સ્માર્ટ છત્રીથી AI પાળતુ સુધી : Razer અને અન્ય બ્રાન્ડ્સની ક્રિએટિવ પ્રેન્કસ વાયરલ

યુઝર્સને એપ્રિલ ફૂલ બનાવવા કંપનીએ તેના પેજ પર સ્માર્ટ છત્રી , જે "Find U " ના નામે લોન્ચ થશે તેવું મજાક કર્યું

સ્માર્ટ છત્રીથી AI પાળતુ સુધી : Razer અને અન્ય બ્રાન્ડ્સની ક્રિએટિવ પ્રેન્કસ વાયરલ

Photo Credit: Oppo

Razer એ AI માટે પાળતૂ AI ની મજાક કરી .

હાઇલાઇટ્સ
  • Atomberg તેમને "ઓટોમટકા " નામની મજેદાર પ્રોડક્ટ રજૂ કરી
  • ઓપ્પોએ "Find U " નામની સ્માર્ટ છત્રી રજૂ કરી
  • Razer એ તેના AI આધારિત પ્રોજેક્ટ Ava પછી "Ava Mini " નામનું એક ઈમેજીનરી
જાહેરાત

1 એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલ્સ ડે પર ટેક દુનિયામાં મસ્તી અને ક્રિએટિવિટીનો મજેદાર મ્રિશ્રણ જોવા મળ્યો છે . વિવિધ ટેક કંપનીઓએ અનોખી અને મજાકીય  પ્રોડક્ટ્સની જાહેરાત કરીને યુઝર્સને ચકિત કર્યા . કેટલીક જાહેરાતો એટલી સાચી લાગી કે એક પળ માટે તો એમના ઉપર વિશ્વાસ થઈ જાય  પણ અંતે  સમજાયું કે આ બધું માત્ર મજા માટે જ હતું . એપ્રિલ ફૂલ્સ ડે 2026 પર Oppo , Razer , Atomberg અને Honor જેવી કંપનીઓએ સ્માર્ટ છત્રી , AI પાળતું અને મલ્ટિફોલ્ડ ફોન જેવી મજેદાર અને કલ્પિત પ્રોડક્ટ્સ રજૂ કરીને યુઝર્સને  મનોરંજન આપ્યું .

OPPO

ઓપ્પોએ "Find U " નામની સ્માર્ટ છત્રી રજૂ કરી , જે લવચીક 4K OLED ડિસ્પ્લે સાથે આવતી હોવાનું બતાવવામાં આવ્યું . કંપનીએ દાવો કર્યો કે તેમાં કેમેરા , ફિંગરપ્રિન્ટ સ્કેનર , સોલાર મોડ અને ખાસ અલ્ટ્રા ડ્રાય ટેક્નોલોજી છે , જે પાણીના ટીપાંને તરત જ દૂર કરી શકે છે . આ બધું સાંભળવામાં આકર્ષક લાગે છે  , પરંતુ  આ ફક્ત એક એપ્રિલ ફૂલ્સ મજાક જ હતી . ખાસ વાત એ કે કંપનીએ તેની લોન્ચ તારીખ 31 એપ્રિલ બતાવી , જે પોતે જ એક સંકેત હતો કે આ માત્ર  એક પ્રેન્ક  છે .

Razer

બીજી તરફ , Razer એ તેના AI આધારિત પ્રોજેક્ટ Ava પછી "Ava Mini " નામનું એક ઈમેજીનરી AI Pat  રજૂ કર્યું . આ અનોખા વિચાર મુજબ , AI સાથીને પણ એક  સાથીની જરૂર પડે , એટલે તેના માટે AI પેટ બનાવવામાં આવ્યું છે . કંપનીએ મજાકમાં કહ્યું કે તેને પણ ખવડાવવું , ધ્યાન રાખવું અને સાફ કરવું પડશે  એ પણ બિલકુલ સાચા પાળતુ જેવી જવાબદારીઓ સાથે .

Atomberg

ભારતની કંપનીએ પણ આ ટ્રેન્ડમાં ભાગ લીધો હતો . જે Atomberg છે અને તેમને "ઓટોમટકા " નામની મજેદાર પ્રોડક્ટ રજૂ કરી હતી . આ ઓટોમેટિક માટીનો  વાસણ પાણીનું TDS લેવલ એડજસ્ટ કરી શકે છે અને તમે કોઈપણ સ્થળનું પાણી " રીક્રિએટ " કરી શકો છો , જેમ કે હિમાલયનું પાણી .  આ વાતની કલ્પના જેટલી અજીબ છે એટલી જ  મજેદાર પણ છે .

Honor

અને અંતમાં Honor એ તેની "Magic VVVVVV " ડિવાઇસ  સાથે તો મજાકની હદ વટાવી દીધી . આ મલ્ટિફોલ્ડ સ્માર્ટફોનને unfold કરતાં સ્માર્ટ ટીવીમાં ફેરવી  શકાય છે અને તેમાં 16K ડિસ્પ્લે હોવાનું બતાવવામાં આવ્યું . અહીં પણ લોન્ચ તારીખ 31 એપ્રિલ દર્શાવીને સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો કે આ માત્ર એક  પ્રેન્ક છે .

આ રીતે , એપ્રિલ ફૂલ્સ ડે 2026 પર ટેક કંપનીઓએ પોતાના ફેન્સને હસાવ્યા અને સાથે સાથે ક્રિએટિવિટી પણ બતાવી . 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »