Samsung Galaxy A36 5G હવે બેંક ઓફર સાથે રૂપિયા 25,174માં ખરીદવાની તક

ફ્લિપકાર્ટના GOAT સેલમાં Samsung Galaxy A36 5G ઓછી કિંમતે ખરીદવાનો મોકો

Samsung Galaxy A36 5G  હવે બેંક ઓફર સાથે રૂપિયા 25,174માં ખરીદવાની તક

Photo Credit: Samsung

Samsung Galaxy A36 5G માં 50 મેગાપિક્સલ કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • ફોન ગયા વર્ષે માર્ચમાં રૂપિયા 32,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો
  • Samsung Galaxy A36 5Gમાં 6.7 ઇંચની FHD + Super AMOLED ડિસ્પ્લે
  • ફોનમાં 5,000mAh બેટરી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે
જાહેરાત

જો તમે Flipkart GOAT સેલ દરમિયાન રૂપિયા 30,000 થી ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Samsung Galaxy A36 5G એ સારો વિકલ્પ બની શકે છે . કંપનીનો આ 5G સ્માર્ટફોન હાલ ઈ - કોમર્સ પ્લેટફોર્મ પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . બેંક ઓફર અને એક્સચેન્જ ઓફરનો લાભ લેવાથી તેની અસરકારક કિંમત વધુ ઘટી જાય છે .

Samsung Galaxy A36 5G  કિંમત અને ઓફર  :

ફ્લિપકાર્ટ પર Samsung Galaxy A36 5G ના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 26,999 રાખવામાં આવી છે . નોંધનીય છે કે આ ફોન ગયા વર્ષે માર્ચમાં રૂપિયા 32,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે હાલની કિંમત લોન્ચ પ્રાઈસની સરખામણીએ લગભગ રૂપિયા 6,000 ઓછી છે .

બેંક ઓફરની વાત કરીએ તો ફ્લિપકાર્ટ SBI ક્રેડિટ કાર્ડ દ્રારા પેમેન્ટ કરવાથી ગ્રાહકોને રૂપિયા 1,825નો વધારાનો ડિસ્કાઉન્ટ મળી શકે છે . ત્યારબાદ ફોનની અસરકારક કિંમત માત્ર રૂપિયા 25,174 રહે છે . આ રીતે ગ્રાહકોને કુલ મળીને લગભગ રૂપિયા 7,825 સુધીની બચત થઈ શકે છે .

આ ઉપરાંત , જૂનો ફોન એક્સચેન્જમાં આપવાથી રૂપિયા 23,700 સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળી શકે છે . જોકે એક્સચેન્જ  ઓફરનો સંપૂર્ણ લાભ તમારા જૂના ડિવાઇસની સ્થિતિ અને મોડલ પર આધારિત રહેશે .

Samsung Galaxy A36 5G  ડિસ્પ્લે અને પ્રોસેસર :

Samsung Galaxy A36 5Gમાં 6.7 ઇંચની FHD + Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે . ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2340x 1080 પિક્સલ છે . પ્રોસેસિંગ માટે  તેમાં ઓક્ટા - કોર Exynos 1380 પ્રોસેસર આપવામાં આવ્યું છે .

બેટરી અને સોફ્ટવેર :

ફોનમાં 5,000mAh બેટરી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . ડિવાઇસ Android 15 આધારિત One UI 7 પર કામ કરે છે . પાણી અને ધૂળથી સુરક્ષા માટે તેને તેને IP67 રેટિંગ પણ આપવામાં આવી છે .

કેમેરા સેટઅપ અને કનેક્ટિવિટી :

ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે . જેમાં 50MP પ્રાઈમરી કેમેરા , 8MP અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 5MP મેક્રો કેમેરા આવે છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 12MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . Galaxy A36 5Gમાં 5G, 4G LTE, Wi-Fi , Bluetooth 5.4 , GPS, NFC અને  USB Type-C પોર્ટ જેવા કનેક્ટિવિટી વિકલ્પો મળે છે . ફોનની જાડાઈ 7.4mm છે અને તેનું વજન 196 ગ્રામ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »