Galaxy A37 અને Galaxy A57ના પ્રાઇસ અને સ્પેસિફિકેશન્સ લોન્ચ પહેલા જ સામે આવ્યા

Samsung Galaxy A37 અને Galaxy A57 બંનેમાં પહેલાના ફોન કરતા ડિઝાઇન સારી અને પાતળી આવશે .

Galaxy A37 અને  Galaxy A57ના પ્રાઇસ અને સ્પેસિફિકેશન્સ લોન્ચ પહેલા જ સામે આવ્યા

Photo Credit: Gadget 360

આવનારા નવા ફોન Galaxy A36 અને Galaxy A56

હાઇલાઇટ્સ
  • ગેલેક્સી A37માં Exynos 1480 ચિપસેટ
  • 6.7 ઈંચનું ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ
  • 5000mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
જાહેરાત

સેમસંગ પોતાના નવા મિડ-રેન્જ સ્માર્ટફોન તરીકે ગેલેક્સી A37 અને A57 ને 25 માર્ચે લોન્ચ કરવા જઈ રહ્યો છે . કંપનીના તરફથી કોઈ પણ સત્તાવાર જાહેરાત  થઇ નથી પરંતુ આ બંને હેન્ડસેટની કિંમત હેન્ડ્સ ઓન વીડિયો દ્રારા સામે આવી છે . ગયા અઠવાડિયે પણ આ બંને ડિવાઇસિસ બીજા લીકમાં જોવા મળ્યા  હતા. જેમાં તેમના કલર અને સ્પેસિફિકેશન્સ વિશે માહિતી મળી હતી . નવા ગેલેક્સી A37 એ ગેલેક્સી A36ના   અને ગેલેક્સી A57 એ ગેલેક્સી A56 ના ઉત્તરાધિકારી તરીકે આવશે . આ બંને ફોનમાં ફીચર્સ પહેલા જેવા હશે પણ આમાં તમને અપગ્રેડ મળશે .

હાલમાં જ એક YouTube ચેનલ 'Mai Nguyen TV ' દ્રારા શેર કરાયેલા વીડિયો મુજબ , 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે ગેલેક્સી A37ની કિંમત  વિયેતનામમાં VND 10,990,000 (લગભગ 39,000 રૂપિયા ) હોઈ શકે છે જયારે ગેલેક્સી A57ની કિંમત VND 12,490,000 (લગભગ 44,000 રૂપિયા ) હોઈ શકે છે . આ કિંમતો બજાર અનુસાર બદલાઈ શકે છે .

galaxy a37 a57 youtube mai nguyen tv inline Galaxy A37 and Galaxy A57

Galaxy A37 and Galaxy A57 in hands-on video
Photo Credit: YouTube/Mai Nguyen TV

જોકે  ગેલેક્સી A36 અને ગેલેક્સી A56 એ જ સ્ટોરેજ વિકલ્પમાં VND 82,90,000 (લગભગ 29,400 રૂપિયા )અને VND 99,90,000 (લગભગ 35,400 રૂપિયા )પર લોન્ચ થયા હતા .આનાથી આ વાત સ્પષ્ટ થાય છે કે ગ્રાહકોને  નવા મોડેલ માટે થોડી વધુ કિંમત ચૂકવવી પડશે .

પહેલાની લીક્સ મુજબ , ગેલેક્સી A57 નું 12GB +256GB વેરિઅન્ટ થાઈલેન્ડમાં THB 17,999 (લગભગ 51,000 રૂપિયા ) માં આવી શકે છે .જયારે  ગેલેક્સી A37  5Gનું 8GB +256GB વેરિઅન્ટ THB 13,999 (લગભગ 40,000 રૂપિયા ) માં આવી શકે છે .

નવા વીડિયોમાં બતાવ્યા અનુસાર બોક્સમાં ખૂબ જ મિનિમલ કન્ટેન્ટ જોવા મળે છે , જેમાં USB કેબલ , SIM ઇજેકટર ટૂલ અને બીજા કેટલાક ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે . ડિઝાઈનની વાત કરીએ તો આ મોડેલ થોડાક પાતળા હશે . કેમેરાને નવી સ્ટેપ-સ્ટાઇલ ફિનિશ આપવામાં આવી છે .

ગેલેક્સી A37માં  Exynos 1480 ચિપસેટ આપવામાં આવી શકે છે , જે પહેલાના Snapdragon 6 Gen 3 ને બદલે છે . આનું 6.7 ઈંચનું ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ  અને 1,200 nits સુધીની બ્રાઇટનેસ મળશે . સાથે જ  5000mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાની શયક્તા છે . 

ગેલેક્સી A57માં મેટલ ફ્રેમ સાથે નવી Exynos 1680 ચિપસેટ આપવામાં આવી શકે છે અને તેની ડિસ્પ્લે ગેલેક્સી A37 જેવી જ રહેશે .

આ બંને સ્માર્ટફોન Android 16ના One UI 8.5 પર ચાલશે અને તેમને છ વર્ષ સુધી સોફ્ટવેર અપડેટ્સ મળવાની શક્યતા છે .  આ ફોનના કેમેરા સેટઅપમાં 50MP મુખ્ય કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ અને 5MP મેક્રો લેન્સ શામેલ હોઈ શકે છે , જયારે ફ્રન્ટમાં 12MP કેમેરા મળશે . આ ફોન 4K 30fps સુધીના વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરશે  .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 200MP કેમેરા સાથે Samsung Galaxy S25 Ultra 5G સસ્તો થયો , જાણો નવી ઓફર્સ
  2. સ્વતંત્રતા દિવસ સેલમાં ખરીદીનો મોકો , Amazon - Flipkart લાવશે શાનદાર ઓફર્સ
  3. Redmi Note 17નો ટીઝર થયો જાહેર , લોન્ચ પહેલા સંભવિત કિંમત અને ફીચર્સ આવ્યા સામે
  4. Poco M8 Powerની એન્ટ્રી નક્કી , 3 દિવસની બેટરી લાઇફનો દાવો
  5. Realme P4 Power 5G પર જબરદસ્ત ઓફર
  6. Vivo S2 લોન્ચ પહેલા ડિઝાઈન આવી સામે , ઓગસ્ટમાં થઈ શકે છે લોન્ચ
  7. Ugreen 100W Mini Ice GaN ચાર્જર આવ્યું બજારમાં , લેપટોપ સહિત અનેક ડિવાઈસ કરશે ઝડપથી ચાર્જ
  8. પાસવર્ડ ભૂલી ન જતા , પડી શકે છે મોંઘુ Samsung One UI 9.0માં ડેટા ગુમાવવાનો ખતરો
  9. સ્માર્ટ ગ્લાસીસ હવે રહેશે ઠંડા અને હળવા , xMEMSના માઈક્રો - ફેન અને Sycamore સ્પીકર્સથી મળશે મોટો ફાયદો
  10. શું મેમરી ચિપની અછત હવે દૂર થશે ? જાણો નવો અપડેટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »