Xiaomi 17T Android 16 પર ચાલશે અને તેમાં Xiaomi નું HyperOS 3 મળશે
Photo Credit: Gadgets 360
Xiaomi 17 માર્ચમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો .
આ વર્ષની શરૂઆતમાં Xiaomi એ તેની ફ્લેગશિપ Xiaomi 17 સિરીઝ લોન્ચ કરી હતી . હવે કંપની પોતાના સ્માર્ટફોન લાઇનઅપને વધુ મજબૂત બનાવવા માટે નવા ફ્લેગશિપ મોડલ્સ લાવવાની તૈયારીમાં છે . આ નવી સિરીઝમાં Xiaomi 17T અને Xiaomi 17T pro સામેલ હોવાની શક્યતા છે . હજી સુધી કંપનીએ કોઈ પણ રીતે સત્તાવાર જાહેરાત કરી નથી , પરંતુ લીક્સ અને રિપોર્ટ્સ દ્રારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે . Xiaomi 17T Android 16 પર ચાલશે અને તેમાં Xiaomi નું HyperOS 3 મળશે . Xiaomi 17T સિરીઝ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે .
હાલમાં જ Xiaomi 17T Geekbench પર જોવા મળ્યો છે , જેના કારણે તેના પરફોર્મન્સ અને આંતરિક સ્પેસિફિકેશન્સ વિશે જાણકારી મળી છે . આ સ્માર્ટફોનમાં Media Tek નો શક્તિશાળી પ્રોસેસર હોઈ શકે છે , જેને Media Tek Dimensity 8500 તરીકે ઓળખવામાં આવે છે .
આ ચિપસેટ 3.40GHz સુધીની હાઈ સ્પીડ આપે છે અને પરફોર્મન્સ તેમજ મલ્ટીતસ્કિંગ માટે સારો માનવામાં આવે છે . આ જ ચિપસેટ Oppo K15 Pro , iQOO Z11 5G અને Motorolo Edge 70 Pro જેવા ફોનમાં પણ જોવા મળે છે .
Xiaomi 17T series is launching early globally this year.
— Abhishek Yadav (@yabhishekhd) April 26, 2026
The Xiaomi 17 (2602DPT53G) global variant will feature MediaTek's Dimensity 8500 chipset.
Specifications:
⬛ Dimensity 8500 SoC
• 1 core @ 3.40 GHz
• 3 cores @ 3.20 GHz
• 4 cores @ 2.20 GHz
🎮 Mali-G720 MC8 GPU
•… pic.twitter.com/NzlpNJpJjx
નવા લીક્સ મુજબ , Xiaomi 17T માં લગભગ 12GB RAM મળી શકે છે , જે સ્મૂથ યુઝર એક્સપિરિયન્સ માટે મદદરૂપ બનશે . સાથે જ આ ફોન Android 16 પર આધારિત હશે અને તેના પર Xiaomi નું HyperOS ચાલશે , જે નવા ફીચર્સ અને સુધારેલા ઇન્ટરફેસ સાથે આવશે .
Geekbench AI ટેસ્ટમાં પણ આ ફોન સારો પરફોર્મન્સ આપે છે . સિંગલ અને મલ્ટી ટાસ્ક બંનેમાં તેને સારા સ્કોર્સ મળ્યા છે , જે બતાવે છે કે ફોન AI આધારિત કામ સરળતાથી સંભાળી શકે છે .
Xiaomi 17T સિરીઝ પહેલાથી જ IMDA અને NBTC જેવી સર્ટિફિકેશન સાઈટ્સ પર જોવા મળી છે , એટલે તેનો લોન્ચ નજીક હોઈ શકે છે . અહેવાલ મુજબ , આ સિરીઝ ભારતમાં એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે , જયારે Pro વર્ઝનમાં વધુ પ્રીમિયમ ફીચર્સ મળશે .
જાહેરાત
જાહેરાત
GTA 6 Third Trailer Rumours Gather Steam After Sony Asks PS4 Users to Upgrade to PS5 Ahead of Launch
Samsung Launches Certified Re-Newed Programme in India; Offers Refurbished Galaxy S25, Galaxy A56 Models