16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ

સેમસંગ તેનું નવું લેપટોપ , સેમસંગ ગેલેક્સી બુક6 એજ , બજારમાં લોન્ચ કર્યું છે

16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ

Photo Credit: Samsung

સેમસંગ ગેલેક્સી બુક6 એજ માં 2 મેગાપિક્સલનો કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • સેમસંગે તેનું નવું પ્રીમિયમ લેપટોપ Galaxy Book6 Edge લોન્ચ કર્યું
  • Samsung Galaxy Book6 Edgeમાં 61.8Wh લિથિયમ - આયન બેટરી આપવામાં આવી છે
  • ડિવાઇસમાં 16GB LPDDR5X RAM અને 1TB eUFS સ્ટોરેજ
જાહેરાત

સેમસંગે તેના પ્રીમિયમ લેપટોપ પોર્ટફોલિયોને વધારવા માટે નવું Samsung Galaxy Book6 Edge લોન્ચ કર્યું છે . આ લેપટોપ શક્તિશાળી હાર્ડવેર , AI ક્ષમતાઓ અને લાંબી બેટરી લાઈફ સાથે આવે છે . કંપનીનો દાવો છે કે આ ડિવાઈસ પ્રોફેશનલ્સ , વિધાર્થીઓ અને કન્ટેન્ટ ક્રિએટર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે .  આ લેપટોપ Windows 11 Home ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને SmartThings ઈકોસિસ્ટમ સાથે આવે છે .

Samsung Galaxy Book6 Edge ડિસ્પ્લે :

Samsung Galaxy Book6 Edgeમાં 16 ઈંચનું Dynamic AMOLED 2X એન્ટિ - રિકલેક્ટિવ ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવ્યું છે . આ ડિસ્પ્લે 2880x1800 પિક્સલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે , જે યુઝર્સને સ્મૂથ અને શાર્પ વિઝ્યુઅલ અનુભવ આપે છે . લેપટોપ Qualcomm Snapdragon X2 Elite X2E-88-100 ચિપસેટથી સંચાલિત છે , જેની સાથે Qualcomm Adreno GPU અને Qualcomm Hexagon NPU આપવામાં આવ્યા છે . આ કોમ્બિનેશન AI આધારિત કર્યો અને મલ્ટીટાસ્કિંગને વધુ ઝડપી બનાવે છે .

ડિવાઇસમાં 16GB LPDDR5X RAM અને 1TB eUFS સ્ટોરેજ આપવામાં આવ્યું છે , જે મોટા પ્રમાણમાં ડેટા સ્ટોર કરવા અને હેવી એપ્લિકેશન્સ ચલાવવા માટે પૂરતું છે . ઓડિયો અનુભવને વધુ સારો બનાવવા માટે તેમાં Dolby Atmos સપોર્ટ સાથે ક્વાડ સ્પીકર્સ અને Smart Amp ટેક્નોલોજી આપવામાં આવી છે . આ ઉપરાંત , વિડીયો કોલિંગ અને ઓનલાઈન મીટિંગ્સ માટે ડ્યુઅલ -એરે ડિજિટલ માઈક્રોફોન અને 2 - મેગાપિક્સલનો વેબકેમ પણ ઉપલબ્ધ છે .

Samsung Galaxy Book6 Edgeમાં 61.8Wh લિથિયમ - આયન બેટરી આપવામાં આવી છે , જે એક જ ચાર્જમાં 22 કલાક સુધીનો ઉપયોગ કરી શકાય છે . તે 65W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે . આ લેપટોપ Windows 11 Home ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને SmartThings ઈકોસિસ્ટમ સાથે આવે છે .

કનેક્ટિવિટી માટે તેમાં Wi - Fi 7, Bluetooth 5.4, HDMI 2.1, USB 3.2 પોર્ટ , બે USB4 પોર્ટ અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યા છે . લેપટોપનું વજન 1.55 કિલોગ્રામ છે અને તે Gray Blue કલર વિકલ્પમાં ઉપલબ્ધ છે . તેની કિંમત USD 2,099.99 ( આશરે રૂપિયા 1.98 લાખ ) રાખવામાં આવી છે અને હાલમાં તે અમેરિકામાં Samsung ની સત્તાવાર વેબસાઈટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે .

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  2. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  3. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  4. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  5. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  6. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  7. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  8. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  9. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  10. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »