Pixel 11 Pro સાથે Google લાવી શકે છે , સુધારેલ કેમેરા મોડયુલ અને Tensor G6 ચિપ

સ્ટાન્ડર્ડ Pixel 11 ની ડિઝાઇન બાહર આવતા ના બીજા જ દિવસે Pixel 11 Pro રેન્ડર ઓનલાઇન સામે આવ્યા

Pixel 11 Pro સાથે Google લાવી શકે છે , સુધારેલ કેમેરા મોડયુલ અને Tensor G6 ચિપ

Photo Credit: Gadget 360

Google Pixel 11 Pro ગયા વર્ષના Pixel 10 Pro નું અપડેટ છે

હાઇલાઇટ્સ
  • 6.3 ઈંચનું LTPO AMOLED ડિસ્પ્લે
  • ફોનના પાછળના ભાગમાં પિલ -શેપ કેમેરા મોડયુલ
  • ડિવાઇસમાં Tensor G6 ચિપસેટ આપવામાં આવી શકે
જાહેરાત

Google ના આવનારા Pixel 11 લાઇનઅપ અંગે નવી માહિતી સામે આવી રહી છે . આ સ્માર્ટફોન સિરીઝ આ વર્ષના અંતમાં લોન્ચ થવાની અપેક્ષા છે અને તેમાં Pixel 11, Pixel 11 Pro, Pixel 11Pro XL અને  Pixel 11 Pro Fold જેવા ચાર મોડેલ્સ સામેલ હોઈ શકે છે , હાલમાં ખાસ કરીને Pixel 11 Pro ના CAD રેન્ડર ઓનલાઇન  લીક થયા છે ,જે તેના ડિઝાઇન અને સંભવિત ફીચર્સ વિશે અગત્યના સંકેતો આપે છે . આ ફોનમાં 6.3 ઈંચનું LTPO AMOLED ડિસ્પ્લે અને  5,000mAh ક્ષમતાની બેટરી આપવામાં આવી શકે છે ,

ડિઝાઇનમાં થોડો ફેરફાર :

લીક થયેલા રેન્ડર મુજબ Pixel 11 Pro નો ડિઝાઇન તેના પહેલાના Google Pixel 10 Pro જેવી જ રહેવાની શક્યતા છે , પરંતુ તેમાં થોડા ફેરફાર જોયા મળી શકે છે . આ ફોનના પાછળના ભાગમાં પિલ -શેપ કેમેરા મોડયુલ આપવામાં આવી શકે છે , જેમાં ત્રણ કેમેરા સેન્સર અને LED ફ્લેશ સામેલ હશે . આ વખતે LED  ફ્લેશ ગ્લાસ કવર અંદર મુકવામાં આવી શકે છે , જે તેને વધુ પ્રીમિયમ લુક આપે છે .

ફોનમાં ફ્લેટ રિયર પેનલ અને ફ્લેટ મેટલ ફ્રેમ જોવા મળી શકે છે . મધ્યમાં Google નું બ્રાન્ડિંગ હશે . પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ જમણી બાજુ મુકવામાં આવશે , જયારે નીચે USB Type-C પોર્ટ આપવામાં આવશે . આ ઉપરાંત ફોનમાં પાતળા બેઝલ્સ આપવામાં આવી શકે છે , જે ડિસ્પ્લેને વધુ સારો બનાવે છે .

સ્પેસિફિકેશન્સ :

લીક થયેલી માહિતી અનુસાર Pixel 11 Pro નું માપ 152.7 x 71.8 x 8.4mm  હોઈ શકે છે , જે તેને થોડું પાતળું બનાવે છે . તેમાં 6.3 ઈંચનું LTPO AMOLED ડિસ્પ્લે મળવાની અપેક્ષા છે .

આ ફોનના પરફોર્મન્સ માટે , ડિવાઇસમાં Tensor G6 ચિપસેટ આપવામાં આવી શકે છે , જે Google નું પોતાનું પ્રોસેસર છે . આની સાથે જ Media Tek Dimensity M90 નેટવર્ક ચિપ પણ હોઈ શકે છે . ફોનમાં 16GB સુધી RAM અને ઓછામાં ઓછી 128GB સ્ટોરેજ મળશે .

હવે વાત બેટરીની તો આ ફોનમાં 5,000mAh ક્ષમતાની બેટરી આપવામાં આવી શકે છે , જે લાંબા સમય સુધી ઉપયોગ માટે સારી છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એન્ડ્રોઇડ યુઝર્સ ધ્યાન આપો ! WhatsApp અને Google Photosની આ સેટિંગથી ફોનની સ્ટોરેજ થશે ખાલી
  2. Human Fridge નહીં , ' Do Hiemon Box ' છે સાચું નામ ; જાણો આ વ્યક્તિગત કુલિંગ બૂથ કેવી રીતે કરે છે કામ
  3. Samsung Galaxy A36 5G સસ્તો થયો , બેંક ઓફર અને એક્સચેન્જથી થશે વધુ બચત
  4. 7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ , OnePlus ફોન પર બેંક ઓફર્સ સાથે મોટી બચત
  5. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  6. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  7. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  8. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  9. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  10. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »