Lenovoનું નવું AI લેપટોપ લોન્ચ , 15 મિનિટ ચાર્જમાં 2 કલાક સુધી ચાલશે

Lenovo IdeaPad Slim 3 Gen 11 ઇન્ટેલ કોર અલ્ટ્રા સિરીઝ 3 પ્રોસેસર દ્રારા સંચાલિત છે

Lenovoનું નવું AI લેપટોપ લોન્ચ , 15 મિનિટ ચાર્જમાં 2 કલાક સુધી ચાલશે

Photo Credit: Lenovo

આ લેપટોપમાં 60Wh બેટરી આપવામાં આવી છે .

હાઇલાઇટ્સ
  • નવું Lenovo IdeaPad Slim 3 Gen 11 લેપટોપ લોન્ચ
  • Lenovo IdeaPad Slim 3 Gen 11 એ 14 ઇંચ અને 15 ઇંચની સ્ક્રીનના વિકલ્પો
  • Lenovo IdeaPad Slim 3 Gen 11 ની શરૂઆતની કિંમત રૂપિયા 1,09,900
જાહેરાત

લેનોવોએ ભારતીય બજારમાં તેનું નવું Lenovo  IdeaPad Slim 3 Gen 11 લેપટોપ લોન્ચ કર્યું છે . આ લેપટોપ એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે , જેઓ ઓફિસનું કામ , ભણવાનું , વિડીયો કોલિંગ કે રોજિંદા ઉપયોગ માટે એક શક્તિશાળી ડિવાઈસ શોધી રહ્યા છે . કંપનીએ તેમાં AI આધારિત ફીચર્સ પણ આપ્યા છે , જે કામને વધુ સરળ અને ઝડપી બનાવવામાં મદદ કરે છે . Lenovo  IdeaPad Slim 3 Gen 11ની શરૂઆતની કિંમત રૂપિયા 1,09,900 રાખવામાં આવી છે . 

નવું Lenovo  IdeaPad Slim 3 Gen 11 એ 14 ઇંચ અને 15 ઇંચની સ્ક્રીનના વિકલ્પો સાથે આવે છે . બંને મોડલમાં 400 nits સુધીની બ્રાઇટનેસ આપવામાં આવી છે . પાતળી બેઝલ્સને કારણે સ્ક્રીન વધુ મોટી લાગે છે , જેથી વિડીયો જોવાનું અને કામ કરવાનું અનુભવ સારો મળે છે . આંખો પર ઓછો ભાર પડે તે માટે ડિસ્પ્લેને TUV સર્ટિફિકેશન પણ મળ્યું છે .

પરફોર્મન્સ માટે આ લેપટોપમાં Intel Core Ultra Series 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે . સાથે Intel Arc Graphics અને Copilot + જેવી AI સુવિધાઓ પણ મળે છે . આ કારણે યુઝર્સ સરળતાથી મલ્ટીટાસ્કિંગ કરી શકે છે અને સાથે જ બીજા એપ્લિકેશન્સનો ઉપયોગ કોઈ સમસ્યા વગર કરી શકે છે . આ લેપટોપમાં 16GB RAM અને 512GB સુધી સ્ટોરેજનો વિકલ્પ ઉપલબ્ધ છે .

વિડીયો કોલિંગ અને ઓનલાઈન મીટિંગ્સ માટે તેમાં FHD IR  કેમેરો આપવામાં આવ્યો છે , જે સારી ગુણવત્તાનો વિડીયો અનુભવ આપે છે . લેપટોપ Windows 11 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે . કનેક્ટિવિટી માટે Wi - Fi  , Bluetooth , HDMI , USB Type - A , USB Type - C પોર્ટ અને 3.5mm ઓડિયો જેક જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવી છે .

Lenovo  IdeaPad Slim 3 Gen 11 ની શરૂઆતની કિંમત રૂપિયા 1,09,900 રાખવામાં આવી છે . ગ્રાહકો લેનોવોની વેબસાઈટ પરથી પોતાની જરૂરિયાત પ્રમાણે કન્ફિગરેશન પસંદ કરી શકે છે . કંપની 10,000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ અને 12 મહિનાનો નો - કોસ્ટ EMI વિકલ્પ પણ આપી રહી છે .

આ લેપટોપમાં 60Wh બેટરી આપવામાં આવી છે , જે ફાસ્ટ ચાર્જિંગ બુસ્ટ ફીચરને સપોર્ટ કરે છે . કંપનીનું કહેવું છે કે માત્ર 15 મિનિટ ચાર્જિંગ કરવાથી લગભગ 2 કલાક સુધી તેનો ઉપયોગ કરી શકાય છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા
  2. આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી નવી ફિલ્મો અને વેબ સિરીઝ
  3. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  4. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  5. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  6. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  7. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  8. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  9. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  10. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »