Prime Day Sale શરૂ : બેંક ઓફર અને કેશબેક સાથે આ 5 સ્માર્ટફોન પર મોટી બચત

Amazon પર Amazon Prime Day Saleશરૂ થઈ ગઈ છે , Axis Bank અને SBI કાર્ડ પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે

Prime Day Sale શરૂ : બેંક ઓફર અને કેશબેક સાથે આ 5 સ્માર્ટફોન પર મોટી બચત

Photo Credit: Amazon

Amazon Prime Day Saleમાં જબરદસ્ત ડીલ્સ મળી રહી છે .

હાઇલાઇટ્સ
  • Amazon પર Amazon Prime Day Saleશરૂ થઈ
  • Amazon Prime Day Saleમાં જબરદસ્ત ડીલ્સ
  • સ્માર્ટફોન ખરીદનારાઓ માટે અનેક આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ
જાહેરાત

Amazon Prime Day Sale શરૂ થઈ ગઈ છે અને ગ્રાહકો માટે સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થયા છે . સેલ દરમિયાન Axis Bank અને SBI બેંકના કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે . ઉપરાંત Amazon પર ICICI ક્રેડિટ કાર્ડ દ્રારા પેમેન્ટ કરનાર ગ્રાહકોને 5 ટકા અનલિમિટેડ કેશબેકનો લાભ મળી શકે છે . Amazon Pay Later નો ઉપયોગ કરનારાઓ માટે 10 ટકા સુધીનું કેશબેક પણ ઉપલબ્ધ છે . આવો જાણીએ સેલ દરમિયાન મળતી પાંચ સૌથી ખાસ સ્માર્ટફોન ડીલ્સ વિશે .

Samsung Galaxy S25 Ultra 5G :

Samsung ના આ ફ્લેગશિપ સ્માર્ટફોનનો 12GB + 256GB વેરિઅન્ટ Amazon પર રૂપિયા 84,999માં ઉપલબ્ધ છે . ગયા વર્ષે જાન્યુઆરીમાં  તેની લોન્ચ કિંમત રૂપિયા 1,29,999 હતી , એટલે કે હાલમાં ગ્રાહકોને અંદાજે રૂપિયા 45,000 સુધીનો સીધો ફાયદો મળી રહ્યો છે . Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર વધારાનું 5 ટકા કેશબેક પણ મળી શકે છે . ફોનમાં 200MPનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે .

OnePlus N6 :

OnePlus N6 નું 6GB + 128GB મોડલ રૂપિયા 23,999માં વેચાઈ રહ્યું છે . SBI ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર રૂપિયા 500નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળતા તેની અસરકારક કિંમત રૂપિયા 23,499 થઈ જાય છે . ફોનમાં 8000mAhની મોટી બેટરી , 120Hz ડિસ્પ્લે , મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલિટી અને 50MP નો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે .

Redmi Turbo 5 :

8GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 37,999 છે , પરંતુ કૂપન ડિસ્કાઉન્ટ બાદ તે રૂપિયા 35,999 માં મળી રહ્યો છે. તેમાં 7540mAhની બેટરી સાથે 100W HyperCharge સપોર્ટ , MediaTek Dimensity 8500 Ultra ચિપસેટ અને 120Hz રિફ્રેશ રેટ ધરાવતી 6.59 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે .

iQOO 15R :

iQOO 15R નો 8GB +256GB વેરિઅન્ટ રૂપિયા 49,999 માં લિસ્ટ થયો છે . કૂપન ઓફર બાદ તેની અસરકારક કિંમત રૂપિયા 45,999 થઈ જાય છે .ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર અને 7600mAhની બેટરી આપવામાં આવી છે .

Nothing Phone ( 3 ) :

Nothing Phone ( 3 ) નું 12GB + 256GB મોડલ રૂપિયા 41,999માં ઉપલબ્ધ છે . Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર વધારાનું 5 ટકા કેશબેક પણ મળી શકે છે . ફોનમાં Snapdragon 8 Gen 4 પ્રોસેસર, 50MP ના ત્રણ રિયર કેમેરા અને 120Hz રિફ્રેશ રેટ સાથેની 1.5K AMOLED LTPS ડિસ્પ્લે આપવામાં આવી છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »