200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 સાથેનો Samsung Galaxy S26 Ultra હવે ઓછી કિંમતે ઉપલબ્ધ

જો તમને સેમસંગ ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો Samsung Galaxy S26 Ultra 5G બેસ્ટ છે

200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 સાથેનો Samsung Galaxy S26 Ultra  હવે ઓછી કિંમતે ઉપલબ્ધ

Photo Credit: Samsung

Samsung Galaxy S26 Ultra 5G માં 6.9 ઇંચ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • Samsung Galaxy S26 Ultra 5G હાલમાં ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ 5
  • Samsung Galaxy S26 Ultra 5G માં 6.9 ઈંચનું Dynamic AMOLED 2X ડિસ્પ્લે
  • આ ફોનમાં 200MP નો મુખ્ય કેમેરા , 50MP નો સેકન્ડરી કેમેરા
જાહેરાત

જો તમે સેમસંગ નો ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Samsung Galaxy S26 Ultra 5G તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે . આ ફોન હાલમાં ફ્લિપકાર્ટ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . ખાસ વાત એ છે કે તેમાં 200MP નો કેમેરા , Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર અને 5000mAh બેટરી જેવી પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી છે .  આ ફોનને 60W ફાસ્ટ ચાર્જિંગ નો સપોર્ટ પણ મળે છે . જે તમે હાઈ- એન્ડ કેમેરા , પાવરફુલ પરફોર્મન્સ અને પ્રીમિયમ ફીચર્સવાળો ફોન શોધી રહ્યા છો , તો આ ડીલ તમારા માટે કામની બની શકે છે .

Samsung Galaxy S26 Ultra 5G કિંમત અને ઓફર  :

ફ્લિપકાર્ટ પર Samsung Galaxy S26 Ultra 5Gનો 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ હાલમાં રૂપિયા 1,17,964 માં લિસ્ટ થયો છે . આ ફોન આ વર્ષે ફેબ્રુઆરીમાં રૂપિયા 1,39,999ની કિંમતે લોન્ચ થયો હતો . એટલે હાલ તેની મૂળ કિંમતની સરખામણીએ લગભગ રૂપિયા 25,000 ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે .

બેંક ઓફરની વાત કરીએ તો , જો ગ્રાહકો HDFC બેંક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે , તો તેને રૂપિયા 3,500 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઓફર પછી ફોનની અસરકારક કિંમત રૂપિયા 1,14,464 સુધી આવી જાય છે . આ ઉપરાંત ફ્લિપકાર્ટ પર એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે . જો તમે તમારો  જૂનો ફોન આપો , તો રૂપિયા 60,300 સુધીનું એક્સચેન્જ વેલ્યુ મળી શકે છે . જોકે કેટલો ફાયદો મળશે તે તમારા જૂના ફોનની હાલત અને મોડલ પર આધાર રાખે છે .

Samsung Galaxy S26 Ultra 5G ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

ફીચર્સની વાત કરીએ તો Samsung Galaxy S26 Ultra 5G માં 6.9 ઈંચનું Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે . તેમાં 3120x1440 પિક્સેલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ મળે છે , જેથી સ્ક્રોલિંગ અને વિડીયો જોવાનો અનુભવ વધુ સ્મૂથ બને છે . ફોન Android 16 આધારિત One UI 8.5 પર ચાલે છે .

કેમેરા વિભાગની વાત કરીએ, તો આ ફોનમાં 200MP નો મુખ્ય કેમેરા , 50MP નો સેકન્ડરી કેમેરા , 50MP નો અલ્ટ્રા-વાઈડ કેમેરા અને 10MP ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે તેમાં 12MPનો ફ્રન્ટ કેમેરા છે . આની સાથે જ 5000mAh બેટરી , Wi-Fi 7 , Bluetooth 5.4 , NFC અને USB Type - C જેવી સુવિધાઓ પણ મળે છે . 


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 સાથેનો Samsung Galaxy S26 Ultra હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  2. 7000mAh બેટરી અને 50MP કેમેરાવાળો Oppo Reno 15c હવે ઓછી કિંમતે ખરીદવાની તક
  3. WhatsApp Betaમાં મોટા ફેરફારોની ઝલક , View - Once Text અને Meta one Subscription પર કામ ચાલુ
  4. Google Pixel 10 5G સસ્તામાં ખરીદવાનો મોકો , Vijay Sales પર મળી રહી છે મોટી ઓફર
  5. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  6. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
  7. ટેલિગ્રામને રાહત નહીં : પરીક્ષા પેપર લીક મામલે સરકારના નિર્ણયને કોર્ટનો સમર્થન
  8. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  9. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  10. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »