Amazon vs Flipkart mega Sale : સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ પર ક્યાં મળશે સૌથી મોટી બચત ?

Amazon Prime Day Sale અને Flipkart GOAT Sale 4 જુલાઈથી શરૂ થઈ રહી છે

Amazon vs Flipkart mega Sale : સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ પર ક્યાં મળશે સૌથી મોટી બચત ?

Photo Credit: AI Generated

Flipkart GOAT અને Amazon Prime Day Sale 2026 4 જુલાઈથી શરૂ થઈ રહી છે

હાઇલાઇટ્સ
  • Amazon Prime Day Sale 4 જુલાઈથી 6 જુલાઈ સુધી ચાલશે
  • Flipkart GOAT Sale તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે .
  • ક્રેડિટ કાર્ડ દ્રારા સંપૂર્ણ પેમેન્ટ અથવા EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધ
જાહેરાત

ભારતના બે મોટા ઈ - કોમર્સ પ્લેટફોર્મ Amazon અને Flipkart ફરી એકવાર પોતાની મેગા સેલ સાથે ગ્રાહકોને આકર્ષવા તૈયાર છે . 4 જુલાઈથી એક તરફ Amazon Prime Day Sale શરૂ થશે તો બીજી તરફ  Flipkart GOAT Sale 2026 પણ લાઈવ થશે . બંને કંપનીઓ સ્માર્ટફોન , લેપટોપ , ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર્સ આપી રહી છે . જોકે , બન્ને સેલનું લક્ષ્ય અલગ-અલગ પ્રકારના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે .

સેલની તારીખ અને કોને મળશે ઍક્સેસ :

Amazon Prime Day Sale  4 જુલાઈથી 6 જુલાઈ સુધી ચાલશે અને તેનો લાભ માત્ર Prime Membrs જ લઈ શકશે . જો તમારી પાસે Prime મેમ્બરશિપ નથી , તો સેલ શરૂ તે પહેલાં તેને ખરીદી શકાય છે . Amazon વર્ષના રૂપિયા 399માં Shopping - Only Prime Membership નો વિકલ્પ પણ આપે છે .

બીજી તરફ Flipkart GOAT Sale તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે . જોકે Flipkart Plus સભ્યોને સામાન્ય ગ્રાહકો કરતાં 24 કલાક પહેલા Early Access આપવામાં આવશે .

બેંક ઓફર્સ અને પેમેન્ટ લાભ :

Amazon Prime Day Sale દરમિયાન SBI અને Axis Bank ના ક્રેડિટ કાર્ડ દ્રારા સંપૂર્ણ પેમેન્ટ અથવા EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત Amazon Pay ICICI Bank Credit Card ધારકોને સંપૂર્ણ પેમેન્ટ પર 5 ટકા અનલિમિટેડ કેશબેક મળશે .

Flipkart GOAT Sale માં ICICI Bank, Bank of Baroda  અને HSBC Bank ના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે . જયારે Flipkart Axis Bank અને Flipkart SBI Bank ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર ગ્રાહકોને વધારાનો કેશબેક પણ મળી શકે છે .

સભ્યોને મળશે વધારાના લાભ :

Amazon Prime સભ્યોને ઝડપી ડિલિવરી ઉપરાંત Prime Video , Prime Music અને અન્ય Prime સેવાઓનો લાભ મળતો રહેશે . જયારે Flipkart Plus સભ્યોને Early Access સાથે SuperCoins જેવા વધારાના લાભ પણ મળશે .

કઈ સેલમાં મળશે બેસ્ટ ડીલ ?

Amazonનો દાવો છે કે Prime Day Sale દરમિયાન 500 થી વધુ નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે અને 15,000 થી વધુ ડિલ્સ ઉપલબ્ધ રહેશે . બીજી તરફ Flipkart GOAT Saleનો મુખ્ય ફોક્સ iPhone સિરીઝ અને અન્ય પ્રીમિયમ સ્માર્ટફોન પર છે .

Amazon દ્રારા  જાહેર કરાયેલી ઓફર્સ મુજબ Samsung Galaxy S25 Ultra રૂપિયા 84,999, OnePlus 13 રૂપિયા 49,999 , OnePlus 15R રૂપિયા 48,999 અને OnePlus N6 રૂપિયા 19,999 ની અસરકારક કિંમતે ઉપલબ્ધ રહેશે .

જયારે Flipkart GOAT saleમાં iPhone 17 રૂપિયા 70,990 અને iPhone 17 Pro રૂપિયા 1,12,900 ની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે .  આ ઉપરાંત iPhone 16, iPhone 15 સિરીઝ અને અન્ય પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર પણ આકર્ષક ઓફર્સ મળવાની શક્યતા છે .

જો તમે આ દિવસોમાં નવો સ્માર્ટફોન અથવા અન્ય ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો , તો તમારી જરૂરિયાત , મેમ્બરશિપ અને ઉપલબ્ધ બેંક ઓફર્સને ધ્યાનમાં રાખીને યોગ્ય સેલ પસંદ કરવી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Amazon vs Flipkart mega Sale : સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ પર ક્યાં મળશે સૌથી મોટી બચત ?
  2. Flipkart GOAT Sale માં iPhone ખરીદવાની તક , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત
  3. ગ્રાહકોને આકર્ષવા Amazon Now ની મોટી તૈયારી , નવા શહેરોમાં થશે વિસ્તરણ
  4. OnePlus Prime Day Sale શરૂ 4 જુલાઈથી , OnePlus 13 થી લઈને Pad અને Nord Buds સુધી મળશે ખાસ ડીલ્સ
  5. OnePlus N6 ની એન્ટ્રી ! 22,999 રૂપિયામાં 120Hz ડિસ્પ્લે , 50MP કેમેરા અને Android 16
  6. 50MP કેમેરા અને Dimensity 8350 પ્રોસેસરવાળો Lava Agni 4 હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  7. NotebookLMનું નવું ફીચર , લાંબા દસ્તાવેજોને મિનિટમાં બનાવશે શોર્ટ વિડીયો
  8. પાણીની કટોકટીનો અનોખો ઉકેલ , ઓસ્ટ્રેલિયાના જળાશયો પર લગાવવામાં આવી રહી છે ફ્લોટિંગ સોલાર પેનલ્સ
  9. Tata Sierra EVની એન્ટ્રી માટે તૈયાર પૂર્ણ , 75kWh બેટરી અને ડયુઅલ મોટર સાથે આપશે જોરદાર પરફોર્મન્સ
  10. Galaxy M47 5Gની ભારતમાં એન્ટ્રી , Snapdragon 6 Gen 3 અને 50MP કેમેરા સહિત અનેક પ્રીમિયમ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »