Galaxy M47 5Gની ભારતમાં એન્ટ્રી , Snapdragon 6 Gen 3 અને 50MP કેમેરા સહિત અનેક પ્રીમિયમ ફીચર્સ

Samsung Galaxy M47 5G ભારતમાં બ્લેઝ બ્લુ અને રોગ રેડ કલર વિકલ્પોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે .

Galaxy M47 5Gની ભારતમાં એન્ટ્રી , Snapdragon 6 Gen 3 અને  50MP કેમેરા સહિત અનેક પ્રીમિયમ ફીચર્સ

Photo Credit: Amazon/ Samsung

Samsung Galaxy M47 5Gમાં 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • Samsung Galaxy M47 5G માં 6.7 ઇંચની Full - HD + Super AMOLED ડિસ્પ્લે
  • સ્માર્ટફોન Android 16 આધારિત One UI 8.5 પર ચાલે છે .
  • Galaxy M47 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો
જાહેરાત

સેમસંગે ભારતીય બજારમાં પોતાની M સિરીઝનો નવો સ્માર્ટફોન Galaxy M47 5G લોન્ચ કર્યો છે . મિડ - રેન્જ સેગમેન્ટમાં રજૂ કરાયેલો આ સ્માર્ટફોન લાંબી બેટરી લાઈફ , સ્મૂથ ડિસ્પ્લે અને શક્તિશાળી પ્રોસેસર જેવી સુવિધાઓ સાથે આવે છે . કંપનીએ તેને બે આકર્ષક કલર વિકલ્પો Blaze Blue અને Rogue Red માં રજૂ કર્યો છે . આ ફોનનું વેચાણ 4 જુલાઈથી Amazon પર શરૂ થશે .

Samsung Galaxy M47 5G કિંમત :

ભારતમાં Samsung Galaxy M47 5G ની શરૂઆતની કિંમત રૂપિયા 22,999 રાખવામાં આવી છે , જેમાં કૂપન ઓફરનો સમાવેશ થાય છે . કંપની ટૂંક સમયમાં વિવિધ સ્ટોરેજ વેરિઅન્ટની સત્તાવાર કિંમતો પણ જાહેર કરશે .

Samsung Galaxy M47 5G ફીચર્સ :

ફીચર્સની વાત કરીએ તો Samsung Galaxy M47 5G માં 6.7 ઇંચની Full - HD + Super AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ અને Corning Gorilla Glass Victus + પ્રોટેક્શન સાથે આવે છે . સ્માર્ટફોનમાં Qualcomm નો Snapdragon 6 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યો છે , જે LPDDR5X  RAM અને UFS 3.1 સ્ટોરેજ સાથે ઝડપી કામગીરીનો અનુભવ કરાવે છે .

આ સ્માર્ટફોન Android 16 આધારિત One UI 8.5 પર ચાલે છે . સેમસંગે આ ડિવાઇસ માટે 6 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ અને 6 OS અપગ્રેડ આપવાની ખાતરી આપી છે . આમાં AI Voice Transcription સહિતના અનેક AI આધારિત ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે .

ફોટોગ્રાફી માટે Galaxy M47 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં 50 મેગાપિક્સલનો OIS સપોર્ટ ધરાવતો મુખ્ય કેમેરા , 5 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા સામેલ છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે આગળની બાજુએ 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .

પાવર માટે સ્માર્ટફોનમાં 6,000mAh બેટરી આપવામાં આવી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે તેમાં 5G , 4G LTE , Wi -Fi  , Bluetooth અને USB Type -C પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે . કંપનીના જણાવ્યા અનુસાર આ ફોન વધુ સ્ક્રેચ રેઝિસ્ટન્સ , 2 મીટર સુધીની ફોલ પ્રોટેક્શન અને ધૂળ - પાણી સામે વધારાના રક્ષણ સાથે આવે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »