Amazon Prime Day 2026 શરૂ થવા તૈયાર , પ્રાઈમ સભ્યોને મળશે બેંક ઓફર્સ અને ખાસ બચત

એમેઝોન સેલ ઇવેન્ટની 10મી વર્ષગાંઠની ઉજવણી રૂપે આ ઓફર્સની જાહેરાત કરી

Amazon Prime Day 2026 શરૂ થવા તૈયાર , પ્રાઈમ સભ્યોને મળશે બેંક ઓફર્સ અને ખાસ બચત

Photo Credit: Amazon

પ્રાઈમ ડે સેલમાં જુદા જુદા પ્રોડક્ટ્સ ઓછી કિંમતે અને ખાસ ઓફર્સ સાથે મળી રહ્યા છે .

હાઇલાઇટ્સ
  • Amazon Prime Day 2026 સેલ 4 થી 6 જુલાઈ દરમિયાન યોજાશે .
  • Samsung, Sony, TCL, LG અને Xiaomi ના સ્માર્ટ ટીવી પર 65 ટકા સુધીનું ડિસ્ક
  • પ્રાઈમ ડે સેલ 4 જુલાઈના રોજ મધરાત્રે 12 વાગ્યે શરૂ થશે
જાહેરાત

ભારતમાં ઓનલાઈન શોપિંગ કરનારા ગ્રાહકો માટે Amazon Prime Day 2026 સેલની જાહેરાત કરી છે . કંપનીનો આ વાર્ષિક મેગા સેલ 4 જુલાઈથી શરૂ થઈ 6 જુલાઈ સુધી ચાલશે . ત્રણ દિવસીય આ ઇવેન્ટ દરમિયાન સ્માર્ટફોન , લેપટોપ , સ્માર્ટ ટીવી , હોમ એપ્લાયન્સિસ , ઓડિયો પ્રોડક્ટ્સ , સ્માર્ટ હોમ ડિવાઈસ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે . આ ઉપરાંત પ્રાઈમ સભ્યો માટે ખાસ બેંક ઓફર્સ , એક્સચેન્જ બોનસ , નો - કોસ્ટ EMI અને કેશબેક જેવી વધારાની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે .

પ્રાઈમ ડે સેલ 4 જુલાઈના રોજ મધરાત્રે 12 વાગ્યે શરૂ થશે અને 6 જુલાઈના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલુ રહેશે . SBI ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેમજ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનારા ગ્રાહકોને 10 ટકા સુધીની ઇન્સ્ટન્ટ બચત મળશે . જયારે Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ ધારકોને યોગ્ય ખરીદી પર અમર્યાદિત 5 ટકા સુધીનું કેશબેક મળશે .

સ્માર્ટફોન કેટેગરીમાં Samsung Galaxy M47 અને OnePlus N6 જેવા નવા મોડલ્સ ઉપલબ્ધ રહેશે . આ ઉપરાંત OnePlus Nord 6 , Redmi A7 Pro 5G, iQOO 15R , OnePlus Nord Buds 4 Pro અને Samsung Galaxy Buds 4 Pro જેવા પ્રોડક્ટ્સ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે . ગ્રાહકોને 66,000 સુધીનો એક્સચેન્જ બોનસ અને 12 મહિના સુધીનો નો - કોસ્ટ EMI વિકલ્પ પણ મળશે .

બીજા ઇલેક્ટ્રોનિક્સમાં boAt , Ray - Ban સહિતની બ્રાન્ડ્સના હેડફોન , વેરેબલ્સ અને અન્ય એક્સેસરીઝ પર 80 ટકા સુધીની છૂટ આપવામાં આવશે . GoPro HERO13 Black સહિતના કેમેરા અને એસેસરીઝ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે , જયારે લેપટોપ અને ટેબ્લેટ પર 40 ટકા તથા સ્પીકર્સ પર 60 ટકા સુધીની બચત મળશે .

Samsung, Sony, TCL, LG અને Xiaomi ના સ્માર્ટ ટીવી પર 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે . આ ઉપરાંત પસંદગીના પ્રોજેક્ટર્સ પર 70 ટકા સુધીની છૂટ ,રૂપિયા 5,000 સુધીના કૂપન લાભ , રૂપિયા 12,000 સુધીના બેંક ડિસ્કાઉન્ટ અને નો - કોસ્ટ EMIની સુવિધા પણ આપવામાં આવશે . Echo સ્માર્ટ સ્પીકર્સ , Fire TV ડિવાઈસ અને Kindle સહિતના Amazon પ્રોડક્ટ્સ પર પણ ખાસ ઓફર્સ ઉપલબ્ધ રહેશે . પ્રાઈમ ડે ના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે નવા ગ્રાહકો માટે વાર્ષિક પ્રાઈમ મેમ્બરશિપ માત્ર રૂપિયા 999 માં ઉપલબ્ધ કરાવવામાં આવી છે , જયારે તેની નિયમિત કિંમત રૂપિયા 1,499 છે .

પ્રાઈમ ડે સેલમાં જુદા જુદા પ્રોડક્ટ્સ ઓછી કિંમતે અને ખાસ ઓફર્સ સાથે મળી રહ્યા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Urtopiaની નવી Carbon Atom ઈ - બાઈક આવી , 90Nm ટોર્ક અને 8 સ્પીડ સિસ્ટમથી સજ્જ
  2. Amazon Prime Day 2026 શરૂ થવા તૈયાર , પ્રાઈમ સભ્યોને મળશે બેંક ઓફર્સ અને ખાસ બચત
  3. ફોલ્ડેબલ ફોન ખરીદવાનો મોકો ! Samsung Galaxy Z Flip 7 FE 5G ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  4. Vivo X500 Pro માં Dimensity 9600 pro ચિપસેટ મળવાની શક્યતા
  5. 0.7nm ચિપ સાથે IBMની મોટી સિદ્ધિ , વધુ ઝડપી અને ઊર્જા બચાવતી ટેક્નોલોજીનો દાવો
  6. Redmi Note 17 Proમાં Snapdragon 6 Gen 5 અને 9000mAh બેટરી મળવાની શક્યતા
  7. Spotify સાથે Vi ની ભાગીદારી , પસંદગીના પોસ્ટપેઈડ પ્લેનમાં મળશે ખાસ લાભ
  8. Realme 16, 16 Pro અને 16 Pro+ ખરીદવા હવે ચૂકવવા પડશે વધુ રૂપિયા , જાણો નવી કિંમત
  9. ફ્લિપકાર્ટ પર Oppo Find X9s સસ્તો થયો , બેંક ઓફરથી મળશે , રૂપિયા 4000 નું વધારાનું ડિસ્કાઉન્ટ
  10. Vivo X Fold 6ની એન્ટ્રી : 8.02 ઇંચ ડિસ્પ્લે , Dimensity 9500 ચિપ અને 1TB સ્ટોરેજનો સપોર્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »