Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?

જો Wi-Fiની સ્પીડ ધીમી થઈ જાય કે ઇન્ટરનેટ ન ચાલે તો ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે

Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?

Photo Credit: pexel

એલ્યુમિનિયમ ફોઈલથી Wi-Fiને સાચી દિશા આપવામાં મદદ મળે છે

હાઇલાઇટ્સ
  • Wi-Fiની સ્પીડ વધારવા માટે એલ્યુમિનિયમ ફોઈલ ઉપયોગી હોવાની ચર્ચા
  • આ ટેક્નોલોજીથી ઘરના જરૂરી વિસ્તારોમાં Wi-Fiનું કવરેજ અને ઈન્ટરનેટ સ્પીડમા
  • અમેરિકાની Dartmouth Collegeના સંશોધકોએ WiPrint નામની ટેક્નોલોજી વિકસાવી
જાહેરાત

ઘરમાં Wi-Fiનો ઉપયોગ હવે સામાન્ય બની ગયો છે . ઓફિસનું કામ હોય , ઓનલાઈન અભ્યાસ , ટીવી જોવું કે મોબાઈલ ચલાવવો હોય , બધું જ ઈન્ટરનેટ પર આધારિત છે . આવી સ્થિતિમાં જો Wi-Fi ધીમું ચાલે તો મુશ્કેલી ઊભી થાય છે . ઘણા લોકો માને છે કે રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી સ્પીડ વધી જાય છે . પરંતુ શું આ વાત સાચી છે ? એક રિસર્ચમાં આ અંગે રસપ્રદ માહિતી સામે આવી છે .

રિસર્ચમાં જાણવા મળ્યું :
અમેરિકાની Dartmouth Collegeના સંશોધકોએ WiPrint નામની ટેક્નોલોજી વિકસાવી છે . તેમાં સામાન્ય રસોડામાં વપરાતી એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી . તેના બદલે 3D પ્રિન્ટેડ ખાસ ડિઝાઈનવાળો રિફ્લેક્ટર પર એલ્યુમિનિયમની પાતળી પરત ચડાવવામાં આવી છે . આ રિફ્લેક્ટર Wi-Fiના સિગ્નલને ઘરના એવા ભાગમાં મોકલે છે જ્યાં વધુ સારા કવરેજની જરૂર હોય . સાથે જ ઘરની બહાર જતો સિગ્નલ પણ ઘટાડે છે .

સામાન્ય ફોઈલથી નહીં મળે એવો ફાયદો :
રિસર્ચમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે માત્ર સામાન્ય એલ્યુમિનિયમ ફોઈલને રાઉટરની પાછળ લગાવવાથી આ પ્રકારનો ફાયદો મળતો નથી . સારો પરિણામ મેળવવા માટે રિફ્લેક્ટરનું કદ અને ડિઝાઈન ખુબ મહત્વના છે . દરેક રિફ્લેક્ટર ઘરના રૂમ અને લેઆઉટ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે .

ફાયદો :
આ ટેક્નોલોજીથી ઘરના જરૂરી વિસ્તારોમાં Wi-Fiનું કવરેજ અને ઈન્ટરનેટ સ્પીડમાં સુધારો જોવા મળ્યો . સાથે જ ઘરની બહાર ફેલાતા સિગ્નલમાં ઘટાડો થયો . પરિણામે નેટવર્કનો બિનજરૂરી વિસ્તાર ઓછો થાય છે અને બહારના લોકો  માટે તમારા Wi-Fiને શોધવું થોડું મુશ્કેલ બની શકે છે .

સુરક્ષા માટે પૂરતું નથી :
રિસર્ચમાં એ પણ જાણવાયું છે કે આ કોઈ સુરક્ષા ઉપાય નથી . Wi-Fiને સુરક્ષિત રાખવા માટે મજબૂત પાસવર્ડ , WPA3 એન્ક્રિપ્શન અને રાઉટરના નિયમિત ફર્મવેર અપડેટ્સ જરૂરી છે .

રાઉટરના સિગ્નલ દરેક દિશામાં :
મોટાભાગના ઘરેલુ Wi-Fi રાઉટર દરેક દિશામાં રેડિયો સિગ્નલ મોકલે છે . તેથી ઘરની બહાર પણ થોડો સિગ્નલ પહોંચે છે ,જેનો કોઈ ખાસ ફાયદો થતો નથી . ખાસ ડિઝાઈન કરાયેલા રિફ્લેક્ટરનો હેતુ આ સિગ્નલને જરૂરી દિશામાં કેન્દ્રિત કરવાનો છે , જેથી ઘરની અંદર વધુ સારી કનેક્ટિવિટી મળી શકે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »