Windows 11 માટે Android સ્માર્ટફોન બન્યો સ્માર્ટ વેબકેમ વિકલ્પ

ઇન્ટિગ્રેટેડ વેબકેમની તુલનામાં એન્ડ્રોઈડ ફોન સારી ઇમેજ ગુણવત્તા આપે છે

Windows 11  માટે Android સ્માર્ટફોન બન્યો સ્માર્ટ વેબકેમ વિકલ્પ

Photo Credit: Pexels/ George Milton

Windows 11 પર એન્ડ્રોઈડ ફોનનો વેબકેમ તરીકે ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં છે .

હાઇલાઇટ્સ
  • યુઝર્સ પોતાના Android સ્માર્ટફોનને વાયરલેસ વેબકેમ તરીકે ઉપયોગ કરી શકે
  • YouTube અથવા અન્ય પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ કરતા લોકો માટે ઉપયોગી
  • ફોનમાં Link to Windows એપનું 1.24022.0 અથવા તેના પછીનું વર્ઝન ઇન્સ્ટોલ
જાહેરાત

Windows 11 માટે તાજેતરમાં એક નવી સુવિધા રજૂ કરવામાં આવી છે , જેના દ્રારા હવે યુઝર્સ પોતાના Android સ્માર્ટફોનને વાયરલેસ વેબકેમ તરીકે ઉપયોગ  કરી શકે છે . આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે , જેઓ વિડીયો કોલિંગ , ઓનલાઈન મીટિંગ્સ અથવા લાઈવ સ્ટ્રીમિંગ માટે વધુ સારી  વિડીયો ક્વોલિટી ઈચ્છે છે . પહેલાના સ્માર્ટફોનને વેબકેમ તરીકે ઉપયોગ કરવા માટે બીજી એપ્લિકેશનોની જરૂર પડતી હતી , પરંતુ હવે Windows 11  માં આ સુવિધા સીધી જ  ઉપલબ્ધ હોવાથી વધુ સુરક્ષા અને ગોપનીયતા મળે છે .


સ્માર્ટફોનને વેબકેમ તરીકે ઉપયોગ કરવાનો ફાયદો 

Android સ્માર્ટફોનને વેબકેમ તરીકે ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે મોટાભાગના સમાર્ટફોનમાં સામાન્ય લેપટોપ વેબકેમ કરતા વધુ સારા કેમેરા  હોય છે . ઘણા Android ફોન 4K વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે , જયારે સામાન્ય લેપટોપ વેબકેમ ફક્ત Full - HD  સુધી મર્યાદિત હોય છે . તેથી વિડીયો  કોલ અથવા  ઓનલાઇન પ્રેઝન્ટેશન દરમિયાન વધુ સ્પષ્ટ અને પ્રોફેશનલ વિડીયો ક્વોલિટી મેળવી શકાય છે .

આ સુવિધા ડેસ્કટોપ PC વાપરતા યુઝર્સ માટે પણ ઉપયોગી છે , કારણ કે હવે અલગ વેબકેમ ખરીદવાની જરૂર રહેતી નથી . ઉપરાંત , ફોન વાયરલેસ રીતે કનેક્ટ થતો  હોવાથી તેને ગમે ત્યાં મૂકી શકાય છે અને જરૂર મુજબ કેમેરાનો એંગલ સરળતાથી ગોઠવી શકાય છે . YouTube અથવા અન્ય પ્લેટફોર્મ  પર લાઈવ  સ્ટ્રીમિંગ કરતા લોકો માટે પણ આ ફીચર ઉપયોગી બની શકે છે , કારણે કે તેઓ ફોનને સેકન્ડરી કેમેરા તરીકે ઉપયોગ કરી શકે છે .


તમારા Windows 11 પર તમારા Android ફોનનો વેબકેમ તરીકે ઉપયોગ કેવી રીતે કરવો ?

આ સુવિધાઓ ઉપયોગ કરવા માટે કેટલીક આવશ્યકતાઓ પણ છે . તમારું PC Windows 11 અથવા તેની નવી આવૃત્તિ પર ચાલતું હોવું જોઈએ . Android  સ્માર્ટફોન Android 11 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતો હોવું જરૂરી છે . આ ઉપરાંત , ફોનમાં Link to Windows એપનું 1.24022.0 અથવા તેના પછીનું વર્ઝન ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ .


Windows 11 પર એન્ડ્રોઇડ ફોનનો વેબકેમ તરીકે ઉપયોગ કેવી રીતે કરવો ?

  • સેટઅપ પ્રક્રિયા પણ ખૂબ સરળ છે .સૌપ્રથમ Android ફોનમાં  Link to Windows એપ ઇન્સ્ટોલ કરો .
  • ત્યારબાદ Windows 11  PC પર Phone link એપ ખોલો .
  • માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી સાઈન -ઈન કરો .
  • ત્યાર પછી સ્ક્રીન પર દેખાતા QR કોડને ફોનથી સ્કેન કરીને બંને ડિવાઈસને કનેક્ટ કરો . બ્લૂટૂથથી પણ કનેક્શન કરી શકાય છે .
  • કનેક્શન પૂર્ણ થયા પછી ની Setting એપમાં જઈ Bluetooth & Devices વિભાગ ખોલો .
  • તમારા ફોનનું નામ પસંદ કરો .
  • ત્યારબાદ " Use device as a cameras "  વિકલ્પ ચાલુ કરો .
  • પછી Manage Cameras  વિભાગમાં તમારો Android ફોન Connected Cameras હેઠળ દેખાશે .
  • તેના પર ક્લિક કરતા જ ફોનના કેમેરાનો લાઈવ વિડીયો ફીડ સ્ક્રીન પર જોવા મળશે .
  • જો ફીડ ન દેખાય તો " Resend Permission request " વિકલ્પ પસંદ કરો .
  • ફોનમાં જરૂરી કેમેરા પરમિશન Allow કરવું પડશે .
  • પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારો Android સ્માર્ટફોન Windows 11 માટે સંપૂર્ણ વાયરલેસ વેબકેમ તરીકે કામ કરવા લાગશે .
Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  2. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  3. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  4. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  5. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  6. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  7. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  8. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  9. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  10. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »