Amazon Now એ ગ્રાહકો માટે રૂપિયા 200 સુધીનું કેશબેક , મફત ડિલિવરી અને પ્લેટફોર્મ ફીમાં માફી જેવી ઓફર્સ રજૂ કરી છે
Photo Credit: Amazon India
Amazon Now ગ્રાહકોને આકર્ષવા માટે નવી કેશબેક અને ફ્રી ડિલિવરી ઓફર કરી રહી છે
એમેઝોન પોતાની કવિક કોમર્સ સેવા Amazon Nowનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે . વધુ ગ્રાહકોને પોતાની સાથે જોડવા માટે કંપનીએ અનેક આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર્સ શરૂ કરી છે . હાલમાં ઘણા ગ્રાહકોને રૂપિયા 399 થી વધુની ખરીદી પર રૂપિયા 50 સુધી અને રૂપિયા 1,499થી વધુના ઓર્ડર પર રૂપિયા 200 સુધીનું કેશબેક મળી રહ્યું છે . નવા ગ્રાહકોને પ્રથમ ઓર્ડર પર , જો ખરીદી રૂપિયા 300 થી વધુ હોય , તો રૂપિયા 100 સુધીનું વધારાનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે . ઉપરાંત , ફ્રી ડિલિવરી અને પ્લેટફોર્મ ફીમાંથી પણ રાહત આપવામાં આવી રહી છે .
એક અહેવાલ મુજબ , એમેઝોનનો મુખ્ય હેતુ હાલ નફો કમાવવાનો નથી , પરંતુ વધુમાં વધુ નવા ગ્રાહકોને પોતાની સેવા સાથે જોડવાનો છે . ઉધોગના નિષ્ણાંતોનું કહેવું છે કે કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિને કારણે તે લાંબા સમય સુધી આ ક્ષેત્રમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે . તેના કારણે Blinkit , Swiggy, Instamart અને અન્ય કવિક કોમર્સ કંપનીઓને કડક સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે .
તાજેતરમાં એમેઝોને જાહેરાત કરી હતી કે તે Amazon Now સેવાને દેશના 300 થી વધુ શહેરોમાં વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યું છે . ત્યારબાદ કંપનીના CEO એન્ડી જેસીએ વર્ષ 2030 સુધી ભારતમાં વધુ 13 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી . આ સાથે ભારતમાં એમેઝોનનું કુલ જાહેર કરાયેલ ઇન્વેસ્ટમેન્ટ 48 બિલિયન ડોલર સુધી પહોંચી જશે . જોકે આ રોકાણનો મોટો ભાગ AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે હશે , તેમ છતાં તે કંપનીના અન્ય વ્યવસાયોને પણ મજબૂત બનાવશે .
કંપની Amazon Now ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માઈક્રો ફુલફિલમેન્ટ નેટવર્કને મજબૂત બનાવવા માટે પહેલા જ રૂપિયા 2,800 કરોડના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી ચૂકી છે . આથી સ્પષ્ટ થાય છે કે કંપની હવે કવિક કોમર્સ બિઝનેસને મોટા પાયે આગળ વધારવાની તૈયારીમાં છે .
રિપોર્ટ્સ અનુસાર , મે મહિનામાં Amazon Nowના દરેક ડાર્ક સ્ટોરમાંથી દરરોજ આશરે 600 થી 700 ઓર્ડર પ્રોસેસ થતા હતા . જયારે Blinkit માં સરેરાશ 1,300 થી વધુ , Zepto માં લગભગ 1,200 , Flipkart Minutes માં 900 થી 1,000 અને Swiggy Instamart માં લગભગ 1,034 ઓર્ડર દરરોજ પ્રોસેસ થતા હતા . આ અંતરને ઘટાડવા માટે એમેઝોન હાલમાં કેશબેક અને ડિસ્કાઉન્ટ જેવી ઓફર્સ પર વધુ ભાર મૂકી રહ્યું છે .
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર , આગામી મહિનાઓમાં કવિક કોમર્સ માર્કેટમાં સ્પર્ધા વધુ તેજ બનશે . તેનો સૌથી મોટો ફાયદો ગ્રાહકોને મળશે , કારણ કે તેમને વધુ સારી ઓફર્સ , વધારાનું કેશબેક અને ઝડપી ડિલિવરી જેવી સુવિધાઓ મળવાની શક્યતા છે .
જાહેરાત
જાહેરાત