સેમસંગનું One UI 8.5 હાલમાં ગેલેક્સી S સિરીઝ , ગેલેક્સી A સિરીઝ અને ફોલ્ડેબલ સ્માર્ટફોન પર રોલઆઉટ થઈ રહ્યું છે .
Photo Credit: Samsung
સેમસંગનું One UI 8.5 અપડેટ જૂના ફલેગશિપ્સમાં અપગ્રેડ લાવશે .
સેમસંગ આ મહિનાની શરૂઆતમાં તેના Android 16 આધારિત One UI 8.5 અપડેટનું દુનિયાભરમાં રોલઆઉટની જાહેરાત કરી હતી . શરૂઆતમાં Galaxy S25 અને Galaxy S24 સિરીઝના સ્માર્ટફોન્સને આ અપડેટ મળ્યું હતું , પરંતુ હવે કંપની ધીમે ધીમે અન્ય ડિવાઇસિસ માટે પણ તેને ઉપલબ્ધ બનાવી છે . સોશિયલ મીડિયા પર આવેલી માહિતી અનુસાર , ભારત અને બીજા અનેક વૈશ્વિક બજારોમાં Samsung Galaxy Z Fold 5 અને Galaxy Z Flip 5 માટે હવે One UI 8.5 અપડેટ રોલઆઉટ થવાનું શરૂ થયું છે .
X પર કેટલાક યુઝર્સને માહિતી આપી છે કે Samsung Galaxy Z Fold 5 માટે F946BXXU6GZE2 અને Galaxy Z Flip 5 માટે F731BXXU6GZE3 ફર્મવેર વર્ઝન સાથે અપડેટ મળી રહ્યું છે . Android 16 આધારિત આ અપડેટ મળી રહ્યું છે . Android 16 આધારિત આ અપડેટમાં એપ્રિલ 2026 નો સુરક્ષા પેચ પણ શામેલ છે .
One UI 8.5 Rollout India ‼️
— Tarun Vats (@tarunvats33) May 25, 2026
Galaxy Z Fold5 and Z Flip5 stable One UI 8.5 update is live in India
Build Versions:
F946BXXU6GZE2
F731BXXU6GZE3
Rollout will expand to other regions soon pic.twitter.com/wIhIexJA4s
સેમસંગના લેટેસ્ટ અપડેટ્સ સામાન્ય રીત ડિવાઈસ પર OTA ( Over - the - Air ) દ્રારા આપમેળે પહોંચી જશે . જોકે , યુઝર્સ Settings > Software Update > Download and Install વિકલ્પ દ્રારા મેન્યુઅલી પણ અપડેટ ચેક કરી શકે છે . કંપનીએ અપડેટ ઇન્સ્ટોલ કરતા પહેલા Wi - Fi સાથે કનેક્ટ રહેવા અને ફોન ચાર્જિંગ પર રાખવાની સલાહ આપી છે .
Breaking‼️
— Mohammed Khatri (@Mohammed_K_2010) May 25, 2026
One UI 8.5 for Galaxy A26 Live in Guatemala 🔥🇬🇹
💡 A266MUBU9CZEA/A266MOWO9CZEA/A266MUBU9CZEA
The Galaxy A56 & A36 received it earlier ✅️#OneUI8_5 #Samsung pic.twitter.com/eBcJ6iss8V
દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ કંપની Samsung આ મહિને Galaxy S25 સિરીઝ સાથે One UI 8.5 રોલઆઉટ શરૂ કર્યું હતું . ત્યારબાદ Galaxy S24 અને Galaxy S23 સિરીઝના જુના ફ્લેગશિપ સ્માર્ટફોન્સ માટે પણ અપડેટ ઉપલબ્ધ બન્યા છે . Samsung Galaxy Tab S10 , Galaxy Tab S11, Galaxy A56 અને Galaxy A36 જેવા મોડેલો માટે પણ તાજેતરમાં આ અપડેટ રિલીઝ થવાનું શરૂ થયું છે .
નવી One UI 8.5 અપડેટમાં અનેક AI આધારિત ફીચર્સ , UI સુધારાઓ અને નવા કસ્ટમાઈઝેશન ટુલ્સ એડ કરવામાં આવ્યા છે . તેમાં વધુ કસ્ટમાઈઝેબલ Quick Panel , અપગ્રેડેડ Galaxy AI સુટ અને રિફ્રેશ્ડ Bixby આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે . Samsung Galaxy S26 સિરીઝ પણ One UI 8.5 સાથે પ્રી - ઇન્સ્ટોલ્ડ રૂપે લોન્ચ કરવામાં આવ્યું છે .
જાહેરાત
જાહેરાત
Oppo Find X10 Tipped to Feature 165Hz Refresh Rate Display, 8,000mAh Battery