Honor X7e Plus 5Gમાં 120Hz ડિસ્પ્લે , AI ફીચર્સ અને IP69 રેટિંગ જાણો કિંમત

આ ડિવાઈસ Android 16 આધારિત MagicOS 10 પર કામ કરે છે

Honor X7e Plus 5Gમાં  120Hz ડિસ્પ્લે , AI ફીચર્સ અને IP69 રેટિંગ જાણો કિંમત

Photo Credit: Honor

Honor X7e Plus 5Gમાં 6.87 ઈંચનું TFT LCD HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

હાઇલાઇટ્સ
  • Honor X7e Plus 5G કતારમાં આશરે 26,000માં લોન્ચ થયો
  • Honor X7e Plus 5Gમાં 6.87 ઈંચનું TFT LCD HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું
  • ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને તેની સાથે એક સેકન્ડરી સેન્સર
જાહેરાત

Honor એ પોતાના નવા Honor X7e Plus 5G સ્માર્ટફોનને કતારના બજારમાં રજૂ કર્યો છે . આ ફોન મોટી બેટરી , AI આધારિત ફીચર્સ અને મજબૂત ડિઝાઈન સાથે આવે છે . તેમાં Snapdragon 4 Gen 4 પ્રોસેસર , 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને 45વ ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે . કંપનીએ તેને IP68, IP69 અને IP69K જેવી ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ પણ આપી છે .

Honor X7e Plus 5Gની કિંમત :

Honor X7e Plus 5Gનો 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ કતારમાં QAR 999 ( આશરે 26,000)માં લોન્ચ થયો છે . સ્માર્ટફોનને Desert Gold , Velvet Black અને  Meteor Silver એમ ત્રણ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે .

Honor X7e Plus 5Gના સ્પેસિફિકેશન્સ :

Honor X7e Plus 5Gમાં 6.87 ઈંચનું TFT LCD HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જેનું રિઝોલ્યુશન 1592 x 720 પિક્સલ છે . ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ , 1020 nits પીક બ્રાઇટનેસ અને Eye Comfort Modeને સપોર્ટ કરે છે , જેથી લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન આંખો પર ઓછો ભાર પડે .

પરફોર્મન્સ માટે સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 4 Gen 4 ચિપસેટ આપવામાં આવ્યો છે . ફોનમાં 8GB RAM અને 256GB સુધીનું સ્ટોરેજ મળે છે . આ ડિવાઈસ Android 16 આધારિત MagicOS 10 પર કામ કરે છે . આ ઉપરાંત તેમાં AI Memory, Circle to Search, AI Eraser અને  AI Summary સહિત અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે .

કેમેરા અને બેટરી :

ફોટોગ્રાફી માટે ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને તેની સાથે એક સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે .

પાવર માટે Honor X7e Plus 5Gમાં 8100mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ફોનમાં સ્ટીરીયો સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે . તેની સાથે IP68, IP69 અને IP69K રેટિંગ તેમજ ક્રશ રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન મળવાથી આ સ્માર્ટફોન વધુ ટકાઉ બને છે . આ ફોનનું વજન 216.5 ગ્રામ છે અને તેની જાડાઈ 8.3mm છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. REDMAGIC Astra 2 વૈશ્વિક બજારમાં લોન્ચ , 8300mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ જેવી શક્તિશાળી સુવિધાઓ મળી
  2. Honor X7e Plus 5Gમાં 120Hz ડિસ્પ્લે , AI ફીચર્સ અને IP69 રેટિંગ જાણો કિંમત
  3. Google Pixel 11a લોન્ચ પહેલા વિગતો સામે આવી , જાણો સંભવિત ફીચર્સ
  4. Samsung Galaxy S25 FE 5G ખરીદવાનો સારો મોકો , બેંક ઓફર સાથે મળશે વધુ બચત
  5. બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે સરકાર સોશિયલ મીડિયા નિયમો કડક બનાવી શકે
  6. TRAIની નવી યોજના , સ્પામ કોલ અને મેસેજ સામે કર્યવાહી થશે વધુ ઝડપી
  7. Asus Pad T3201 માં Dimensity 8300 ચિપ અને 9,000mAh બેટરી , લોન્ચ તારીખ જાહેર
  8. ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે Samsungના નવા પ્રીમિયમ સ્પીકર ભારતમાં આવ્યા
  9. રિયલમીનો મોટો નિર્ણય , ચીનમાંથી બ્રેક લઈને ગ્લોબલ માર્કેટમાં વધારશે હાજરી
  10. Vivo X500 Ultraના કેમેરામાં મોટા અપગ્રેડની શક્યતા , નવા લીકમાં થયો ખુલાસો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »