Galaxy S26 Ultra માં પ્રાઈવસી ડિસ્પ્લે બાદ હવે Samsung લાવશે અદ્યતન 3D સ્ક્રીન અનુભવ

Samsung સ્વિચેબલ 2D - 3D ડિસ્પ્લે પર એક પેપર બહાર પાડ્યુ છે

Galaxy S26 Ultra માં પ્રાઈવસી ડિસ્પ્લે બાદ હવે Samsung લાવશે અદ્યતન 3D સ્ક્રીન અનુભવ

Photo Credit: Gadgets 360

Samsung Galaxy S26 ultra પ્રાઇવસી ડિસ્પ્લે ફીચર સાથે આવે છે

હાઇલાઇટ્સ
  • આ ટેક્નોલોજી " અલ્ટ્રા થિન " મેટલન્સનો ઉપયોગ કરે છે
  • Samsung Galaxy S28 ultra માં 6.9 ઇંચ Dynamic AMOLED 2X ડિસ્પ્લે
  • 2D - 3D સ્વિચેબલ ડિસ્પ્લે ટેક્નોલોજી
જાહેરાત

Samsung એ આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં Samsung Galaxy S26 Ultra ને ભારત સહિત વૈશ્વિક બજારોમાં લોન્ચ કર્યો હતો . લોન્ચ પહેલા કંપનીએ  એક નવી પ્રાઇવસી ડિસ્પ્લે ફીચર રજૂ કરી હતી , જે પછીથી આ ફ્લેગશિપ ડિવાઈસમાં સામેલ કરવામાં આવી . આ ફીચર હાર્ડવેર આધારિત સોલ્યુશન  પર કામ કરે છે , જેનો મુખ્ય હેતુ " શોલ્ડર સર્ફિંગ " એટલે કે બીજા લોકો દ્રારા સ્ક્રીન જોવાથી બચાવવાનો છે . હવે કંપની તેની નવી જનરેશનના સ્માર્ટફોન  માટે વધુ સારી  ડિસ્પ્લે ટેક્નોલોજી વિકસાવી રહી છે .

2D - 3D  સ્વિચેબલ ડિસ્પ્લે 

Samsung એ POSTECH સાથે મળીને " Switchable 2D - 3D  Display through a Metasurface Lenticular Lens " નામનું પેપર બહાર પાડ્યુ છે . આ  ટેક્નોલોજી " અલ્ટ્રા થિન " મેટલન્સનો ઉપયોગ કરે છે , જેમાં નેનોસ્કેલ સ્ટ્રક્ચર્સ હોય છે , જે લાઈટને કંટ્રોલ કરીને 2D અને 3D મોડ વચ્ચે સ્મૂથ ટ્રાન્ઝિશન  શક્ય બનાવે  છે .

samsung 2d 3d display technology samsung inline Samsung 3D Display

 આ  ટેક્નોલોજી " અલ્ટ્રા થિન " મેટલન્સનો ઉપયોગ કરે છે
Photo Credit: Samsung

આ સિસ્ટમ વોલ્ટેજ કંટ્રોલ પર આધારિત છે , જેથી યુઝર્સ સરળતાથી 2D અને 3D મોડ વચ્ચે ટોગલ કરી શકે છે . આથી દૈનિક ઉપયોગ માટે ક્લિયર 2D વ્યૂ અને વિડીયો અથવા ગેમિંગ માટે સારો 3D અનુભવ મળી શકે છે . કંપનીના જણાવ્યા મુજબ આ ટેક્નોલોજી વ્યૂઇંગ એંગલ્સને પણ સુધારે છે અને વધુ અસરકારક  ડિસ્પ્લે અનુભવ આપે છે .

Galaxy S28 ultra 

કંપનીએ હાલમાં કોઈ પણ ડિવાઈસની નામ જાહેર કર્યો નથી . પરંતુ નવા રિપોર્ટ્સ મુજબ  Samsung Galaxy S26 Ultra આ નવી 2D - 3D સ્વિચેબલ ડિસ્પ્લે  ટેક્નોલોજી મેળવતા પહેલો સ્માર્ટફોન બની શકે છે , જો આવું થાય , તો Samsung માટે સ્માર્ટફોન ડિસ્પ્લે ક્ષેત્રમાં આ મોટું પગલું સાબિત થયું છે .

Galaxy S28 ultra  પ્રાઇવસી ફીચર 

Samsung  Galaxy S28 ultra માં 6.9 ઇંચ Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે , જેમાં 120Hz રિફ્રેશ રેટ અને મજબૂત પ્રોટેકશન મળે છે . તેની સૌથી ખાસ વાત પ્રાઇવસી ડિસ્પ્લે   ફીચર છે , જે સ્ક્રીનના જોવાના એંગલને નિયંત્રિત કરે છે . આ ફીચર ચાલુ થતા પહોળા પિક્સલ બેન્ડ થઇ જાય છે . જેના કારણે બાજુમાંથી સ્ક્રીન જોવી મુશ્કેલ બને છે . સાથે જ યુઝર્સ નોટિફિકેશન્સ કે પાસવર્ડને પણ છુપાવી શકે છે જે પ્રાઈવર્સીને વધુ મજબૂત બનાવે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »