Vivo X500 Pro Max માં 200MP ટેલિફોટો કેમેરા સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ લીક

સોનીના નવા સેન્સર HDR સુધારવા માટે LOFIC ટેક્નોલોજી મળશે તેવી શક્યતા છે

Vivo X500 Pro Max માં 200MP ટેલિફોટો કેમેરા સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ લીક

Photo Credit: Vivo

Vivo X300 Proમાં Sony LYT - 828 સેન્સર છે .

હાઇલાઇટ્સ
  • X500 Pro Max માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે
  • ફોનમાં 200MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને સુધારેલ અલ્ટ્રા વાઈડ કેમેરા પણ
  • Media Tek Dimensity 9600 પર ચાલે
જાહેરાત

Vivo એ હાલમાં જ ચીનમાં તેના નવા Vivo X300 Ultra અને X300s સ્માર્ટફોન લોન્ચ કર્યા છે , પરંતુ હવે કંપનીની આગામી Vivo X500 સિરીઝ અંગેની ચર્ચાઓ  ઓનલાઇન શરૂ થઈ ગઈ છે . આ નવી લાઇનઅપમાં Vivo X500 , Vivo X500 Pro અને Vivo X500 Pro Max મોડેલો આવવાની શક્યતા છે .  હાલમાં એક ચાઈનીઝ  ટીપસ્ટરે ખાસ કરીને Vivo X500 Pro Max ના કેમેરા સેટઅપ વિશે કેટલીક મહત્વપૂર્ણ વિગતો શેર કરી છે . આ ફોનમાં 200MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને ટ્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે .

નવા લીક મુજબ , Vivo X500 Pro Max માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે , તેમાં સોનીનો નવો 50MP LYT-838 સેન્સર હશે , જે 1/1.28 ઇંચ સાઈઝ સાથે  આવશે . આ સેન્સરમાં LOFIC ટેક્નોલોજીનો સપોર્ટ મળશે , જે HDR ઈમેજિંગ અને લો - લાઈટ ફોટોગ્રાફીને વધુ સુધારવા માટે બનાવવામાં આવી છે  . માનવામાં આવે  છે કે આ સેન્સર પહેલાના LYT - 828 કરતા વધુ અદ્યતન વર્ઝન હશે .

લોન્ચ :
Vivo સામાન્ય રીતે તેની ફ્લેગશિપ સિરીઝ  ઓક્ટોબર આસપાસ લોન્ચ કરે છે . તેથી , X500 સિરીઝ પણ આ વર્ષે તે જ સમયગાળા દરમિયાન રજૂ થવાની  શક્યતા છે . Vivo એ ગયા મહિને Vivo X300 Ultra અને X300s  ચીનમાં લોન્ચ કર્યા હતા , જે કંપનીના નવા પ્રીમિયમ સ્માર્ટફોન છે .
 

કેમેરા અને બેટરી :
હવે વાત કરીએ કેમેરાની તો , આ ફોનમાં 200MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને સુધારેલ અલ્ટ્રા વાઈડ કેમેરા પણ જોવા મળશે , આ કેમેરા દૂરની વસ્તુ અને મોટા દ્રશ્યોને વધુ સ્પષ્ટ  રીતે કેપ્ચર કરવામાં મદદ કરી શકે છે અને રહી વાત બેટરીની તો , આ સ્માર્ટફોનમાં 7,000mAhની મોટી બેટરી પણ આપવામાં આવી શકે છે  , જે લાંબા સમય સુધી ઉપયોગ માટે સારો વિકલ્પ બને છે .

પ્રોસેસર :
પ્રોસેસરની વાત કરીએ તો , Vivo X500 સિરીઝમાં અલગ અલગ ચિપસેટ જોવા મળી શકે છે . સ્ટાન્ડર્ડ Vivo X500 મોડેલ Media Tek Dimensity    9600 પર ચાલે  તેવી શક્યતા છે , જયારે Vivo X500 Pro અને Vivo X500 Pro Max માં વધુ શક્તિશાળી Dimensity 9600 Pro ચિપ આપવામાં આવી શકે છે   .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Honor X7e Plus 5Gમાં 120Hz ડિસ્પ્લે , AI ફીચર્સ અને IP69 રેટિંગ જાણો કિંમત
  2. Google Pixel 11a લોન્ચ પહેલા વિગતો સામે આવી , જાણો સંભવિત ફીચર્સ
  3. Samsung Galaxy S25 FE 5G ખરીદવાનો સારો મોકો , બેંક ઓફર સાથે મળશે વધુ બચત
  4. બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે સરકાર સોશિયલ મીડિયા નિયમો કડક બનાવી શકે
  5. TRAIની નવી યોજના , સ્પામ કોલ અને મેસેજ સામે કર્યવાહી થશે વધુ ઝડપી
  6. Asus Pad T3201 માં Dimensity 8300 ચિપ અને 9,000mAh બેટરી , લોન્ચ તારીખ જાહેર
  7. ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે Samsungના નવા પ્રીમિયમ સ્પીકર ભારતમાં આવ્યા
  8. રિયલમીનો મોટો નિર્ણય , ચીનમાંથી બ્રેક લઈને ગ્લોબલ માર્કેટમાં વધારશે હાજરી
  9. Vivo X500 Ultraના કેમેરામાં મોટા અપગ્રેડની શક્યતા , નવા લીકમાં થયો ખુલાસો
  10. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »