8000mAh બેટરી સાથે આવ્યું Portronics  Kinetics 8K, 5 કલાક સુધી આપશે પાવર બેકઅપ 

Portronics Kinetics 8K Mini UPS ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે . તેમાં 8000mAh બેટરી અને 5 કલાક સુધીનો બેકઅપ છે .

8000mAh બેટરી સાથે આવ્યું Portronics  Kinetics 8K, 5 કલાક સુધી આપશે પાવર બેકઅપ 

Photo Credit: Portronics

Portronics Kinetics 8K Mini UPS 5 કલાક સુધીનો બેકઅપ આપી શકે છે .

હાઇલાઇટ્સ
  • Portronics Kinetics 8Kની કિંમત રૂપિયા 2,999 રાખવામાં આવી
  • કનેક્ટિવિટીની માટે તેમાં 5V/2.1A , 9V/2A અને 12V/1.5A DC આઉટપુટ
  • Kinetics 8K કોમ્પેકટ અને હળવા વજનના ફોર્મ ફેક્ટર સાથે
જાહેરાત

પોટ્રોનિક્સે  ભારતીય બજારમાં તેનું નવું કાઈનેટિક્સ 8K મીની UPS લોન્ચ કર્યું છે . આ કોમ્પેકટ પાવર બેકઅપ ડિવાઈસ ખાસ કરીને Wi - Fi રાઉટર , મોડેમ અને પસંદગીના સુરક્ષા કેમેરા જેવા ડિવાઇસો માટે તૈયાર કરવામાં આવ્યું છે . કંપનીનો દાવો છે કે લાઈટ જતી રહે ત્યારે પણ આ ડિવાઇસ ઈન્ટરનેટ કનેક્ટિવિટી  જાળવી રાખવામાં મદદ કરે છે .  તેમાં 8,000mAh ક્ષમતાવાળી બેટરી આપવામાં  આવી છે , જે એક વખતના ચાર્જ પર 5 કલાક સુધીનો બેકઅપ આપી શકે છે  . Portronics  Kinetics 8Kની કિંમત રૂપિયા 2,999 રાખવામાં આવી છે .

 

Portronics  Kinetics 8Kની  કિંમત અને ઉપલબ્ધતા :
કિંમતની વાત કરીએ તો આ  Portronics  Kinetics 8Kની કિંમત રૂપિયા 2,999 રાખવામાં આવી છે . જોકે લોન્ચ ઓફરમાં ગ્રાહકોને રૂપિયા 1,699ની શરૂઆતની કિંમતે ખરીદી શકે  છે . આ મીની UPS કંપનીની સત્તાવાર વેબસાઈટ ઉપરાંત Amazon , Flipkart અને અન્ય ઓનલાઈન તેમજ ઓફલાઈન રિટેલ સ્ટોર્સ  પર ઉપલબ્ધ  છે . કંપની તેની સાથે 12 મહિનાની વોરંટી પણ ઓફર કરે છે .

 Portronics  Kinetics 8K ફીચર્સ :

ફીચર્સની  વાત કરીએ તો  Portronics  Kinetics 8K એ 12V DC Wi -Fi રાઉટરને સપોર્ટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે . કંપનીના જણાવ્યા અનુસાર , ડિવાઈસનો બેકઅપ સમય કનેક્ટ કરાયેલા ઉપકરણોના પાવર યુઝના આધારે બદલાઈ શકે છે . રિમોટ વર્ક , ઓનલાઈન ક્લાસ , વિડીયો સ્ટ્રીમિંગ અને સ્માર્ટ સુરક્ષા સિસ્ટમ્સ દરમિયાન સતત ઈન્ટરનેટ કનેક્શન જાળવવામાં આ ડિવાઈસ મદદરૂપ બની શકે છે .

કનેક્ટિવિટીની માટે તેમાં 5V/2.1A , 9V/2A અને  12V/1.5A DC આઉટપુટ આપવામાં આવ્યા છે . આ ઉપરાંત USB- A  અને Type -C પોર્ટ પણ ઉપલબ્ધ છે . આ પોર્ટસ દ્રારા બ્રોડબેન્ડ રાઉટર , ONT / ફાઈબર મોડેમ , સુરક્ષા કેમેરા અને અન્ય ઓછી લાઈટ વાપરતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પાવર સપ્લાય કરી શકાય છે .

 પોટ્રોનિક્સના જણાવ્યા મુજબ , Kinetics 8K પ્લગ - એન્ડ - પ્લે ડિઝાઈન સાથે આવે છે , જેના કારણે તેને ઇન્સ્ટોલ કરવા માટે કોઈ કઠિન સેટઅપની જરૂર પડતી નથી . લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન ડિવાઈસને ઠંડુ રાખવા માટે તેમાં બિલ્ટ - ઈન વેન્ટિલેશન સિસ્ટમ પણ આપવામાં આવી છે .

ડિઝાઈનની વાત કરીએ તો Kinetics 8K કોમ્પેકટ અને હળવા વજનના ફોર્મ ફેક્ટર સાથે આવે છે . તેને ક્રીમ - આઈવરી કલર ફિનિશમાં રજૂ કરવામાં આવ્યું છે , જે રાઉટર , વર્કસ્ટેશન કે હોમ એન્ટરટેઈનમેન્ટ સેટઅપ સાથે સરળતાથી ફિટ થઈ જાય છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »