Galaxy M47માં Snapdragon 6 Gen 3, 5000mAh બેટરી સાથે આવી શકે છે .

Samsung Galaxy M47 માં 50 મેગાપિક્સલ પ્રાથમિક સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે

Galaxy M47માં Snapdragon 6 Gen 3, 5000mAh બેટરી સાથે આવી શકે છે .

Photo Credit: Samsung

Samsung Galaxy M47 Samsung Galaxy M44ની જગ્યા લેશે .

હાઇલાઇટ્સ
  • સ્માર્ટફોન Galaxy M47 અને Galaxy F70 Pro ટૂંક સમયમાં
  • Galaxy M47 ભારતમાં લગભગ રૂપિયા 20,000 થી રૂપિયા 25,000 ની રેન્જમાં
  • Galaxy M47 માં 6.7 ઈંચનું ફૂલ HD + AMOLED ડિસ્પ્લે મળશે
જાહેરાત

સેમસંગના બે નવા સ્માર્ટફોન Galaxy M47 અને  Galaxy F70 Pro ટૂંક સમયમાં બજારમાં આવી શકે છે . સતાવાર જાહેરાત પહેલા જ આ બંને ડિવાઈસ બ્યુરો  ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ ( BIS ) ની વેબસાઈટ પર જોવા મળ્યા છે . આ લીકથી તેમના ભારતમાં લોન્ચ થવાની શક્યતા વધુ મજબૂત બની છે .  લિક્સ મુજબ Galaxy M47 માં 6.7 ઇંચ 120Hz AMOLED ડિસ્પ્લે , Snapdragon 6 Gen 3 ચિપસેટ અને 5000mAh બેટરી મળી શકે છે . તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 50MP પ્રાઈમરી સેન્સર હોવાની શક્યતા છે . ફોનની કિંમત અંદાજે રૂપિયા 20,000 થી 25,000 વચ્ચે હોઈ શકે  છે .

Samsung Galaxy M47 અને  Galaxy F70 Pro  BIS Site  પર:

BIS પર આ ફોન મોડેલ નંબર SM - M476B/DS અને  SM - E476B/DS સાથે લિસ્ટ થયા છે . જોકે લિસ્ટિંગમાં નામ સ્પષ્ટ નથી , પહેલાની Geekbench અને  IMEI ડેટાબેઝ માહિતી મુજબ SM - M476B/DS ને Galaxy M47 અને SM - E476B/DS ને Galaxy F70 Pro  માનવામાં આવે છે . બંને ડિવાઈસ ડયુઅલ  - સિમ સપોર્ટ સાથે આવી શકે છે અને 15 મેના રોજના દિવસે કંપનીએ  આ વાતની પુષ્ટિ કરી છે કે આ બંને ફોનનો લોન્ચ નજીક છે .

bis samsung galaxy m47 Samsung Galaxy M47

Photo Credit: BIS

Samsung Galaxy M47 કિંમત , સ્પેસિફિકેશન્સ :

ટિપસ્ટર સંજુ ચૌધરી મુજબ Samsung Galaxy M47 ભારતમાં લગભગ રૂપિયા 20,000 થી રૂપિયા 25,000 ની રેન્જમાં લોન્ચ થઈ શકે છે . આ ફોનનું હાર્ડવેર  Samsung Galaxy A27 જેવા સ્પેસિફિકેશન્સ સાથે સમાન હોઈ શકે છે .

Samsung Galaxy M47 માં 6.7 ઈંચનું ફૂલ HD + AMOLED ડિસ્પ્લે મળશે , જેમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ હશે .  પરફોર્મન્સ માટે તેમાં Qualcomm Snapdragon  6 Gen 3 ચિપસેટ અને 5,000mAh બેટરી સાથે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે .

કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હોઈ શકે છે , જેમાં 50MP પ્રાઈમરી સેન્સર , 8MP અલ્ટ્રા - વાઈડ અને 2MP ફ્રન્ટ કેમેરાની શક્યતા છે . આ ઉપરાંત , સેમસંગ આ ફોન માટે લગભગ 6 વર્ષ સુધી સોફ્ટવેર અપડેટ્સ આપવાની પણ શક્યતા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  2. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  3. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  4. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  5. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  6. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  7. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  8. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  9. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  10. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »