વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી

iQOO ભારતમાં તેનો નવો સ્માર્ટફોન iQOO Z11 Lite આ મહિનાની 24 તારીખે લોન્ચ કરવા જઈ રહ્યો છે .

વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite  આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી

Photo Credit: iQOO

iQOO Z11 Liteમાં 6500mAhની બેટરી આપવામાં આવી છે .

હાઇલાઇટ્સ
  • iQOO Z11 Lite નું લોન્ચિંગ 24 જુલાઈએ થશે
  • AI Caption ફીચર રિયલ - ટાઈમ ટ્રાન્સક્રિપ્શન અને એક ટેપમાં સમરી તૈયાર કરવ
  • Military-Grade Durability અને SGS 5-Star Drop Resistance સર્ટિફિકેશન
જાહેરાત

iQOO ભારતમાં 24 જુલાઈએ પોતાનો નવો સ્માર્ટફોન iQOO Z11 Lite લોન્ચ કરવા જઈ રહી છે . કંપનીએ આ ફોન ખાસ કરીને કોલેજના વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કર્યો છે . ઓનલાઈન લેક્ચર , અસાઇનમેન્ટ , નોટ્સ તૈયાર કરવા અને દૈનિક મલ્ટીટાસ્કિંગને સરળ બનાવવા માટે તેમાં અનેક AI આધારિત ફીચર્સ આપવામાં આવ્યા છે . ઉપરાંત , બ્રાઇટ ડિસ્પ્લે અને મજબૂત ડિઝાઈન સાથે ફોન રૂપિયા 20,000ની આસપાસની કિંમતમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે .

 iQOO Z11 Lite  ઉપલબ્ધતા :

 iQOO Z11 Lite નું લોન્ચિંગ 24 જુલાઈએ થશે . ત્યારબાદ તેનું વેચાણ iQOOની સત્તાવાર વેબસાઈટ અને Amazon પર શરૂ કરવામાં આવશે . કંપની આ ફોનને Solar Flame અને Midnight Blue એમ બે કલર વિકલ્પોમાં રજૂ કરશે .

 iQOO Z11 Lite ફીચર્સ :

 iQOO Z11 Liteમાં AI આધારિત અનેક પ્રોડક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે . AI Creation દ્રારા લાંબા ડોક્યુમેન્ટ્સનો સારાંશ તૈયાર કરી શકાય છે , અસાઈનમેન્ટ સુધારી શકાય છે , કન્ટેન્ટ લખી શકાય છે , ટેક્સ્ટનું ભાષાંતર કરી શકાય છે અને નવા વિચારો મેળવવામાં મદદ મળે છે . આ ઉપરાંત , AI Caption ફીચર રિયલ - ટાઈમ ટ્રાન્સક્રિપ્શન અને એક ટેપમાં સમરી તૈયાર કરવાની સુવિધા આપે છે . તે વિધાર્થીઓને લેક્ચર અને વર્કશોપ દરમિયાન નોંધ લેવામાં મદદરૂપ બને છે .

 iQOO Z11 Lite બેટરી અને ડિઝાઈન :

આ સ્માર્ટફોનમાં 6500mAh બેટરી આપવામાં આવશે , જે 44W FlashCharge ને સપોર્ટ કરશે . કંપનીનો દાવો છે કે બેટરી લાંબા સમય સુધી સારી કામગીરી જાળવી રાખશે . ફોનમાં 1200 nits બ્રાઇટનેસવાળી ડિસ્પ્લે છે , જે તેજ પ્રકાશમાં પણ સ્પષ્ટ દેખાય છે . આ ઉપરાંત , મિનિમલિસ્ટ કેમેરા મોડયુલ અને કોલ તથા નોટિફિકેશન માટે ડાયનેમિક લાઈટ તેને આકર્ષક બનાવે છે .

iQOO Z11 Liteને રોજિંદા કેમ્પસ જીવનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે . તેમાં Military-Grade Durability  અને SGS 5-Star Drop Resistance સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે , જેથી અચાનક ફોન પડી જવા જેવી સ્થિતિમાં પણ ફોનને વધુ સુરક્ષા મળે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »