Google આગામી A સિરીઝ પર કામ કરી રહ્યું છે
Photo Credit: Google
Google Pixel 10aમાં 48 મેગાપિક્સલ કેમેરા છે .
Google તેના આગામી કિફાયતી A - સિરીઝ સ્માર્ટફોન Google Pixel 11a પર કામ કરી રહ્યું છે . આ સ્માર્ટફોન અંગે નવી લીક સામે આવી છે , જેમાં તેના પ્રોસેસર , ડિસ્પ્લે , બેટરી , કેમેરા અને કલર ઓપ્શન વિશે માહિતી આપવામાં આવી છે . લીક અનુસાર , આ ફોનમાં Tensor G6 ચિપસેટ , 120Hz ડિસ્પ્લે અને 4,870mAh બેટરી મળી શકે છે .
પહેલાની રિપોર્ટ્સ અનુસાર , Google Pixel 11 સિરીઝ ઓગસ્ટ 2026 આસપાસ રજૂ થઈ શકે છે . જયારે Google Pixel 11aને માર્ચ 2027 દરમિયાન લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે . જોકે Google એ હજુ સુધી તેની લોન્ચ તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .
Mystery Leaks એ ટેલિગ્રામ પોસ્ટમાં Google Pixel 11aના સંભવિત સ્પેસિફિકેશન્સ શેર કર્યા છે . લીક મુજબ , ફોનનું આંતરિક કોડનેમ Formosan છે અને તેમાં Googleનું આગામી Tensor G6 SoC આપવામાં આવી શકે છે . તેની સાથે Titan M3 Security Chip પણ મળવાની શક્યતા છે , જે પહેલાના Pixel મોડલ્સમાં પણ જોવા મળી હતી .
ફોનમાં 6.3 ઇંચની ડિસ્પ્લે મળી શકે છે , જેનું 1080 x 2424 પિક્સલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ , 2,250 nits પીક બ્રાઇટનેસ હોઈ શકે છે . જો આ માહિતી સાચી સાબિત થાય તો Pixel 11a અગાઉના Pixel A સિરીઝ મોડલ્સ કરતાં વધુ સારી ડિસ્પ્લે સાથે આવશે .
લીકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે Google આ વખતે Samsungના Exynos મોડેમને બદલે MediaTek M90 મોડેમ આપી શકે છે . તેનાથી નેટવર્ક કનેક્ટિવિટી , સિગ્નલની સ્થિરતા અને થર્મલ પરફોર્મન્સમાં સુધારો થઈ શકે છે .
Google Pixel 11aમાં નવા ફ્રન્ટ કેમેરા સેન્સરનો ઉપયોગ થઈ શકે છે , જેને આંતરિક રીતે dokkaebi નામ આપવામાં આવ્યું છે . તેનાથી સેલ્ફી અને વિડીયો કોલિંગનો અનુભવ વધુ સારો બની શકે છે .
લીક મુજબ , ફોનમાં 8GB RAM અને 4,870mAh બેટરી મળી શકે છે . ડિઝાઈનની વાત કરીએ તો તે Obsidian Black , Olive Green , Frost Purple અને Fog Silver એમ ચાર કલર ઓપ્શનમાં લોન્ચ થઈ શકે છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Tab S10 Lite
Starts from ₹33,499
JBL New Live 780NC Wireless Headphones
Starts from ₹15,999
OPPO Reno 16
Starts from ₹61,999
HP 303D Laser Single Function Monochrome Printer
Starts from ₹13,999
HP MFP 323DNW Laser Multi Function Monochrome Printer
Starts from ₹21,999
HP 303DW Laser Single Function Wireless Monochrome Printer
Starts from ₹15,999
Samsung Galaxy Z Fold 8, Z Fold 8 Ultra, Z Flip 8, Galaxy Watch 9 Prices Leak Ahead of Galaxy Unpacked
Google Reportedly Begins Rolling Out Android Backup Storage Policy Update
Telegram Gets New Rich Text Editor, Communities, and Ephemeral Bot Messages