આબોહવા પરિવર્તનની અસર AI ડેટા સેન્ટરો પર , નવી કુલિંગ ટેક્નોલોજી પર ભાર

વધતા તાપમાન અને ગરમીના મોંજા જે વારંવાર આવતા હોય , તે AI ડેટા સેન્ટરો માટે જોખમ રૂપ બની રહ્યા છે .

આબોહવા પરિવર્તનની અસર AI ડેટા સેન્ટરો પર , નવી કુલિંગ ટેક્નોલોજી પર ભાર

Photo Credit: AI Generated

વધતી ગરમી AI ડેટા સેન્ટરો માટે નવો પડકાર બની રહી છે

હાઇલાઇટ્સ
  • વધતા તાપમાન અને ગરમીના મોંજા જે વારંવાર આવતા
  • AI માટે ઉપયોગમાં લેવાતી હાઈ - પરફોર્મન્સ ચિપ્સ સતત વધુ ગરમી ઉત્પન્ન કરે
  • મોટા પાયે નવા ડેટા સેન્ટરોનું નિર્માણ થઈ રહ્યું છે
જાહેરાત

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI ) નો ઉપયોગ વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યો છે , જેના કારણે મોટા પાયે નવા ડેટા સેન્ટરોનું નિર્માણ થઈ રહ્યું છે . જોકે , આ ડેટા સેન્ટરો હવે એક નવા પડકારનો સામનો કરી રહ્યા છે . વધતા તાપમાન અને ગરમીના મોંજા જે વારંવાર આવતા હોય , તે જોખમ રૂપ બની રહ્યા છે . નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર , અતિશય ગરમી ડેટા સેન્ટરોની કુલિંગ સિસ્ટમ , વીજ અને તેને લગતા કામોને અસર કરે છે . આ કારણસર મોટી ટેક કંપનીઓ હવે તેમના ડેટા સેન્ટરોની ડિઝાઈન અને કુલિંગ ટેક્નોલોજીમાં સુધારા કરી રહી છે .

એક અહેવાલ મુજબ , AI માટે ઉપયોગમાં લેવાતી હાઈ - પરફોર્મન્સ ચિપ્સ સતત વધુ ગરમી ઉત્પન્ન કરે છે . સામાન્ય સ્થિતિમાં પણ ડેટા સેન્ટરની કુલ વીજળી વપરાશનો લગભગ 40 ટકા હિસ્સો માત્ર કુલિંગ સિસ્ટમ માટે જ વપરાય છે . બહારનું તાપમાન વધતા ઠંડકની જરૂરિયાત પણ વધી જાય છે , જેના કારણે પાવરની માંગ પણ વધે છે .  પાવર ગ્રીડ પર વધારાનો બોજ પડે છે . જે પાવર આઉટેજનું જોખમ વધારે છે .

હવામાન જોખમો અંગેના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિશ્વના મોટાભાગના ડેટા સેન્ટરો એવા વિસ્તારોમાં આવેલા છે જ્યાં પૂર , જંગલની આગ , ભારે પવન અથવા અતિશય ગરમી જેવા જોખમો વધુ છે . આવી સ્થિતિમાં કામમાં મુશ્કેલની સાથે વીમા ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા રહે છે .

નિષ્ણાંતોનું કહેવું છે કે પ્રશ્ન માત્ર આબોહવા પરિવર્તન ડેટા સેન્ટરોને અસર કરશે કે નહીં તે નથી , પરંતુ કંપનીઓ આ જોખમો માટે કેટલી તૈયાર છે તે વધુ મહત્વનું બની ગયું છે . હવે નવા ડેટા સેન્ટરો એવા વિસ્તારોમાં પણ બનાવવામાં આવી રહ્યા છે જ્યાં ભારે ગરમી અને પ્રતિકૂળ હવામાનની શક્યતા વધારે હોય .

મોટી ટેક કંપનીઓ પણ આ પડકારનો સામનો કરવા માટે નવી વ્યૂહરચના અપનાવી રહી છે . માઈક્રોસોફ્ટ વધુ સુરક્ષિત જગ્યાઓની પસંદગી , રીઅલ - ટાઈમ મોનિટરિંગ અને મજબૂત બેકઅપ સિસ્ટમ્સ પર ભાર મૂકી રહી છે . બીજી તરફ , Nvidia એ એવા નવા AI સર્વર્સ વિકસાવ્યા છે જે વધુ ઊંચા તાપમાનમાં પણ કાર્ય કરી શકે .  આવતા સમયમાં નવી કુલિંગ ટેક્નોલોજી અને આધુનિક ડિઝાઇન AI ડેટા સેન્ટરોને આબોહવા પરિવર્તનના ચેલેન્જ સામે વધુ કાર્યરત બનશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 6500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો Infinix Note 60 Pro Pininfarina Edition
  2. આબોહવા પરિવર્તનની અસર AI ડેટા સેન્ટરો પર , નવી કુલિંગ ટેક્નોલોજી પર ભાર
  3. 52dB ANC અને 54 કલાક બેટરી સાથે આવ્યા OnePlus Nord Buds 4
  4. Nothing Phone 4b લોન્ચ પહેલા મોટો ખુલાસો Snapdragon પ્રોસેસર અને AI ફીચર્સની પુષ્ટિ
  5. Urtopiaની નવી Carbon Atom ઈ - બાઈક આવી , 90Nm ટોર્ક અને 8 સ્પીડ સિસ્ટમથી સજ્જ
  6. Amazon Prime Day 2026 શરૂ થવા તૈયાર , પ્રાઈમ સભ્યોને મળશે બેંક ઓફર્સ અને ખાસ બચત
  7. ફોલ્ડેબલ ફોન ખરીદવાનો મોકો ! Samsung Galaxy Z Flip 7 FE 5G ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  8. Vivo X500 Pro માં Dimensity 9600 pro ચિપસેટ મળવાની શક્યતા
  9. 0.7nm ચિપ સાથે IBMની મોટી સિદ્ધિ , વધુ ઝડપી અને ઊર્જા બચાવતી ટેક્નોલોજીનો દાવો
  10. Redmi Note 17 Proમાં Snapdragon 6 Gen 5 અને 9000mAh બેટરી મળવાની શક્યતા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »