16 તમારા માટે સારો વિકલ્પ બની શકે છે
Photo Credit: Apple
Apple iPhone 16 માં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે મળે છે
જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Apple iPhone 16 તમારા માટે સારો વિકલ્પ બની શકે છે . હાલમાં Flipkart પર આ ફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે . બેંક ઓફરનો લાભ લઈને તમે વધારે રૂપિયાની બચત કરી શકો છો . તો ચાલો જાણીએ આ iPhoneની કિંમત , ઓફર્સ અને ખાસ ફીચર્સ વિશે .
Flipkart પર Apple iPhone 16 ( 128GB ) વેરિઅન્ટની કિંમત રૂપિયા 67,900 રાખવામાં આવી છે . જો તમે Flipkart Axis Bank Credit card દ્રારા પેમેન્ટ કરો છો , તો તમને રૂપિયા 5,295 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે . ત્યારબાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 62,900 જેટલી થઈ જાય છે . આ ઉપરાંત જો તમે તમારો જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરો છો , તો રૂપિયા 49,850 સુધીનું એક્સચેન્જ કિંમત મળી શકે છે . જોકે , એક્સચેન્જની સાચી કિંમત તમારા જૂના ફોનની સ્થિતિ અને મોડલ પર આધાર રાખશે . iPhone 16 સપ્ટેમ્બર 2024માં રૂપિયા 79,900ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે કે હાલ કિંમત કરતાં રૂપિયા 17,295થી વધુ સસ્તો મળી રહ્યો છે .
iPhone 16માં 6.1 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1179 x 2556 રિઝોલ્યુશન પિક્સલ છે . આની સ્ક્રીન 2000 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે , જેથી વધારે પ્રકાશમાં પણ ડિસ્પ્લે સ્પષ્ટ દેખાય છે .
ફોનમાં Apple A18 ચિપસેટ આપવામાં આવ્યો છે અને તે iOS 26 પર કામ કરે છે . સુરક્ષા માટે તેમાં IP68 રેટિંગ આપવામાં આવી છે , જે તેને ધૂળ અને પાણીથી બચાવે છે . કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 5G, 4G LTE, Wi-Fi 6E, Bluetooth, GPS , NFC અને USB Type-C પોર્ટ જેવી સુવિધાઓ મળે છે .
ફોટોગ્રાફી માટે iPhone 16માં 48MP વાઈડ કેમેરા , 12MP 2x ટેલિફોટો કેમેરા અને 12MP અલ્ટ્રાવાઈડ કેમેરા આપવામાં આવ્યા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . ફોનની લંબાઈ 147.6mm , પહોળાઈ 71.6mm અને જાડાઈ 7.8mm છે જયારે તેનું વજન માત્ર 170 ગ્રામ છે .
જાહેરાત
જાહેરાત
GTA 6 Had 'Strongest Pre-Order Campaign on Record', on Track to Generate Up to $5.2 Billion in First Week
Nothing Becomes India's Fastest-Growing Brand Amid Smartphone Market Slowdown in Q2 2026: Counterpoint