Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના

Vivo X500 Pro Max માં Media Tek Dimensity 9600 Pro SoC હોઈ શકે છે

Vivo X500  Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના

Photo Credit: Vivo

હાલમાં Vivo X300 Ultra ચીનમાં ટેલિકોન્વર્ટર સપોર્ટ સાથે લોન્ચ થયો છે .

હાઇલાઇટ્સ
  • X500 સિરીઝમાં ડિસ્પ્લે , કેમેરા અને બેટરીમાં મોટા અપગ્રેડ જોવા મળી શકે
  • Vivo X500 Pro Max માં 200MP નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા
  • સિક્યુરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર
જાહેરાત

Vivo આ વર્ષના અંતમાં તેની નવી ફ્લેગશિપ Vivo X500  સિરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે . આ નવી સિરીઝ , Vivo X300 અને Vivo X300 Pro પછી આવશે , જે ઓક્ટોબર 2025માં લોન્ચ થયા હતા , જયારે Vivo X300  Ultra માર્ચ 2026 માં રજૂ થયો હતો . નવા લીક્સ મુજબ , X500 સિરીઝમાં ડિસ્પ્લે , કેમેરા અને બેટરીમાં મોટા અપગ્રેડ જોવા મળી શકે છે .   Vivo X500 સિરીઝ સપ્ટેમ્બર 2026માં લોન્ચ થઈ શકે છે , જેમાં 6.4 ઇંચ અને 6.9 ઇંચ ડિસ્પ્લે વિકલ્પો , 200MP પેરિસ્કોપ કેમેરા , 7,000mAh બેટરી અને  Dimensity  9600 Pro ચિપસેટ જેવા અપગ્રેડસ મળવાની શક્યતા છે .

નવા લીક અનુસાર , Vivo X500 સિરીઝ બે અલગ અલગ સ્ક્રીન સાઈઝમાં આવી શકે છે . જે 6.4 ઇંચ અને 6.9 ઇંચ હોઈ શકે છે . એટલે યુઝર્સને નાના અને મોટા બંને વિકલ્પ મળશે . ખાસ કરીને ટોપ મોડલ , જે Vivo X500 Pro Max હોઈ શકે છે , તેમાં નવા કેમેરા ટેક્નોલોજી આપવામાં આવી શકે છે . તેમાં 50MP  નો પ્રાઈમરી કેમેરા મળશે , જે LOFIC ટેક્નોલોજી સાથે આવશે . આ ટેક્નોલોજી ફોટોમાં લાઈટ બેલેન્સ વધારે સારી રીતે મેનેજ કરે છે , જેથી ફોટા વધુ  ક્લિયર અને નેચરલ લાગે .

આ સિવાય , Vivo X500 Pro Max માં 200MP નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા પણ મળી શકે  છે , જે દૂરની વસ્તુઓને ક્લિયર રીતે ઝૂમ કરીને કેપ્ચર કરવામાં મદદ કરશે . સાથે જ મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સરનો ઉપયોગ પણ થઈ શકે છે , જે કલર્સ અને વ્હાઈટ બેલેન્સને વધુ એક્યુરેટ બનાવશે . એવું પણ માનવામાં આવે છે કે તેમાં 50MP નો અલ્ટ્રા - વાઈડ કેમેરા પણ સામેલ હોઈ શકે છે .

પરફોર્મન્સ માટે , આ ફોનમાં Media Tek Dimensity 9600 Pro પ્રોસેસર મળી શકે છે , જે ફાસ્ટ અને સ્મૂથ એક્સપિરિયન્સ આપશે . સાથે જ લગભગ 7000mAhની મોટી બેટરી હોવાની શક્યતા છે , જેથી લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરી શકાય . ડિસ્પ્લેની વાત કરીએ તો , તેમાં 2K LTPO પેનલ અને 144Hz રિફ્રેશ રેટ મળવાની શક્યતા છે , જે સ્ક્રોલિંગ અને ગેમિંગને વધુ સ્મૂથ બનાવશે .

સિક્યુરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી શકે છે . રિપોર્ટ મુજબ Vivo X500 સિરીઝ સપ્ટેમ્બર 2026 આસપાસ ચીનમાં  લોન્ચ થઈ શકે છે  . એ જ સમયગાળા દરમિયાન Xiaomi પણ તેની નવી Xiaomi 18 સિરીઝ લોન્ચ કરી શકે છે , જેથી બંને બ્રાન્ડ વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી શકે છે

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Honor X7e Plus 5Gમાં 120Hz ડિસ્પ્લે , AI ફીચર્સ અને IP69 રેટિંગ જાણો કિંમત
  2. Google Pixel 11a લોન્ચ પહેલા વિગતો સામે આવી , જાણો સંભવિત ફીચર્સ
  3. Samsung Galaxy S25 FE 5G ખરીદવાનો સારો મોકો , બેંક ઓફર સાથે મળશે વધુ બચત
  4. બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે સરકાર સોશિયલ મીડિયા નિયમો કડક બનાવી શકે
  5. TRAIની નવી યોજના , સ્પામ કોલ અને મેસેજ સામે કર્યવાહી થશે વધુ ઝડપી
  6. Asus Pad T3201 માં Dimensity 8300 ચિપ અને 9,000mAh બેટરી , લોન્ચ તારીખ જાહેર
  7. ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે Samsungના નવા પ્રીમિયમ સ્પીકર ભારતમાં આવ્યા
  8. રિયલમીનો મોટો નિર્ણય , ચીનમાંથી બ્રેક લઈને ગ્લોબલ માર્કેટમાં વધારશે હાજરી
  9. Vivo X500 Ultraના કેમેરામાં મોટા અપગ્રેડની શક્યતા , નવા લીકમાં થયો ખુલાસો
  10. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »