6000mAh બેટરી અને 50MP કેમેરાવાળો Samsung Galaxy F70e 5G ભારે ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ

Flipkart GOAT Sale માં જો ખરીદી કરવાનો પ્લાન હોય, તો રૂપિયા 12 હજારના બજેટમાં Samsung Galaxy F70e 5G એક સારો વિકલ્પ સાબિત થશે .

6000mAh બેટરી અને 50MP કેમેરાવાળો Samsung Galaxy F70e 5G ભારે ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ

Photo Credit: Samsung

Samsung Galaxy F70e 5G માં 6.7 ઇંચની HD + LCD ડિસ્પ્લે છે

હાઇલાઇટ્સ
  • Samsung Galaxy F70e 5Gમાં 6,000mAhની મોટી બેટરી આપવામાં આવી
  • Samsung Galaxy F70e 5Gમાં 6.7 ઇંચની HD + LCD ડિસ્પ્લે આપવામાં આવી
  • ફોનના પાછળના ભાગમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્
જાહેરાત

સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો Flipkart GOAT Sale તમારા માટે સારો મોકો લઈને આવી છે . જો તમારું બજેટ આશરે રૂપિયા 12 હજાર છે તો  Samsung Galaxy F70e 5G પર મળતી ઓફર્સ ધ્યાન ખેંચે તેવી છે . બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફરનો લાભ લઈને આ ફોનને વધુ ઓછી કિંમતે ખરીદી શકાય છે .

Samsung Galaxy F70e 5G કિંમત અને ઉપલબ્ધતા :

Samsung Galaxy F70e 5G ના 4GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની મૂળ કિંમત રૂપિયા 12,999 રાખવામાં આવી છે . Flipkart Axis Bank કાર્ડથી પેમેન્ટ કરનાર ગ્રાહકોને આશરે રૂપિયા 1,125 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . ત્યારબાદ ફોનની અસરકારક કિંમત માત્ર રૂપિયા 11,874 જેટલી રહે છે . ઉપરાંત , જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરવાથી રૂપિયા 11,300 સુધીનો વધારાનો લાભ પણ મળી શકે છે . જોકે , એક્સચેન્જની ચોક્કસ કિંમત તમારા જુના ફોનની સ્થિતિ અને મોડેલ પર આધાર રાખે છે .

Samsung Galaxy F70e 5G સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ :

ફીચર્સની વાત કરીએ તો Samsung Galaxy F70e 5Gમાં 6.7 ઇંચની HD + LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ , 720x 1600 પિક્સલ રિઝોલ્યુશન , 800 nits સુધીની પીક બ્રાઇટનેસ અને 260 PPI પિક્સલ ડેન્સિટી સાથે આવે છે . સુરક્ષા માટે તેમાં સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે . ફોન Android 16 આધારિત One UI 8 પર ચાલે છે અને તેમાં MediaTek Dimensity 6300 ઓક્ટા - કોર પ્રોસેસર આપવામાં આવ્યો છે . 


ફોટોગ્રાફી માટે ફોનના પાછળના ભાગમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે .


પાવર બેકઅપ માટે Samsung Galaxy F70e 5Gમાં 6,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 5G , ડયુઅલ સિમ , Wi-Fi , Bluetooth 5.3 , GPS, USB Type-C પોર્ટ તેમજ 3.5mm હેડફોન જેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે . બજેટમાં લાંબી બેટરી લાઈફ અને રોજિંદા ઉપયોગ માટે સારો પરફોર્મન્સ ઇચ્છતા ગ્રાહકો માટે આ સ્માર્ટફોન એક મજબૂત વિકલ્પ બની શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »