OnePlus 15 થી Nord 6 સુધી આકર્ષક ઓફર્સ , 10 જૂન સુધી મળશે ખાસ લાભ

OnePlus તમામ મોડેલમાં પસંદગીના ક્રેડિટ કાર્ડ વ્યવહારો પર છ મહિના સુધી નો - કોસ્ટ EMI ઓફર કરી રહ્યું છે .

OnePlus 15 થી  Nord 6 સુધી આકર્ષક ઓફર્સ , 10 જૂન સુધી મળશે ખાસ લાભ

Photo Credit: Gadget 360

ભારતમાં OnePlus 15ની લોન્ચ કિંમત બેઝ વેરિઅન્ટ માટે 72,999 રાખવામાં આવી હતી

હાઇલાઇટ્સ
  • OnePlus એ ભારતમાં તેના કોમ્યુનિટી સેલ 2026 ની જાહેરાત કરી
  • OnePlus 13 પર કુલ 17,000 રૂપિયાનો લાભ આપવામાં આવી રહ્યો
  • યોગ્ય મોડેલ્સ માટે 6 મહિના સુધી નો - કોસ્ટ EMI ની સુવિધા
જાહેરાત

ગુરુવારે OnePlus એ ભારતમાં તેના કોમ્યુનિટી સેલ 2026 ની જાહેરાત કરી હતી . આ મર્યાદિત સમયગાળાના સેલ દરમિયાન સ્માર્ટફોન , ટેબ્લેટ અને ઓડિયો પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ તેમજ નો - કોસ્ટ EMI વિકલ્પ પણ ઉપલબ્ધ છે . OnePlus 15, OnePlus 13, Nord 6 સહિત અનેક  ડિવાઈસોની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે .  ગ્રાહકો Amazon , Flipkart , Myntra , Blinkit અને OnePlus India સહિત જુદા જુદા પ્લેટફોર્મ્સ પરથી 10 જૂન સુધી આ ઓફર્સનો લાભ લઈ શકે છે .

સેલની સૌથી મોટી ઓફર્સમાં OnePlus 15 સામેલ છે , જેના પર 3000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે . આ ઓફર બાદ તેની અસરકારક કિંમત 74,999 રૂપિયા થઈ જાય છે . OnePlus 15R પર પણ સમાન બેંક ઓફર ઉપલબ્ધ છે , જેના કારણે તેની કિંમત 51,999 રૂપિયા સુધી ઘટી ગઈ છે .

કંપનીના અગાઉના ફ્લેગશિપ OnePlus 13 પર કુલ 17,000 રૂપિયાનો લાભ આપવામાં આવી રહ્યો છે , જેમાં 12,000 રૂપિયાનો સીધો ભાવ ઘટાડો અને 5,000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ સામેલ છે .પરિણામે તેની અસરકારક કિંમત 52,999 રૂપિયા રહે છે . બીજી તરફ , OnePlus 13s પર 2,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ અને 3,000 રૂપિયાના બેંક લાભ બાદ તેની કિંમત રૂપિયા 49,999 થઈ જાય છે .

Nord સિરીઝના સ્માર્ટફોન પર પણ ખાસ ઓફર્સ ઉપલબ્ધ છે . OnePlus Nord 6 બેંક ડિસ્કાઉન્ટ બાદ રૂપિયા 40,999 રૂપિયામાં ખરીદી શકાય છે . Nord CE6 ની અસરકારક કિંમત 29,999 રૂપિયા છે , જયારે Nord CE6 Lite પર 1,500 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત રૂપિયા 21,499 થઈ જાય છે .

કંપની પસંદગીના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર યોગ્ય મોડેલ્સ માટે 6 મહિના સુધી નો - કોસ્ટ EMI ની સુવિધા પણ આપી રહી છે .

સ્માર્ટફોન ઉપરાંત , OnePlus pad 4 પર 3,000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે , જેના કારણે તેની અસરકારક કિંમત રૂપિયા 56,999 થાય છે . OnePlus pad Go2 રૂપિયા 26,999માં ઉપલબ્ધ છે . ખાસ ઓફરમાં Pad 4 સાથે Stylo Pro અને Pad Go 2 સાથે  Stylo Go 2 મફતમાં આપવામાં આવી રહ્યા છે .

ઓડિયો  કરીએ તો OnePlus Buds 4 ની કિંમત 6,099 રૂપિયા રાખવામાં આવી છે , જયારે OnePlus Buds Pro 3 રૂપિયા 11,999માં ઉપલબ્ધ છે .કંપનીના જણાવ્યા અનુસાર , આ તમામ ઓફર્સ OnePlus India વેબસાઈટ , Amazon , Flipkart , Myntra , Blinkit તેમજ દેશભરના પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે . Community Sale 10 જૂન સુધી ચાલશે . જોકે કેટલીક બંડલ ઓફર્સ અને વિશેષ લાભો માત્ર 7 જૂન સુધી જ માન્ય રહેશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy Z Fold 8 vs Motorola Razr Fold vs Google Pixel 10 Pro Fold: કયો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે સૌથી શ્રેષ્ઠ?
  2. Samsung Galaxy S25 Ultra પર ₹44,000 સુધીનો ડિસ્કાઉન્ટ, 200MP કેમેરાવાળો ફ્લેગશિપ હવે ઓછી કિંમતે
  3. UPI માટે ઓફલાઈન પેમેન્ટ ફીચર આવી શકે છે , NFC ટેક્નોલોજીથી થશે ટ્રાન્ઝેક્શન
  4. Samsung Galaxy Unpacked 2026 લાઈવ કેવી રીતે જોવું ? જાણો લોન્ચ થનારા ડિવાઇસની વિગતો
  5. Samsung Galaxy S25 5G ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ ઓફરનો પણ લાભ
  6. Redmi Note 17 Pro Max ટૂંક સમયમાં આવી શકે છે , 10,000mAh બેટરી અને Dimensity 7500 મળવાની ચર્ચા
  7. Portronicsનું નવું Pure Sound Pro X2 હોમ થિયેટર 5,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ
  8. Samsung Galaxy Z Fold 8 Ultra સહિત નવા ફોલ્ડેબલ અને સ્માર્ટવોચની કિંમત સામે આવી
  9. iPhone 15 ખરીદવાની સારી તક , Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે બેંક અને એક્સચેન્જ ઓફર
  10. REDMAGIC Astra 2 વૈશ્વિક બજારમાં લોન્ચ , 8300mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ જેવી શક્તિશાળી સુવિધાઓ મળી
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »