જો તમે Samsung Galaxy S25 FE 5G ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ડીલ તમારા માટે એક ફાયદાકારક સાબિત થશે .
Photo Credit: Samsung
Samsung Galaxy S25 FE 5Gમાં 6.7 ઇંચની ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે
જો તમે Samsung Galaxy S25 FE 5G ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ડીલ તમારા માટે એક ફાયદાકારક સાબિત થશે . 50 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા અને 12 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા વાળો સેમસંગનો આ ફોન Amazon પર ભારી ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે . આ ફોનમાં 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ 4,900mAhની બેટરી અને કંપનીનું Samsung Exynos 2400 પ્રોસેસર આપવામાં આવ્યું છે . તો ચાલો જાણીએ વિસ્તારથી Samsung Galaxy S25 FE 5G પર મળતી ઓફરના વિશે .
ઈ કોમર્સ સાઈટ Amazon પર Samsung Galaxy S25 FE 5G નું 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 45,299માં લિસ્ટ થયો છે . બેંક ઓફરની વાત કરીએ તો Amazon Pay Balance થી ચુકવણી પર 1,358 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે ત્યારપછી તેની અસરકારક કિંમત રૂપિયા 43,941 સુધી પહોંચી જશે . આ સ્માર્ટફોન તેની લોન્ચ કિંમત કરતાં રૂપિયા 22,300 સસ્તું મળી રહ્યું છે . જયારે એક્સચેન્જ ઓફરમાં તમને રૂપિયા 35,050 સુધી બચાવી શકો છો . એક્સચેન્જ ઓફરનો લાભ તમારા સ્માર્ટફોનની હાલની સ્થિતિ અને તેના મોડલ પર આધાર રાખે છે . આ સ્માર્ટફોન સપ્ટેમ્બર 2025માં રૂપિયા 65,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો .
Samsung Galaxy S25 FE 5Gમાં 6.7 ઇંચની ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં 1080 x 2340 પિક્સલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 1,900 nits પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે . આ ફોનને Samsung Exynos 2400 પ્રોસેસરથી સજ્જ કરવામાં આવ્યું છે . Galaxy S25 FE Android 16 ના One UI 8 પર કામ કરે છે .
આ સ્માર્ટફોનમાં 4,900mAhની બેટરી આપવામાં આવી છે જે 45W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનના સાઈઝની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 161.3 મીમી , પહોળાઈ 76.6 મીમી , જાડાઈ 7.4 મીમી અને વજન 190 ગ્રામ છે .
ફોટોગ્રાફી માટે આ ફોનમાં 50MPનો મુખ્ય કેમેરા , 8MPનો ટેલિફોટો કેમેરા અને 12MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરા આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12MPનો ફ્રન્ટ કેમેરા મળે છે .
કનેક્ટિવિટીની વાત કરીએ તો આ ફોનમાં 5G , 4G , Bluetooth , GPS અને USB Type-C જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે . ધૂળ અને પાણીથી સુરક્ષા માટે ફોનને IP68 રેટિંગ પણ મળેલ છે . આ ઉપરાંત, તેમાં Generative Edit , Circle to search , Gemini Live સહિત અનેક AI ફીચર્સનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch