Vivo X300s માં મળશે Dimensity 9500 ચિપ 144Hz ડિસ્પ્લે

Vivo X300s Media Tek Dimensity 9500 ચિપસેટથી ચાલે છે

Vivo X300s  માં મળશે Dimensity 9500 ચિપ 144Hz ડિસ્પ્લે

Photo Credit: Vivo

Vivo X300s ફિલ્મ ગ્રીન , ડ્રિમ કોર પર્પલ અને સિલ્વર કલરમાં આવશે .

હાઇલાઇટ્સ
  • Vivo X300s માં Media Tek Dimensity 9500 પ્રોસેસર
  • Zeiss ઓપ્ટિક્સ સાથે 200MPનો પ્રાઈમરી કેમેરા
  • આ ફોન 7,100mAh " Blue Ocean " બેટરી
જાહેરાત

Vivo X300s  અને Vivo X300 Ultra સ્માર્ટફોન્સનુ ચીનમાં સોમવારે લોન્ચ થવાનો છે . લોન્ચ પહેલા કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ દ્રારા આ બંને સ્માર્ટફોનના કેટલાક મહત્વપૂર્ણ  ફીચરને જાહેર કરવામાં આવ્યા છે . Vivo X300s  માં  Media Tek Dimensity 9500 પ્રોસેસર અને મોટી 7,100mAh બેટરી આપેલી છે , જે  90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપેલી છે ફોટોગ્રાફી માટે તેમાં Zeiss -ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ આપવામાં આવશે . જેમાં 200MP નો પ્રાઈમરી કેમેરા હશે . આ સાથે ટેલીકોન્વર્ટર  યુનિટ પણ આપવામાં આવશે .

ડિસ્પ્લે :
Vivo X300s ટૂંક જ સમયમાં ચીનમાં લોન્ચ થવાનો છે . લોન્ચ પહેલા જ આના મુખ્ય ફીચર સામે આવ્યા છે .Vivo X300s  માં 6.78 ઈંચનું ફ્લેટ ડિસ્પ્લે મળશે , જે 144Hz રિફ્રેશ રેટ અને Zeiss માસ્ટર કલર સાથે આવશે . આ સ્માર્ટફોન  Media Tek Dimensity 9500 ચિપસેટ સાથે Vivoની V3+ ઇમેજિંગ ચિપ સાથે આવશે . 

કેમેરા સેટઅપ :
 કેમેરા માટે આ ફોન Vivo X300s માં Zeiss ઓપ્ટિક્સ સાથે 200MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યું છે . આના ઉપરાંત 50MP અલ્ટ્રાવાઈડ અને 50MP પેરિસ્કોપ  ટેલિફોટો લેન્સ મળશે . આ સેટઅપ Zeiss APO સુપર ટેલિફોટો , નેચરલ કલર અને ઝૂમ ફ્લેશ જેવી સુવિધાઓને સપોર્ટ કરશે . ફોટોગ્રાફી માટે તેમાં Zeiss -ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ આપવામાં આવશે .

ફ્રન્ટમાં 50MP સેલ્ફી કેમેરા અને "લિપસ્ટિક 200" ટેલીકોન્વર્ટર કિટ પણ આપવામાં આવશે .

ફીચર્સ :
Vivo X300s ડયુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને હેપ્ટિક્સ માટે કસ્ટમ વાઈબ્રેશન મોટર મળશે . કનેક્ટિવિટી માટે તેમાં યુનિવર્સલ સિગ્નલ એમ્પ્લીફિકેશન સિસ્ટમ 3.0 આપવામાં આવશે , જે નેટવર્કને વધુ મજબૂત બનાવશે . Vivo X300s માં IP68 અને IP69 રેટિંગ મળશે , જે પાણી અને ધૂળથી સુરક્ષા આપે છે .

બેટરી :
આ ફોન 7,100mAh " Blue Ocean " બેટરી મળશે , 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »