તમે વિવિધ પ્રકારના વિમાનો વિશે સાંભળ્યું હશે , પરંતુ આજે આપણે સૌથી મોટા કાગળના વિમાન વિશે વાત કરી રહ્યા છીએ
Photo Credit: X/Guinness World Records
કાગળના વિમાનની પાંખો 65.75 ફૂટ છે
ઈટાલીના બોલોનિયામાં એરોસ્પેસ એન્જિનિયરિંગના વિધાર્થીઓના એક ગ્રુપે દુનિયાનું સૌથી મોટું પેપર એરપ્લેન બનાવી અનોખો રેકોર્ડ બનાવ્યો છે. " ઈકારસ " નામના આ એરપ્લેનને માત્ર કાગળ અને ગુંદરથી તૈયાર કરવામાં આવ્યું હતું . 25 જૂને તેને સફળતાપૂર્વક ઉડાડવામાં આવ્યું અને તેણે વિમાનના હેંગરની લગભગ આખી લંબાઈ સુધી ઉડાન ભરી હતી અને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું . આ સિદ્ધિ સાથે " ઈકારસ " એ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું .
' ઈકારસ ' કેટલું મોટું છે ?
' ઈકારસ 'ના પાંખોનો ફેલાવો 65.75 ફૂટ છે , જયારે તેની લંબાઈ 23 ફૂટથી વધુ છે . આખું એરપ્લેન માત્ર કાગળ અને ગુંદરથી બનાવવામાં આવ્યું છે . તેની સફળ ઉડાન બાદ તેને દુનિયાનું સૌથી મોટું પેપર એરપ્લેન તરીકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું .
પ્રોજેક્ટની શરૂઆત :
આ પ્રોજેક્ટની શરૂઆત વિધાર્થીઓએ ક્લાસ દરમિયાન કાગળના એરપ્લેન ઉડાવવાની મજાકથી કરી હતી . પછી તેમણે આ વિચારને ગંભીરતાથી આગળ વધાર્યો . કુલ 16 સભ્યોની ટીમે આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું . MATLAB સિમ્યુલેશન , બે પ્રોટોટાઈપ અને મહિનાઓની મહેનત બાદ અંતિમ મોડલ તૈયાર કરવામાં આવ્યું . ત્યારબાદ બોલોનિયામાં યોજાયેલા " We Make Future " કાર્યક્રમાં તેનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું .
અંતિમ મોડલ તૈયાર કરતા પહેલાં ટીમે " પ્રોમેથિયસ " નામનું મોટું મોડલ બનાવી તેની મજબૂતાઈ તપાસી હતી . ત્યારબાદ " ડેડાલાસ " નામનું લગભગ 26 ફૂટ લાબું કાગળનું મોડલ બનાવાયું , પરંતુ તે સંપૂર્ણ રીતે સફળ થયો ન હતો . ત્યાર પછીના અનુભવમાં થોડા સુધારા - વધારા કરીને 13 ફૂટનું મોડલ બનાવવામાં આવ્યું , જે વધુ સારી રીતે ઉડી શકતું હતું .
' ઈકારસ ' એ બનાવ્યો નવો રેકોર્ડ :
ટીમે અંતિમ એરપ્લેનનું નામ ' ઈકારસ ' રાખ્યું , જે ગ્રીક પૌરાણિક કથાના પાત્ર પરથી પ્રેરિત છે . લગભગ 28.5 કિલોગ્રામ વજન ધરાવતા આ પેપર એરપ્લેનને ખુબ જ સાવધાનીથી તૈયાર કરવામાં આવ્યું હતું . સફળ ઉડાન બાદ તેને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાનું સૌથી મોટું પેપર એરપ્લેન તરીકે સ્થાન મળ્યું . આ સિદ્ધિ દર્શાવે છે કે સતત મહેનત અને સમજ સાથે સામાન્ય કાગળમાંથી પણ અસાધારણ સિદ્ધિ મેળવી શકાય છે .
જાહેરાત
જાહેરાત
Airtel Quietly Removes Rs. 549 Individual Postpaid Plan in India; Rs. 699 Plan Becomes Next Upgrade