Oppo Find X9 Ultra માં 7,050mAh ની બેટરી છે જે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે
Vivo X300 Ultra માં Zeiss ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા છે .
ભારતમાં આજે લોન્ચ થયેલો Oppo Find X9 Ultra સીધો Vivo X300 Ultra ને ટક્કર આપવા આવ્યો છે . બંને ફ્લેગશિપ સ્માર્ટફોન Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ , પ્રીમિયમ AMOLED ડિસ્પ્લે અને નવા મોડેલને ફોટોગાફી - કેન્દ્રિત પ્રીમિયમ ફોન તરીકે રજૂ કરી રહ્યું છે , જયારે Vivo X300 Ultra પહેલેથી જ પોર્ટ્રેટ કેમેરા અને ફોટોગ્રાફી માટે જાણીતી પસંદગી છે . Oppo Find X9 Ultra વધુ મોટી બેટરી માટે અને Vivo X300 Ultra Zeiss કેમેરા ટ્યુનિંગ માટે અલગ ઓળખ બનાવે છે . બંનેમાં ક્યુ મોડેલ તમારા માટે વધુ સારું રહેશે તે જાણવા માટે અહીં તેમની ઝડપી સરખામણી આપવામાં આવી છે .
Oppo Find X9 Ultra:
Oppo Find X9 Ultra ભારતમાં 12GB RAM અને 512GB સ્ટોરેજ સાથે એક જ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે , જેની કિંમત રૂપિયા 1,69,999 રાખવામાં આવી છે જે Canyon Orange અને Tundra Amber કલર ઓપ્શનમાં આવે છે .
Vivo X300 Ultra :
Vivo X300 Ultra 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે રૂપિયા 1,59 ,999 ની કિંમતે ઉપલબ્ધ છે . આ ફોન Eclipse Black અને Victory Green કલરમાં આવે છે
Oppo Find X9 Ultra :
Oppo Find X9 Ultraમાં 6.82 ઈંચનું QHD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 120Hz રિફ્રેશ રેટ અને 1800 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . આ ફોન Android 16 આધારિત ColorOS 16 પર ચાલે છે . આ ફોનને IP66, IP68 અને IP69 રેટિંગ મળેલ છે .
Vivo X300 Ultra :
Vivo X300 Ultra માં 6.82 ઈંચનું 2K AMOLED ડિસ્પ્લે છે , જે 144Hz રિફ્રેશ રેટ અને 4,500 nits સુધીની બ્રાઇટનેસ આપે છે . આ ફોન Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે . આ ફોનને IP68 અને IP69 રેટિંગ મળેલ છે .
Oppo Find X9 Ultra :
આ ફોનમાં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર સાથે Adreno 840 GPU આપવામાં આવ્યો છે . Oppo એ તેમાં 7,050mAh સિલિકોન - કાર્બન બેટરી આપી છે , જે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે .
Vivo X300 Ultra :
Vivo X300 Ultra માં પણ Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવ્યો છે . આ ફોનમાં 6,600mAh બેટરી આપવામાં આવી છે , જે 100W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે .
Oppo Find X9 Ultra :
Oppo Find X9 Ultra માં Hasselblad ટ્યુન્ડ ક્વાડ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે . તેમાં 200MP પ્રાઈમરી સેન્સર , 50MP અલ્ટ્રા - વાઈડ લેન્સ , 200MP ટેલિફોટો સેન્સર સામેલ છે . સેલ્ફી માટે ફોનમાં 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ફોનનું વજન 235 ગ્રામ છે .
Vivo X300 Ultra :
Vivo X300 Ultra માં Zeiss ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે . આમાં 200MP પ્રાઈમરી કેમેરા , 200MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 50MP અલ્ટ્રા વાઈડ કેમેરા છે . સેલ્ફી માટે 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ફોનનું વજન લગભગ 232 ગ્રામ છે .
Oppo Find X9 Ultra અને Vivo X300 Ultra બંને પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે અને બંનેમાં શક્તિશાળી Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ , હાઈ - એન્ડ AMOLED ડિસ્પ્લે અને પ્રોફેશનલ - ગ્રેડ કેમેરા સેટઅપ છે . જો તમને મોટી બેટરી જોઈએ તો તમે Oppo Find X9 Ultra તમારા માટે સારી પસંદગી બનશે અને જો તમને પોર્ટ્રેટ ફોટોગ્રાફી અને Zeiss કેમેરા ટ્યુનિંગ જોઈએ તો તમને Vivo X300 Ultra પસંદ કરવો જોઈએ .
જાહેરાત
જાહેરાત
Activision to Shut Down Call of Duty: Warzone on PS4, Xbox One After Modern Warfare 4 Launch