વિવોએ ગયા વર્ષે તેનો પ્રીમિયમ ફલેગશિપ સ્માર્ટફોન Vivo X300 Pro રજૂ કર્યો હતો , જે હવે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે
Photo Credit: Vivo
Vivo X300 Pro માં 6.78 ઇંચની1.5K LTPO OLED ડિસ્પ્લે છે .
વિવોએ ગયા વર્ષે તેનો પ્રીમિયમ ફલેગશિપ સ્માર્ટફોન Vivo X300 Pro રજૂ કર્યો હતો , જે હવે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે . જો તમે આ હાઈ - એન્ડ સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો , તો હાલમાં તેને ઓછી કિંમતે મેળવવાની સારી તક છે . શક્તિશાળી Media Tek Dimensity 9500 પ્રોસેસર અને 200MP ટેલિફોટો કેમેરા જેવા ફીચર્સથી સંચાલિત આ ફોન ફ્લિપકાર્ટ પર બેંક ઓફર્સ સાથે ઉપલબ્ધ છે . આ ફોન Android 16 પર આધારિત Original 6 પર ચાલે છે . તેમાં 6,510mAhની મોટી બેટરી છે .
ફ્લિપકાર્ટ પર Vivo X300 Proનું 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 1,09,999ની કિંમતે લિસ્ટેડ છે . જો ગ્રાહકો Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરે છે, તો તેમને રૂપિયા 14,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 95,999 થઈ જાય છે .
આ ઉપરાંત , ફ્લિપકાર્ટ એક્સચેન્જ ઓફર હેઠળ જૂનો સ્માર્ટફોન આપીને રૂપિયા 60,300 સુધીનો વધારાનો લાભ મેળવી શકાય છે . જોને એક્સચેન્જ વેલ્યુ તમારા હાલના ફોનની સ્થિતિ અને મોડેલ પર આધારિત રહેશે .
Vivo X300 Pro માં 6.78 ઇંચની 1.5K LTPO OLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1260x 2800 પિક્સલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે . સ્માર્ટફોન Media Tek Dimensity 9500 ચિપસેટથી સંચાલિત છે અને તેમાં 16GB LPDDR x RAM તેમજ 512GB UFS 4.1 સ્ટોરેજ આપવામાં આવ્યું છે .
આ ફોન Android 16 પર આધારિત Original 6 પર ચાલે છે . તેમાં 6,510mAhની મોટી બેટરી છે , જ 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . સુરક્ષા માટે અલ્ટ્રાસોનિક ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે . સાથે જ IP68 અને IP69 રેટિંગ ફોનને ધૂળ અને પાણીથી સુરક્ષિત રાખે છે .
ફોટોગ્રાફી માટે OIS સપોર્ટ સાથે 50MP પ્રાઈમરી કેમેરા 200MP ટેલિફોટો લેન્સ અને 50MP અલ્ટ્રા - વાઈડ કેમેરા આપવામાં આવ્યા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે .
આ ફોનનું વજન 226 ગ્રામ છે અને તેની જાડાઈ માત્ર 7.99mm છે . તેમાં ઈ - કંપાસ , એક્સેલરોમીટર , એમ્બિયન્ટ લાઈટ સેન્સર , કલર ટેમ્પરેચર સેન્સર અને ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા અનેક સેન્સર્સ આપવામાં આવ્યા છે .
કનેક્ટિવિટી માટે સ્માર્ટફોન Wi - Fi, Bluetooth 6, NFC, A- GPS , GPS , OTG અને USB Type- C પોર્ટ જેવા આધુનિક વિકલ્પો સાથે આવે છે .
જાહેરાત
જાહેરાત
Vivo Y05e Passes Through Thailand's NBTC Certification Database, Might Launch Soon