ICICI , Bank of Baroda અને HSBC ના બેંક ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરનારાને 10 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે
Photo Credit: Flipkart
Flipkart GOAT Sale માં iPhone 17 સિરીઝ , iPhone 16 , iPhone Air જેવા કેટલાક મોડલ્સ પર ભારી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે .
ઈ - કોમર્સ પ્લેટફોર્મ Flipkart પોતાની સૌથી મોટી " GOAT Sale " 4 જુલાઈથી શરૂ કરવા જઈ રહ્યું છે . કંપનીએ સેલ દરમિયાન સ્માર્ટફોન , હોમ એપ્લાયન્સ , સ્માર્ટ વેરેબલ્સ અને અન્ય અનેક પ્રોડક્ટ્સ પર આકર્ષક ઓફર્સની જાહેરાત કરી છે . ખાસ કરીને iPhone ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે કંપનીએ અનેક મોડલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનો દાવો કર્યો છે .
Flipkart અનુસાર , સેલ દરમિયાન સીધી કિંમતમાં ઘટાડા ઉપરાંત બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સનો પણ લાભ મળશે . ICICI Bank , Bank of Baroda અને HSBC ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરનાર ગ્રાહકોને 10 ટકા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે .
Flipkart GOAT Sale દરમિયાન iPhone 17 ને રૂપિયા 82,900ની જગ્યાએ રૂપિયા 70,990 માં ઉપલબ્ધ કરાવવામાં આવશે . આ ફોનમાં 120Hz ProMotion ડિસ્પ્લે , Apple A19 ચિપસેટ , 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા , 48 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ કેમેરા અને 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો હોવાનું કંપનીએ જણાવ્યું છે .
iPhone 17 Pro ને રૂપિયા 1,34,000 ની જગ્યાએ રૂપિયા 1,12,000માં ખરીદી શકાય છે . તેમાં 6.3 ઇંચની OLED ડિસ્પ્લે , A19 પ્રોસેસર અને 48MP + 48MP + 48MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે . સેલ્ફી માટે તેમાં 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .
iPhone 17 Pro Max સેલ દરમિયાન રૂપિયા 1,49,900 ની જગ્યાએ રૂપિયા 1,27,900માં ઉપલબ્ધ રહેશે . ફોનમાં 6.9 ઇંચની Super Retina XDR ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ અને 2000 nits સુધીની પીક બ્રાઇટનેસ આપવામાં આવી હોવાનું જણાવાયું છે . તેમાં 48 મેગાપિક્સલના ત્રણ રિયર કેમેરા અને 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .
iPhone 17e ને રૂપિયા 64,900 ની જગ્યાએ રૂપિયા 60,900 માં ખરીદી શકાય છે . તેમાં 6.1 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે , A19 ચિપસેટ અને 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો હોવાનું કંપનીએ જણાવ્યું છે . સેલ્ફી માટે તેમાં 12 મેગાપિક્સલનો TrueDepth કેમેરો ઉપલબ્ધ છે .
Flipkart GOAT Sale દરમિયાન iPhone 17 Air ની કિંમત રૂપિયા 1,19,900 થી ઘટીને રૂપિયા 95,900 કરવામાં આવી છે . સ્માર્ટફોનમાં 6.5 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ , Apple A19 Pro પ્રોસેસર અને 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે . જયારે સેલ્ફી માટે 18 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .
જો તમે નવા iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Flipkart GOAT Sale દરમિયાન બેંક ઓફર અને એક્સચેન્જ બોનસ સાથે વધુ બચત કરવાની તક મળી શકે છે .
જાહેરાત
જાહેરાત