Vivo V70 FE ના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 37,999 થી વધીને રૂપિયા 41,999 થઈ છે .
Vivo X 300 FE ને કંપનીએ રૂપિયા 7 હજાર મોંઘો કર્યો .
સ્માર્ટફોન ખરીદવો હવે પહેલાની સરખામણીએ વધુ મોંઘો બનતો રહ્યો છે . વૈશ્વિક સ્તરે મેમરી ચીપની અછત અને વધતી ઉત્પાદન કિંમતને કારણે ઘણી સ્માર્ટફોન કંપનીઓ પોતાના ફોનના ભાવમાં વધારો કરી રહી છે . Oppo , Vivo , Samsung અને Apple જેવી મોટી બ્રાન્ડ્સ પછી હવે Vivo એ પણ પોતાના ઘણા સ્માર્ટફોનના ભાવ વધાર્યા છે . કંપનીએ નવા લોન્ચ થયેલા મોડલ્સ ઉપરાંત કેટલાક જૂના ફોન પણ મોંઘા કરી દીધા છે . ચાલો જાણીએ ક્યાં Vivo સ્માર્ટફોનના ભાવમાં કેટલો વધારો થયો છે .
Vivo એ પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન Vivo X300 FEના ભાવમાં સૌથી મોટો વધાર્યો કર્યો છે . ફોનનો 12GB + 256GB વેરિઅન્ટ હવે રૂપિયા 79,999 ના બદલે રૂપિયા 86,999 માં મળશે , એટલે કે તેમાં રૂપિયા 7,000નો વધારો થયો છે . જયારે 12GB + 512GB વેરિઅન્ટ હવે રૂપિયા 89,999 ના બદલે રૂપિયા 96,999 માં ઉપલબ્ધ રહેશે .
આ ફોનમાં 6.31 ઇંચ LTPO AMOLED Full HD + ડિસ્પ્લે , 120Hz રિફ્રેશ રેટ અને 5,000 nits પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે . તેમાં Snapdragon 8 Gen 5 પ્રોસેસર છે . ફોટોગ્રાફી માટે Zeiss સપોર્ટ સાથે 50MP મુખ્ય કેમેરા , 8MP અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 50MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યા છે . સેલ્ફી માટે 50MP ફ્રન્ટ કેમેરા છે . આ ફોનમાં 6,500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે .
Vivo V70 FEના તમામ વેરિઅન્ટ ભાવમાં વધારો થયો છે . 8GB + 128GB વેરિઅન્ટ હવે રૂપિયા 37,999ના બદલે રૂપિયા 41,999માં મળશે. 8GB + 356GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 40,999 થી વધીને રૂપિયા 45,999 થઈ ગઈ છે . જયારે 12GB + 256GB વેરિઅન્ટ હવે રૂપિયા 42,999 ના બદલે રૂપિયા 46,999માં મળશે .
Vivo Y51 Pro ના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત હવે રૂપિયા 27,999 ના બદલે રૂપિયા 30,999 થઈ ગઈ છે . જયારે 8GB + 256GB વેરિઅન્ટ હવે રૂપિયા 30,999 ના બદલે રૂપિયા 33,999 માં મળશે .
Vivo Y31 5G નો 6GB + 128GB વેરિઅન્ટ હવે રૂપિયા 23,999 ના બદલે રૂપિયા 25,999 માં મળશે . જયારે 6GB + 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 26,999થી વધીને રૂપિયા 28,999 થઈ ગઈ છે .
Vivo T4 Lite 5G ના 6GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 14,999 થી વધીને રૂપિયા 18,999 થઈ ગઈ છે . જયારે 8GB + 128GB વેરિઅન્ટ હવે રૂપિયા 16,999ના બદલે રૂપિયા 20,999માં ઉપલબ્ધ રહેશે .
જો તમે Vivo નો નવો સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા હો, તો હવે તમને પહેલા કરતાં વધુ કિંમત ચૂકવવી પડશે . કંપનીએ અનેક લોકપ્રિય મોડલ્સના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે .
જાહેરાત
જાહેરાત
Garmin Forerunner 70, Forerunner 170, Forerunner 170 Music Launched in India With 1.2-Inch Display, Up to 13 Days Battery Life