Vivo X300 Ultraમાં સિનેમા સ્ટાઇલ વિડીયો રિકોર્ડિંગ ફીચર્સ , 30 માર્ચે લોન્ચ થવાની શક્યતા

Vivo X300 Ultraમાં 4K 120fps 10 bit Log વિડીયો રેકોર્ડિંગ જેવી કેમેરા ક્ષમતા મળશે આથી વધુ સ્મૂથ અને પ્રોફેશનલ વિડીયો શૂટિંગ શક્ય બનાવશે

Vivo X300 Ultraમાં સિનેમા સ્ટાઇલ વિડીયો રિકોર્ડિંગ ફીચર્સ , 30  માર્ચે લોન્ચ થવાની શક્યતા

Photo Credit: Gadget 360

વર્તમાન સમયમાં Vivo X300 એ ફ્લેગશિપ ફોન છે .

હાઇલાઇટ્સ
  • Vivo X300 Ultra સ્માર્ટફોન 30 માર્ચે લોન્ચ થવાની શયક્તા
  • 4K 120fps 10 bit Log વિડીયો રેકોર્ડિંગ
  • Log વિડીયો રેકોર્ડ કરતી વખતે 3D LUT કલર પ્રોફાઈલનું પ્રિવ્યુ
જાહેરાત

Vivoનો નવો આવનારો Vivo X300 Ultra સ્માર્ટફોન 30 માર્ચે લોન્ચ થવાની શયક્તા છે . લોન્ચ પહેલા કંપનીના પ્રોડક્ટ મેનેજર હાન બોક્સિયાઓએ ફોનની  વિડીયો  રિકોર્ડિંગ વિશે કેટલીક નવી માહિતી શેર કરી છે .  તેમને જણાવ્યા અનુસાર આ ફોનને ખાસ કરીને તેની વિડીયો રિકોર્ડિંગ માટે તૈયાર કરવામાં આવ્યો  છે . કંપનીનું કહેવું છે કે  Vivo X300 Ultra  પહેલા આવેલા  Vivo X200 Proના વિડીયો ફીચર્સને વધુ સારો બનાવશે . આ નવા મોડેલમાં હાર્ડવેર પ્રોસેસિંગ , શૂટિંગ કંટ્રોલ અને પોસ્ટ પ્રોડક્શન માટે વધુ સારા વિકલ્પો મળી રહેશે , જેથી કન્ટેન્ટ ક્રિએટર્સને વધુ સુવિધા મળશે .

આ ફોનની સૌથી મોટી ખાસિયત આની  4K 120fps 10 bit Log વિડીયો રેકોર્ડિંગ છે . આનાથી અગાઉના મોડેલમાં 4K 60fps Log વિડીયો હતી , જયારે નવા ફોનમાં  ફ્રેમ રેટ વધીને 120fps સુધી પહુંચી છે . તેની મદદથી વિડીયો સ્મૂથ બને છે અને એડિટિંગ દરમિયાન વધુ વિકલ્પો મળી રહેશે .

આ ફોનમાં ત્રણ રિયર કેમેરા છે જે સમાન વિડીયો ક્વોલિટીને સપોર્ટ કરશે . એટલે કે તમે કોઈ પણ લેન્સનો ઉપયોગ કરો , તમને પરિણામ સમાન મળશે . આ ફોનમાં નવો પ્રોફેશનલ વિડીયો મોડ પણ છે , જેમાં રેકોર્ડિંગ દરમિયાન જરૂરી માહિતી સ્પષ્ટ રીતે દેખાશે . આ ઉપરાંત Log વિડીયો રેકોર્ડ કરતી વખતે 3D LUT કલર પ્રોફાઈલનું પ્રિવ્યુ પણ જોઈ શકાશે . જેનાથી ક્રિએટર્સને વીડિયોના કલર અને ટોન તરત મળી શકે .

પોસ્ટ પ્રોડકશન માટે ફોન APV 422 પ્રોફેશનલ વિડીયો એન્કોડિંગ સપોર્ટ કરે છે . આ ફોર્મેટથી  કલર ક્વોલિટી અને એડિટિંગ વધુ સારી રીતે થાય છે .  Vivoના  જણાવ્યા મુજબ , લોગ વિડીયોને ફિલ્મમેકિંગમાં ઉપયોગ થતી ACES કલર સિસ્ટમ સાથે સરળતાથી ઉપયોગ કરી શકાય છે .

Vivo X300 Ultraમાં 4K 120fps 10 bit Log વિડીયો રેકોર્ડિંગ જેવી કેમેરા ક્ષમતા મળશે આથી વધુ સ્મૂથ અને પ્રોફેશનલ વિડીયો શૂટિંગ શક્ય બનાવશે . વર્તમાન સમયમાં Vivo X300 એ ફ્લેગશિપ ફોન છે .

નવા અહેવાલો મુજબ 30 માર્ચના લોન્ચ ઇવેન્ટમાં Vivo X300 Ultra સાથે Vivo X300s સ્માર્ટફોન અને Vivo Pad 6 Pro ટેબ્લેટ પણ લોન્ચ થવાની શક્યતા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »