ભારત સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણ લાવવાની શક્યતાઓનું મૂલ્યાંકન કરી રહી છે .
ઘણા બધા યુરોપીય દેશો બાળકો માટે સોશિયલ મીડિયાના નિયમો કડક બનાવી રહી છે
બાળકોમાં સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ અને તેના કારણે માનસિક સ્વાસ્થ્ય તેમજ ઓનલાઈન સુરક્ષા સામે ઉભા થતા જોખમોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર નવા નિયમો પર વિચાર કરી રહી છે . કેન્દ્ર સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અથવા તેની ઍક્સેસ માર્યાદિત કરવાની સંભાવનાઓ વિચાર કરી રહી છે . જોકે , આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી .
મીડિયા રિપોર્ટ અનુસાર , ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી વિભાગના સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના લાંબા સમય સુધી જોડી રાખતી ડિઝાઈન , હાનિકારક કન્ટેન્ટ અને બાળકોના માનસિક સ્વાસ્થ્યને લઈને વિશ્વભરમાં ચિંતા વધી રહી છે . તેથી ઘણા દેશોએ બાળકો માટે સોશિયલ મીડિયા સંબંધિત નિયમો વધુ કડક બનાવવાનું શરૂ કર્યું છે .
તેમણે જણાવ્યું કે ભારત પણ કોઈ નિર્ણય લેતા પહેલાં અન્ય દેશોના અનુભવ અને તેમના નિયમોનો અભ્યાસ કરી રહ્યું છે . તેમના કહેવા મુજબ , સોશિયલ મીડિયા સંબંધિત મુશ્કેલીઓ હવે માત્ર એક દેશ પૂરતા મર્યાદિત નથી , પરંતુ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બની ગયા છે . સરકાર વિવિધ દેશોની નીતિઓને સમજ્યા બાદ જ આગળનું પગલું ભરશે .
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાવનારું પ્રથમ દેશ બન્યું હતું . ત્યારબાદ અન્ય કેટલાક દેશોએ પણ સમાન દિશામાં આગળ વધ્યા . તાજેતરમા સંયુક્ત આરબ અમીરાત ( UAE ) એ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત કરી છે . આ ઉપરાંત , યુરોપના ઘણા દેશો પણ બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે નવા અને કડક નિયમો તૈયાર કરી રહ્યા છે .
એસ. કૃષ્ણને આગળ જણાવતા કહ્યું કે ભારતે યુરોપિયન યુનિયન સહિત અનેક દેશો સાથે સોશિયલ મીડિયા સંબંધિત જોખમો અંગે ચર્ચા કરી છે . આ ઉપરાંત . સંસદની સ્થાયી સમિતિઓ અને અન્ય સંબંધિત પક્ષોએ પણ બાળકોની ઓનલાઇન સુરક્ષા અંગે ચર્ચા કરી છે . જોકે હાલ સરકાર તરફથી કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી .
ગયા મહિને બ્રિટને પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે Facebook, Instagram, YouTube, Snapchat અને X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લાવવાની યોજના જાહેર કરી હતી . જોકે WhatsApp અને Signal જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સને આ નિયમોમાંથી બહાર રાખી શકાય છે . ભારત હવે વૈશ્વિક અનુભવને ધ્યાનમાં રાખીને પોતાના નિયમો નક્કી કરવાની તૈયારીમાં છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999