OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ

કંપની OnePlus Nord Buds 4 ને બે કલરમાં લોન્ચ કરવા માટે તૈયાર છે

OnePlus Nord Buds 4ની  મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ

Photo Credit: OnePlus

Nord Buds 4 ને બે કલરમાં લોન્ચ કરવા માટે તૈયાર છે

હાઇલાઇટ્સ
  • OnePlus Nord Buds 4 ઈયરબડ્સ 25 જૂને લોન્ચ
  • OnePlus Nord Buds 4 માં 12mm ટાઇટેનિયમ - પ્લેટેડ ડાયનેમિક ડ્રાઈવર્સ
  • Nord Buds 4 માં ઇન - ઇયર ડિઝાઇન આપવામાં આવી
જાહેરાત

OnePlus એ તેના OnePlus Nord Buds 4  ઇયરબડ્સ 25 જૂને લોન્ચ કરવા જઈ રહી છે . લોન્ચ પહેલા જ કંપનીએ તેની કેટલીક મુખ્ય વિશેષતાઓ વિષે માહિતી શેર કરી છે . ખાસ કરીને , આ ઇયરબડ્સમાં મળતું 52dB એક્ટિવ નોઇઝ કેન્સલેશન ( ANC ) ફીચર તેનું સૌથી મોટું આકર્ષણ માનવામાં આવી રહ્યું છે . આ ટેક્નોલોજી આસપાસના અવાજને ઘટાડવામાં મદદ કરે છે , જેથી યુઝર્સને કૉલિંગ અને મ્યુઝિક સાંભળતી વખતે વધુ સારો અનુભવ મળે .  આ ઇયરબડ્સ કુલ 54 કલાક સુધીનો બેકઅપ આપી શકે છે .


OnePlus Nord Buds 4  માં 12mm ટાઇટેનિયમ - પ્લેટેડ ડાયનેમિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે . કંપનીનો દાવો છે કે આ ડ્રાઈવર્સ વધુ શક્તિશાળી બાસ અને સ્પષ્ટ વોકલ્સ આપે છે . પરિણામે , યુઝર્સને ગીતો સાંભળવા , ફિલ્મો જોવા અને ગેમિંગ દરમિયાન વધુ સારી સાઉન્ડ ક્વોલિટી મળશે .

ડિઝાઇનની વાત કરીએ તો , Nord Buds 4 માં ઇન - ઇયર ડિઝાઇન આપવામાં આવી છે , જેમાં સોફ્ટ સિલિકોન ટિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે . આ ડિઝાઇન લાંબા સમય સુધી પહેરવામાં પણ આરામદાયક અનુભવ આપે છે . ઇયરબડ્સમાં સ્ટેમ - સ્ટાઇલ બોડી આપવામાં આવી છે , જયારે ચાર્જિંગ કેસને નવી લંબચોરસ ડિઝાઇન આપવામાં આવી છે . દરેક ઇયરબડનું વજન માત્ર 4.3 ગ્રામ છે , જેના કારણે તે હળવા અને સરળતાથી ઉપયોગ કરી શકાય તેવા બને છે .

કંપનીએ આગળ જણાવતા કહ્યું છે કે Nord Buds 4 માં 3D સ્પેશિયલ ઓડિયો અને ગેમિંગ માટે ખાસ સ્પેશિયલ સાઉન્ડ ઇફેક્ટ્સ પણ મળશે . આ ફીચર્સ ગેમિંગ અને મનોરંજનનો અનુભવ વધુ સારો બનાવશે . નવા ઇયરબડ્સ એસ્ટ્રલ ટીલ અને બ્લેક એમ બે કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે .

આની બેટરી લાઈફ પણ એક મોટી ખાસિયત છે . OnePlus મુજબ , ચાર્જિંગ કેસ સાથે આ ઇયરબડ્સ કુલ 54 કલાક સુધીનો બેકઅપ આપી શકે છે . આ ઉપરાંત , ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની મદદથી માત્ર 10 મિનિટના ચાર્જમાં 11 કલાક સુધીનો ઉપયોગ મળી શકે છે . જોકે , કંપનીએ હજુ સુધી તેની કિંમત જાહેર કરી નથી . લોન્ચમાં હવે થોડા દિવસો બાકી છે અને તે પહેલા કંપની વધુ ફીચર્સ પણ જાહેર કરી શકે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  2. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  3. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  4. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  5. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  6. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  7. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  8. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  9. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  10. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »