50MP ટ્રિપલ કેમેરા અને Snapdragon 8s Gen 4 સાથે Nothing Phone 3 થયો સસ્તો

Nothing Phone 3 માં 5,500mAh બેટરી આપવામાં આવી છે જે 65W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે

50MP ટ્રિપલ કેમેરા અને  Snapdragon 8s Gen 4  સાથે Nothing Phone 3 થયો સસ્તો

Nothing Phone 3 ફ્લિપકાર્ટ પર તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે આપેલ છે .

હાઇલાઇટ્સ
  • ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન રૂપિયા 49,999 માં ઉપલબ્ધ છે
  • ફોનમાં શક્તિશાળી પ્રોસેસર , ટ્રિપલ 50MP કેમેરા સેટઅપ અને મોટી બેટરી
  • Nothing Phone 3 માં 6.67 ઈંચનું 1.5K AMOLED ડિસ્પ્લે
જાહેરાત

જો તમે પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો  Nothing Phone 3 પર ચાલી રહેલી આકર્ષક ઓફર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે . ફ્લિપકાર્ટ પર  આ ફ્લેગશિપ સ્માર્ટફોન હાલમાં તેની લોન્ચ કિંમત કરતાં ઘણો સસ્તો ઉપલબ્ધ છે . આ ફોનમાં શક્તિશાળી પ્રોસેસર , ટ્રિપલ 50MP કેમેરા  સેટઅપ અને મોટી બેટરી જેવી અનેક પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી છે .  Nothing Phone 3 ફ્લિપકાર્ટ પર તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે આપેલ છે .


 

Nothing Phone 3  પર કેટલો ડિસ્કાઉન્ટ ?

Nothing Phone 3 ને ભારતમાં રૂપિયા 84,999ની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો . જોકે , હાલમાં ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન રૂપિયા 49,999 માં ઉપલબ્ધ છે . એટલે કે ગ્રાહકોને સીધો રૂપિયા 35,000 નો ભાવ ઘટાડાનો લાભ મળી રહ્યો છે . ખાસ વાત એ છે કે લોન્ચ બાદ ફોનની આ અત્યાર સુધીની  સૌથી ઓછી કિંમત  માનવામાં આવી રહી છે .

બેંક ઓફરથી મળશે વધારાની બચત 

ફ્લિપકાર્ટ Axis Bank કાર્ડ દ્રારા ખરીદી કરનાર ગ્રાહકોને વધારાનું રૂપિયા 2,500 સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક  કિંમત રૂપિયા 47 ,499 સુધી પહોંચી શકે છે , જેના કારણે ખરીદદારોને વધુ બચતનો લાભ મળે છે .

ડિસ્પ્લે અને પરફોર્મન્સ :

Nothing Phone 3  માં 6.67 ઈંચનું 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 1260x 2800 પિક્સલ રિઝોલ્યુશન અને 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ સાથે આવે છે . સ્મૂથ સ્ક્રોલિંગ અને ઉત્તમ વિઝયુઅલ અનુભવ માટે આ ડિસ્પ્લે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યું છે .

પરફોર્મન્સ માટે ફોનમાં Qualcomm Snapdragon 8s Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે . આ સ્માર્ટફોન Android 15 આધારિત Nothing OS 3.5 પર કાર્ય કરે છે , જે ઝડપી અને ક્લીન યુઝર અનુભવ આપે છે .

કેમેરા અને બેટરી 

આ ફોનમાં ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ 50 - મેગાપિક્સલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં OIS સપોર્ટ સાથે 50MPનો મુખ્ય કેમેરા , 50MPનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 50MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

પાવર બેકઅપ માટે ફોનમાં 5,500mAh બેટરી આપવામાં આવી છે , જે 65W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજી ફોનને ઓછા  સમયમાં ચાર્જ કરવામાં મદદ કરે છે .

ડિઝાઈન 

Nothing Phone 3 નું વજન આશરે 218 ગ્રામ છે અને તેની જાડાઈ 8.99mm છે . પ્રીમિયમ ડિઝાઈન અને શક્તિશાળી ફીચર્સ સાથે આ સ્માર્ટફોન ફ્લેગશિપ  સેગમેન્ટમાં એક મજબૂત વિકલ્પ તરીકે સામે આવે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Redmi Note 17નો ટીઝર થયો જાહેર , લોન્ચ પહેલા સંભવિત કિંમત અને ફીચર્સ આવ્યા સામે
  2. Poco M8 Powerની એન્ટ્રી નક્કી , 3 દિવસની બેટરી લાઇફનો દાવો
  3. Realme P4 Power 5G પર જબરદસ્ત ઓફર
  4. Vivo S2 લોન્ચ પહેલા ડિઝાઈન આવી સામે , ઓગસ્ટમાં થઈ શકે છે લોન્ચ
  5. Ugreen 100W Mini Ice GaN ચાર્જર આવ્યું બજારમાં , લેપટોપ સહિત અનેક ડિવાઈસ કરશે ઝડપથી ચાર્જ
  6. પાસવર્ડ ભૂલી ન જતા , પડી શકે છે મોંઘુ Samsung One UI 9.0માં ડેટા ગુમાવવાનો ખતરો
  7. સ્માર્ટ ગ્લાસીસ હવે રહેશે ઠંડા અને હળવા , xMEMSના માઈક્રો - ફેન અને Sycamore સ્પીકર્સથી મળશે મોટો ફાયદો
  8. શું મેમરી ચિપની અછત હવે દૂર થશે ? જાણો નવો અપડેટ
  9. Vivo X300e લોન્ચનો કાઉન્ટડાઉન પૂરો , જાણો ફોનના તમામ સંભવિત ફીચર્સ
  10. ટ્રેનમાં મળતી બેડશીટ થશે વધુ સ્વચ્છ , ભારતીય રેલવેએ શરૂ કરી AI આધારિત તપાસ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »