Prime Day Sale 2026 : Redmi , Realme , Lava અને iQOO ના ફોન પર જબરદસ્ત ઓફર્સ , 6 જુલાઈ સુધી મળશે લાભ

iQOO Z10 Lite 5G ને સેલમાં રૂપિયા 13,999 ખરીદી શકાય છે . આ ફોનની કિંમત 27,999 રૂપિયા છે

Prime Day Sale 2026 :  Redmi , Realme , Lava અને  iQOO ના ફોન પર જબરદસ્ત ઓફર્સ , 6 જુલાઈ સુધી મળશે લાભ

Photo Credit: Amazon

Amazon Prime Day Sale 2026 માં Realme , Redmi , Lava અને iQOO જેવા બ્રાન્ડ્સ સસ્તામાં મળી રહ્યા છે .

હાઇલાઇટ્સ
  • પ્રાઈમ સભ્યો માટે સ્માર્ટફોન સહિત અનેક કેટેગરીના પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર
  • EMI ટ્રાન્ઝેક્શન પર પસંદગીના સ્માર્ટફોન્સ પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કા
  • iQOO Z10 Lite 5G હાલમાં રૂપિયા 13,999માં ઉપલબ્ધ છે
જાહેરાત

Amazon Prime Day Sale 2026 શરૂ થઈ ગઈ છે અને પ્રાઈમ સભ્યો માટે સ્માર્ટફોન સહિત અનેક કેટેગરીના પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ છે . જો તમે ઓછા બજેટમાં નવો 5G સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ સેલ તમારા માટે સારી તક બની શકે છે . ખાસ કરીને રૂપિયા 15,000 થી ઓછી કિંમતમાં Redmi , Realme , Lava અને  iQOO જેવી બ્રાન્ડ્સના સ્માર્ટફોન્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે .

સીધી કિંમતમાં ઘટાડો ઉપરાંત , SBI અને Axis Bank ના ક્રેડિટ કાર્ડ દ્રારા ફૂલ પેમેન્ટ અથવા EMI ટ્રાન્ઝેક્શન પર પસંદગીના સ્માર્ટફોન્સ પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે . સાથે જ No Cost EMI , એક્સચેન્જ ઓફર અને અન્ય બેંક લાભો પણ ઉપલબ્ધ છે . જયારે Amazon Pay ICICI Bank Credit Card ધારકોને સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન પર 5%અનલિમિટેડ  કેશબેકનો લાભ મળશે . આ સેલ 6 જુલાઈ સુધી ચાલશે .

Redmi A7 Pro 5G :

Redmi A7 Pro 5G હાલમાં રૂપિયા 15,999 ના ભાવ સામે માત્ર રૂપિયા 12,998 માં ઉપલબ્ધ છે . એટલે કે ગ્રાહકોને લગભગ 19% નું સીધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે . બેંક ઓફરનો લાભ લઈને તેની કિંમતમાં વધુ રૂપિયા 700 સુધીનો ઘટાડો પણ મેળવી શકાય છે . સ્માર્ટફોનમાં 4GB RAM , 64GB સ્ટોરેજ , 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને 6,300mAhની મોટી બેટરી આપવામાં આવી છે .

Lava Bold N2 5G :

Lava Bold N2 5Gની કિંમત સેલ દરમિયાન રૂપિયા 11,999 રાખવામાં આવી છે , જયારે તેની MPR 15,999 છે . એટલે કે લગભગ 25% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે . ફોનમાં 4GB RAM , 64GB સ્ટોરેજ , 120Hz ડિસ્પ્લે , 6,000mAh બેટરી અને ધૂળ તેમજ પાણીથી સુરક્ષા માટે IP64 રેટિંગ આપવામાં આવ્યું છે .

Realme Narzo 100 Lite 5G :

Realme Narzo 100 Lite 5G પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે .રૂપિયા 24,999 ના MRP સામે આ ફોન માત્ર રૂપિયા 14,799 માં ખરીદી શકાય છે , એટલે કે લગભગ 41% સુધીની બચત થાય છે , તેમાં 4GB RAM , 64GB સ્ટોરેજ , 144Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને 7,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે .

iQOO Z10 Lite 5G :

 iQOO Z10 Lite 5G  હાલમાં રૂપિયા 13,999માં ઉપલબ્ધ છે , જયારે તેનો MRP 27,999 રૂપિયા છે . ફોનમાં MediaTek Dimensity 6300 5G પ્રોસેસર , 50MP નો મુખ્ય કેમેરા અને 6,000mAh આપવામાં આવી છે , જે લાંબા સમય સુધી ઉપયોગ માટે સારો વિકલ્પ બની શકે છે .

જો તમારું બજેટ રૂપિયા 15,000થી ઓછું છે અને તમે નવો 5G સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Amazon Prime Day Sale 2026 દરમિયાન ઉપલબ્ધ આ ડીલ્સ પર જરૂર નજર કરો .બેંક ઓફર્સ અને એક્સચેન્જ બોનસનો ઉપયોગ કરીને ફોનને વધુ ઓછી કિંમતે ખરીદી શકાય છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »