iQOO Z11 માં 165Hz ડિસ્પ્લે આવશે એવી પુષ્ટિ થઇ છે
Photo Credit: iQOO
Z11 ટર્બો તે iQOO Z11 લાઇનઅપમાં જોડાઈ શકે છે .
iQOO તેની Z-સિરીઝમાં નવો સ્માર્ટફોન iQOO Z11 ટૂંક જ સમયમાં ચીનમાં લોન્ચ કરવા જઈ રહી છે . આ ફોન લોન્ચ પહેલા જ Geekbench પર જોવા મળ્યો છે જેને કારણે તેના કેટલાક મહત્વના સ્પેક્સ અને પરફોર્મન્સની માહિતી સામે આવી છે . આ ફોનમાં Media Tek Dimensity 8500 પ્રોસેસર છે , જે iQOO Z11 ના નવા Android 16 પર ચાલે છે . iQOO Z11લોન્ચ પહેલા Geekbench પર લિસ્ટ થયો છે , જેમાં 16GB RAM સપોર્ટ જોવા મળે છે . આ ફોનમાં 165Hz ડિસ્પ્લે , 9020mAh ની મોટી બેટરી અને 6.83 ઇંચ OLED સ્ક્રીન મળવાની શક્યતા છે .
Geekbench લિસ્ટિંગ :
Geekbench લિસ્ટિંગ મુજબ, V2551A મોડેલ નંબર ધરાવતો આ ફોન iQOO Z11 હોઈ શકે છે . તેમાં Media Tek Dimensity 8500 પ્રોસેસર આપવામાં આવ્યો છે . ફોનમાં એક પ્રાઈમ કોર 3.40GHz પર , ત્રણ પરફોર્મન્સ કોર 3.20GHz પર અને ચાર કાર્યક્ષમ કોર 2.20GHz પર કામ કરે છે . સાથે જ તેમાં Mali-G720 GPU અને 16GB RAM મળશે .
પરફોર્મન્સ:
પરફોર્મન્સની વાત કરીએ તો Geekbench ટેસ્ટમાં ફોનને સિંગલ- કોરમાં 1,717 અને મલ્ટી કોરમાં 6,795 સ્કોર મળ્યા છે , જે સારા પરફોર્મન્સનો સંકેત આપે છે.
![]()
આ ફોન Android 16 પર ચાલે છે અને તેમાં OriginOS 6 મળશે . કંપનીએ પહેલાથી જ કન્ફ્રર્મ કર્યું છે કે તેમાં 165Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે મળશે . સાથે જ આ ફોનમાં લગભગ 9,020mAh ની મોટી બેટરી હોઈ શકે છે , જે iQOO ના ફોનમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી માનવામાં આવી રહી છે .
આ નવા અહેવાલો મુજબ, આ ફોનમાં 6.83 ઇંચની OLED ડિસ્પ્લે સાથે 1.5 રિઝોલ્યુશન મળી રહેશે . તે 16GB RAM અને 512GB સુધીના સ્ટોરેજ સાથે આવી શકે છે .
કિંમત:
હવે વાત કરીએ કિંમતની તો આ ફોનની કિંમત ચીનમાં લગભગ CNY 2,000 થી CNY 3,000 (અંદાજે રૂપિયા 27,000 થી 40,000) વચ્ચે હોઈ શકે છે . હાલમાં આ ફોન ચીનમાં પ્રી - ઓર્ડર માટે ઉપલબ્ધ છે .
જાહેરાત
જાહેરાત
Instagram Rolls Out New AI Voice Effects For Voice Notes With Eight Filters
Oppo Watch X3 With Snapdragon W5 Chipset, Over 100 Sports Modes Launched