iPhone Air 2 લોન્ચ સમયરેખા પર નવી માહિતી , 2027ની અફવા ખોટી સાબિત ?

iPhone 18 મોડેલ 2027 માં iPhone Air 2 સાથે લોન્ચ થવાની શક્યતા હતી

iPhone Air 2 લોન્ચ સમયરેખા પર નવી માહિતી , 2027ની અફવા ખોટી સાબિત ?

Photo Credit: Apple

iPhone 18 ના ડિઝાઈનમાં ફેરફાર વિશે કેટલાક દાવાઓ સાંભળ્યા છે .

હાઇલાઇટ્સ
  • સિરીઝમાં A20 અથવા A20 Pro ચિપસેટનો ઉપયોગ થવાની સંભાવના
  • સ્ટાન્ડર્ડ iPhone 18 માં આશરે 6.27 ઈંચનું LTPO ડિસ્પ્લે અને 120Hz રિફ્ર
  • ડિઝાઇનમાં મોટા ફેરફારો જોવા નહીં મળે
જાહેરાત

Appleની આવનારી iPhone 18 સિરીઝ વિશે નવી લીક્સ સતત સામે આવી રહી છે , અને હવે તાજેતરની માહિતી પ્રમાણે આ લાઇનઅપ iPhone 17 ના અનુગામી  તરીકે વિકાસ હેઠળ છે . અત્યાર સુધીમાં iPhone 18 ના ડિઝાઇન અને સંભવિત લોન્ચ સમય વિશેની માહિતી આપે છે . Appleની આવનારી  iPhone 18 સિરીઝ અંગે નવા લીકમાં જણાવાયું છે કે સ્ટાન્ડર્ડ મોડેલનો ડિઝાઈન  iPhone 17 જેવી જ રહેશે અને નાના  Dynamic Island વિશેની અફવાઓ ખોટી પડી શકે છે . નવા મોડેલમાં LTPO 120Hz  ડિસ્પ્લે અને A20 ચિપસેટ જેવી સુવિધાઓ મળવાની શક્યતા છે .

ચીનના સોશિયલ મીડિયા  પ્લેટફોર્મ Weibo પર "Fixed Focus Digital " તરીકે ઓળખાતા ટિપસ્ટરે  દાવો કર્યો છે કે સ્ટાન્ડર્ડ iPhone 18 નો ડિઝાઇન મોટાભાગે iPhone 17 જેવો જ રહેશે . આ માહિતી પહેલાના અહેવાલોને સામે છે , જેમાં કહેવામાં આવ્યું હતું કે Dynamic Island સાથે આવશે . આ નવા લીક મુજબ , ડિઝાઇનમાં   મોટા ફેરફારો જોવા નહીં મળે .

આ સાથે જ , Apple ના સંભવિત નવા મોડેલ iPhone Air 2 વિશે પણ રસપ્રદ માહિતી મળી છે . ટિપસ્ટરના અનુસાર , કંપની પોતાના નિયમિત લોન્ચ શેડયૂલને જ અનુસરે તેવી શક્યતા છે . ગયા વર્ષે iPhone Air ને સપ્ટેમ્બરમાં iPhone 17 સિરીઝ સાથે રજૂ કરવામાં આવ્યો હતો , તેથી iPhone Air 2 પણ આવનારા  iPhone 18 મોડેલો સાથે જ લોન્ચ થઈ શકે છે . જોકે , કેટલાક અહેવાલોમાં મોડેલને 2027 સુધી મોડું થવાનું પણ બતાવે છે , જેને આ લીક નકારે છે  .

લોન્ચ ટાઇમલાઈનને લઈને હજુ સ્પષ્ટતા નથી કેમ કે કેટલાક રિપોર્ટસ અનુસાર iPhone 18 Pro અને Pro Max સાથે Apple પોતાનો પહેલો ફોલ્ડેબલ iPhone  Air 2 ને આવતા  વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે .

iPhone 18  અને iPhone  Air 2 સ્પેસિફિકેશન્સ :
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્ટાન્ડર્ડ iPhone 18  માં આશરે 6.27 ઈંચનું LTPO ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ હોવાની શક્યતા છે . બીજી તરફ  iPhone  Air 2 માં 6.55 ઈંચનું LTPO પેનલ મળી શકે છે . આખી સિરીઝમાં A20 અથવા  A20 Pro ચિપસેટનો ઉપયોગ થવાની સંભાવના છે . કિંમતની વાત કરીએ તો આ ફોનની કિંમત કંપનીએ iPhone 17 જેવી જ કિંમત પર રજૂ કરી શકે છે .

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »